________________
માવન-વિભાવના
૨૩
૨૨. દિવસથી તેને કહું છું કે તારો મેલ સમજ , ને તેને ક્ષીણ કર તેને બદલે, તારા જ નહીં પણ મારા સંયમજીવન ઉપર પણ પાણી ફેરવવા બેઠો છે !'' (પૃ. ૧૭૩) આને બદલે વાર્તાસંગ્રહમાં (પૃ. ૧૬૦) તપોવિજયજી કહે છે. “આટઆટલા દિવસથી તને કહું છું કે તારો મેલ સમજ , ને તેને ક્ષીણ કર. તેને બદલે, તું તારા સંયમજીવન ઉપર પણ પાણી ફેરવવા બેઠો છે એટલું જ નહિ, પણ આખા શાસનની હીલના કરે છે તે સમજે છે ?”
આ બધા ફેરફારો શાસ્ત્રીય દૃષ્ટિએ વધુ યોગ્ય છે. જ્યારે છેલ્લા ફેરફારમાં તો નવલિકાના મર્મને પણ લેખકે વિશેષ પ્રગટ કર્યો છે. ધાર્મિક પરિભાષાનો આવો સુંદર વિનિયોગ કર્યો હોવા છતાં આ કૃતિ ક્યાંય સાંપ્રદાયિક રંગવાળી ધર્મકથા બની નથી, પરંતુ મનુષ્યભાવની Universal (સર્વસામાન્ય) નબળાઈ કે સહજવૃત્તિને અવલંબીને વસ્તુની ગોઠવણી દ્વારા ઉત્તમ નવલિકા બને છે.
વાર્તાની શૈલી સીધી, સાદી અને લક્ષગામી છે. શ્રી જયંતિ દલાલે કહ્યું છે તેમ, “લક્ષની એક ક્ષણની વિસ્મૃતિ પણ આ શૈલીમાં નાખી નજરે નથી દેખાતી. ન્યાયશાસ્ત્ર અને પ્રમાણશાસ્ત્રના અભ્યાસીઓએ બે બિંદુઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર સીધી લીટી છે એ સનાતન સત્ય આ શૈલી પર કોતરી દીધું છે.'
- દ્વિરેફની વાર્તાઓમાં અંતની ચોટ હોય છે. કેટલીક વાર્તાઓમાં આવી અંતની ચોટ લેખક સભાનપણે લાવ્યા હોય તેવું લાગે છે, પરંતુ ‘બુદ્ધિવિજય'નો અંત પ્રભાવક બની રહે છે. વાર્તાલેખકે અંધ બળોનું પ્રવર્તન કેવું વેધક રીતે બતાવ્યું છે ! હજાર વામ સુધી
રા. વિ. પાઠકકૃત ‘બુદ્ધિવિજય’ સુવર્ણવર્ણપ્રયોગ સમયે કોઈને હાજર નહિ રહેવાનું બુદ્ધિવિજયે કહ્યું હતું, છતાં રાજાનો જીવ ઝાલ્યો રહ્યો નહિ, બુદ્ધિવિજય હોત તો કદાચ રાજા એમના પ્રભાવથી દૂર રહ્યો હોત. પરંતુ બુદ્ધિવિજયને ઉજ્જયિની તરફ વિહાર કરવો પડ્યો. પ્રયોગ કરતી વખતે કુંવરનું શરીર ટાઢું પડતાં રાજવૈદ્યને બોલાવ્યા, પણ તેઓ બહારગામ ગયા હતા. આ સમયે ક્રોધે ભરાયેલા રાજાએ ત્રણ મારાઓને મોકલી દીધા. કમનસીબે રાજવૈદ્ય એક પ્રહર પછી આવ્યા અને તેમણે સૌને આશ્વાસન આપ્યું. પરંતુ એ પહેલાં તો બુદ્ધિવિજયને મારવા ત્રણ ઘોડેસવારો નીકળી ચૂક્યા હતા. રાજા રાત્રે નીકળ્યો હોત તો કદાચ બુદ્ધિવિજયને મારવા ગયેલા ઘોડેસવારો તેને દૂરથી જોઈ શક્યા ન હોત. પરંતુ રાજાને રાજસાંઢણી પર દરબારીઓએ સવારે જવાનું કહ્યું. આમ બુદ્ધિવિજયને નહિ મારવાનું કહેવા માટે રાજા જાતે ગયો. બુદ્ધિવિજયને જીવતો જવા દેવા ઇચ્છતા સૈનિકો રાજાને સાંઢણી પર આવતો જોઈને એના હુકમનો અમલ કરવા માટે એકસાથે અનેક ઘા મારીને તેને પૂરી કરે છે. વાર્તાનો અંત જેટલો ચમત્કૃતિપૂર્ણ છે, એટલો જ સ્વાભાવિક છે.
દ્વિરેફ સભાન શિલ્પી છે. એમની કવિતા એ ‘કાવ્યજ્ઞની કવિતા' કહેવાય છે, તો એમની વાર્તા વાંચતી વખતે એમ લાગે કે નવલિકાની ટેનિક, કથનરીતિ, વસ્તુગૂંથણી એ બધાંથી લેખક સભાન છે. આ સભાનતા અહીં અવરોધરૂપ બની નથી, બલકે એને કારણે વાર્તાનું શિલ્પ સરસ ગોઠવાય છે. એમના મનમાં કોઈ રહસ્યગર્ભ વિચાર ચાલે અને એ વિચાર એટલો ઘોળાય કે તરંગ વિચાર બને અને એમાંથી ઘટના સર્જાય. વિચાર કહેવા માટે કે અમુક મુદ્દો રજૂ કરવા માટે વાર્તા લખાઈ હોય તેમ લાગતું નથી, પણ એ મુદ્દો ઘોળાઈને
૩. 'રેખા', જુલાઈ, ૧૯૪૨