________________
૧n૪
ભાવન-વિભાવના આ સાંભળતાં જ ફિરાક ગોરખપુરી બેચેન બની ગયા. પોતાની જાતને નિષ્ફર બનીને ઠપકો આપવા લાગ્યા, “અરે, આ હું શું બોલ્યો ? મારે આવું બોલવું જોઈતું નહોતું. યુદ્ધ વિનાશ વેરે છે. સંસ્કૃતિનો નાશ કરે છે.” અને પછી ફિરાક લાંબા સમય સુધી પરેશાન રહ્યા. એમને એમના દોસ્ત ફૈઝ અહમદ ફઝની યાદ સતાવવા લાગી.
ફેઝ અહમદ ફઝની વિદાયે ઉર્દૂ કવિતાને ઘણી ગમગીન બનાવી દીધી. ફેઝ ઉર્દૂ સાહિત્યની મહાન હસ્તી હતા. ચાર-ચાર, દાયકા સુધી ઉર્દુની પ્રગતિશીલ કવિતાના એ અગ્રણી રહ્યા. ઇકબાલ ઉર્દૂ શાયરીને વીસમી સદીના વર્તમાન ફલક પર લાવ્યા તો ફૈઝે તેને એક કદમ આગળ ધપાવી. ઇકબાલ, હસરત અને બીજા ઉર્દૂ કવિઓએ રાજ કીય વિષય માટે ઉર્દૂની વિશિષ્ટ કલ્પનાસૃષ્ટિનો ઉપયોગ કર્યો, પરંતુ ફેઝે તેનો સમાજવાદી અને રાષ્ટ્રવાદી વિષયોમાં વિનિયોગ કરીને ઉર્દૂ સાહિત્યને વર્તમાન જગતની વેદના, ઝંખના અને અજંપા સાથે સાંકળી દીધું. જિંદગીના આખરી શ્વાસ સુધી તેઓ સમાજવાદના ચાહક રહ્યા. અને ગરીબો, શોષિતો તથા કચડાયેલા માનવીઓનો અવાજ બની રહ્યા.
ફઝે જીવનભર જુલ્મ અને અન્યાયનો સામનો કર્યો. ક્યારેક સિદ્ધાંતની બાબતમાં કોઈ સમાધાન ન કર્યું. અન્યાયના પ્રતિકાર માટે એમણે માત્ર કલમ જ ચલાવી નથી, પરંતુ ૧૯૩૦થી ૧૯૪૦ સુધી ટ્રેડ યુનિયનમાં કામગીરી પણ બજાવી. પાકિસ્તાનની સરકારે એમને રાવળપિંડી પયંત્ર કેસમાં ભેળવીને કવિનો અવાજ દમનથી ખરીદવાનો પ્રયાસ કર્યો.૧૯૫૧ની એપ્રિલથી ૧૯૫૫ સુધી એમને સુકર, કરાંચી અને લાહોરની જેલમાં કારાવાસમાં રાખવામાં આવ્યા.
અબ ટૂઢ ગિરેંગી ઝું જીરે સામે ફાંસીનો ફંદો લટકતો હતો ત્યારે ફેઝ જેલની એકલતા, પોતાની સામે કરાયેલા આરોપોની પોકળતા અને રાજ કીય હેતુ માટે ઊભા કરાયેલા બનાવટી પયંત્ર - વિશે કાવ્યો લખ્યાં. અહીં એમને કુરાન સિવાય કોઈ કિતાબ આપવામાં આવતી નહોતી. અખબાર, સામયિક કે કોઈ પુસ્તકો તો શું, પરંતુ લખવાની કલમ પણ આપવામાં આવતી નહોતી. પોતે કશું લખી શકતા નહીં અને બહારથી કોઈનો પત્ર કે સંદેશો એમની પાસે આવી શકતો નહીં. આ સ્થિતિની વેદના પ્રગટ કરતાં કવિએ લખ્યું છે –
મતા–એ–લૌહ-ઓ-કલમ' છિન ગઈ
તો ક્યા ગમ હૈ; કિ ખૂને દિલ મેં ડુબો લી હૈ ઉગલિયાઁ મૈને ! જુબાં પે મુહર લગી હૈ તો ક્યા;
કિ ૨ ખ દી હૈ હરેક હલ ક–ઝંજીર મે* જુબ મૈને ! ફ્રઝ પર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો. રોજ સ્પેશ્યલ ટ્રિબ્યુનલ સામે હાજર થવું પડે. અત્યંત ખરાબ ભોજન મળે, આમ છતાં આ ક્રાંતિકારી કવિનો આત્મા દમન, એકલતા કે પ્રલોભન આગળ નમ્યો નહીં. એણે જેલમાં બેઠા બેઠા એ કલતા વિશે કાવ્યો લખ્યાં. ઉર્દૂ સાહિત્યમાં તન્હાઈનું આલેખન તો ઠેર ઠેર મળે છે, પરંતુ ફઝની કવિતામાં તન્હાઈ કોઈ જુદું જ રૂપ ધારણ કરે છે. એકલતા અકળાવનારી હોય ત્યારે ફઝને એ એકલતા પ્રેયસીના મુલાયમ સ્પર્શની યાદ આપે છે અને આકાશમાં ચાંદની વક્રતા જોઈને પ્રેયસી ન હોવા છતાં એના ગળામાં હાથ વીંટાળી દેવાનું કવિને મન થાય છે. ૧, કલમ અને તખ્તી (કાગળરૂપી નિધિ) ૨ જંજીરની પ્રત્યેક કડીમાં