________________
ભાવન-વિભાવન
એમનો સાહિત્યપ્રેમ સર્વત્ર દેખાય છે. તેઓ ગુજરાતી સાહિત્યના વર્તમાન પ્રવાહો અને સાક્ષરોથી પરિચિત હતા. ગુજરાતી સાહિત્યના સંશોધક શ્રી કે. હ. ધ્રુવ વિશે એમણે લખેલા અપ્રગટ સ્તુતિકાવ્યમાં આ જ્ઞાની અને ધ્યાની યોગીરાજને સાહિત્યસંશોધક પ્રત્યે કેટલો આદર છે, તે પ્રગટ થાય છે. તેઓ કહે છે :
૧૫૮
“મિલનસાર સ્વભાવે સારા, સાક્ષરવર્ગમાં પ્યારા, ઉત્તમ વિદ્યાના આધારા, સદ્ગુણના અવતાર. ધન્ય ધન્ય શુભ માત તાત નૈ, ધન્ય ગુર્જર અવતારી, મોટા મનના શુભ પરમાર્થી, તવ જીવન બલિહારી. અમર કર્યું નિજ નામ જગતમાં, ગુણકારી શુભકારી, ‘બુદ્ધિસાગર’ મંગલ પાર્મો, ગુણગણના ભંડારી.”
આવી જ રીતે સાણંદથી આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ મુનિશ્રી જિનવિજયજીને મૈત્રીને બિરદાવતું અને જ્ઞાનવૃદ્ધિની અભિલાષા પ્રગટ કરતું આઠ કડીનું કાવ્ય લખ્યું છે.
આ રોજનીશીનો કેટલોક ભાગ ‘કર્મયોગ’, ‘ભજનસંગ્રહ’, ‘જૈનગીતા’ અને ‘સુખસાગર ગુરુગીતા' નામે એમના ગ્રંથોમાં પ્રગટ થયો છે. આથી અહીં અપ્રગટ એવા ગદ્ય અને પદ્ય ભાગને જોવાનો ઉપક્રમ રાખ્યો છે. આમાં સાચી ભક્તિને બતાવતા એમના એક
અપ્રગટ કાવ્યમાં તેઓ ‘હિરનો મારગ શૂરાનો છે' એમ કહેતા જણાય છે. તેઓ કહે છે કે, માત્ર મુખેથી ભક્ત કહેવડાવવાથી કામ પતી જતું નથી. એને માટે તો પ્રયત્ન અને નિષ્કામ ભાવના જરૂરી છે. તેઓ આવા કૃતક ભક્તોને પૂછે છે :
“કહે. મુખથી તમારો છું, તમોને સૌ સમર્પણ છે. વિચારી આપ ઉત્તરને, અમારી શી કરી સેવા ? હને લક્ષ્મી ઘણી વ્હાલી, તને કીર્તિ ઘણી વ્હાલી, કહે છે ભક્તિનો ભૂખ્યો, અમારી શી કરી સેવા ?"
આત્મયોગીની અંતરયાત્રા
૧૫૯
આમ કહીને વિવેક વિના વિત્ત ખરચવાની, અસત્ય અને પરિગ્રહની તેમ જ સંસારના પ્રવાહમાં ગતાનુગતિક રીતે તણાવાની સામાન્ય જનોની મનોવૃત્તિની વાત કરીને ભારપૂર્વક કહે છે –
‘ગણાવું ભક્ત કોટીમાં, નથી કાંઈ વાત એ હેલી.
આવી જ રીતે અન્ય કાવ્યમાં પરમાત્માનું જીભેથી રટણ કરનારાઓ સામે ચેતવણી ઉચ્ચારતાં એ કહે છે કે 'તત્ત્વમસિ' કે ‘સોકન્’ બોલવાથી પાર નથી આવતો. માત્ર શબ્દોથી પ્રભુ પ્રાપ્ત થશે નહીં, કારણ કે પરમાત્મા તો શબ્દાતીત છે, અને ધ્યાનમાર્ગે જ પામી શકાય છે. અખાએ ગાયેલા જીવ અને બ્રહ્મની એકતાના
અનુભવની યાદ આપે એ રીતે આ જૈન આચાર્ય આનંદભેર કહે છે“સાધનથી પ્રભુ વેગળા, સાધનથી પ્રભુ સ્કેલ; સાધન સાધક સાધ્યના એકવે છે. ગેલ. ”
આવા પરમાત્માની ઝાંખી મૌનથી થાય છે. એની ખોજ કરવાની જરૂર નથી. એ તો આપણા અંતરમાં જ વસેલો છે. માનવીની આ જ વિડંબના છે ને કે એ બહારનું બધું જુએ છે, પણ પોતાની અંદર ડોકિયું ય કરતો નથી ! અને ભીતરની દુનિયા અજાણી રહી જાય છે. એ ચંદ્રની ધરતી પર ભલે જઈ આવ્યો હોય, પરંતુ આત્માની ભૂમિ એને અજાણી લાગે છે. આ અંતરમાં રહેલી આનંદજ્યોતની જિકર કરતાં તેઓ લાક્ષણિક ઢબે કહે છે :
“જ્યાં ત્યાં પ્રભુજી શોધિયા, પણ પ્રભુજી પાસ; આનંદજ્યોત જાણીએ, રાખી મન વિશ્વાસ. પ્રેમ વિના પ્રભુજી નથી, કરો ઉપાય હજાર; મરજીવો પ્રભુને મળે, બીજા ખાવે માર. નિર્મલ ચિત્ત થયા વિના, ઈશ્વર ના દેખાય; કોટી ઉપાય કરો, કદી કાક ન ધોળો થાય."