________________
માવન-વિભાવના પરિપૂર્ણ દ્રવ્ય અને ભાવથી થાઓ. અપ્રમત્તપણે આત્મસમાધિમાં દ્રવ્ય અને ભાવથી સ્વજીવન વહો. જૈન શાસનની પ્રભાવના થાય એવા સંયોગો પ્રાપ્ત થાઓ. જૈન દૃષ્ટિએ, શાસનરક્ષક દૃષ્ટિએ, સર્વજીવદયા દૃષ્ટિએ, સર્વ નામોની અપેક્ષાએ મન, વચન અને કાયામાં ક્રિયા (કર્મ), યોગિત અને જ્ઞાનયોગિવ પ્રગટો. અધ્યાત્મજ્ઞાનનાં ઉચ્ચ રહસ્યોના અનુભવે વડે આત્મા સહજાનંદમાં મસ્ત રહો. અપ્રમત્ત ભાવની જીવન્મુક્તિમાં શુદ્ધોપયોગ વડે સ્થિરતા થાઓ. ઉત્તમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા ‘સ્વ માં પરમાત્મત્વ એનુભવાઓ.’
આ એક વર્ષ દરમિયાન એમણે અનેક સ્થળોએ વિહાર કર્યો હતો. એમાં માણસા, રિદ્રોલ, વિજાપુર, ઈડર, ખેડબ્રહ્મા, કુંભારિયાજી, અંબાજી, આબુ, અચલગઢ, દાંતીવાડા, પાલનપુર, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, ભોયણી, વીરમગામ, ગોધાવી, કલોલ, પાનસર અને પેથાપુર જેવાં જાણીતાં ગામો ઉપરાંત અન્ય ગામોનો પણ સમાવેશ થતો હતો, પરંતુ એક વર્ષમાં કરેલા આટલા વિહાર દરમિયાન એમની વાચનપ્રવૃત્તિ તો સતત અને તીવ્ર વેગે ચાલુ રહી હતી, પોતે વાંચેલાં પુસ્તકોની નોંધ તેઓ રોજનીશીમાં કરતા જાય છે. આ એક જ વર્ષમાં એમણે ‘સમયમામૃત', શુભચંદ્ર આચાર્યત ‘જ્ઞાનાર્ણવસારોદ્ધાર' (બીજી વખત), ‘રાજેન્દ્રભિધાનકોશ' (ભા. ૧), ‘જ્ઞાનચક્ર (ભા. ૮), ‘મહાબલમલયાસુંદરી’, ‘સંસ્કૃત તિલકમંજરી', ‘ચંદ્રપ્રભુ', ‘વિક્રમોર્વશીયમ્' (ભાષાંતર), ‘વિધÉરત્નમાલા’ અને ‘જૈન દૃષ્ટિએ યોગ' જેવાં પુસ્તકો વાંચ્યાં; જ્યારે આચાર્ય આનંદશંકર ધ્રુવનું ‘ધર્મવર્ણન', મનનપૂર્વક વાંચ્યું એમ કહે છે, તો માણસાના દરબાર પાસેથી લીધેલું રત્નમાલ’ પુસ્તક વાંચીને પાછું આપ્યાની નોંધ મળે છે. એ જ રીતે સાણંદની સરકારી લાઇબ્રેરીમાંથી લીધેલાં પુસ્તકો વાંચીને પાછાં આપ્યાં, તેની યાદી પણ મળે છે. આ ગ્રંથો ઉપરાંત ‘ગુજરાતનો
આત્મયોગીની અંતરયાત્રા
૧૫૩ અર્વાચીન ઇતિહાસ’, ‘કણબી-ક્ષત્રિય ઇતિહાસ’ અને ‘પદ્મમહાપુરાણ” જેવા ગ્રંથો વાંચ્યા હતા, ‘જીવનશક્તિનું બંધારણ”, “સ્વામી રામતીર્થનો સદુપદેશ' (ભાગ ૭), ‘ગુજરાત સર્વસંગ્રહ’, ‘સ્વદેશ', ‘હિંદની ઉદ્યોગસ્થિતિ', ‘ભારત લોકકથા', ‘દરિયાપારના દેશોની વાતો' જેવાં પુસ્તકો પણ વાંચ્યાં હતાં, ‘અધ્યાત્મોપનિષદ'નું ચોથી વાર મનન કર્યું, તો “જન ઑફ આર્ક', ‘કુમુદિની', ‘આંખ કી કીરકીરી', ‘શાંતિકુટિર', ‘સુભાષિતમુક્તાવલિ' તેમ જ ‘નર્મકવિતા' જેવા ગ્રંથો પણ વાંચ્યા હતા. વળી, વિ. સં. ૧૯૭૧ની વૈશાખ સુદ પાંચમના રોજ શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ આનંદઘનનાં પદો પર લખેલી પ્રસ્તાવના અને ઉપોદ્યાત વાંચ્યાની નોંધ પણ મળે છે. આ વર્ષ દરમિયાન એમની લેખનપ્રવૃત્તિ ચાલતી રહી હતી. ‘કર્મયોગ” નામનો એમનો ગ્રંથ છપાતો હતો એ પણ નોંધ્યું છે. વિહાર અને વ્યાખ્યાનો ચાલતાં હતાં, એની સાથોસાથ આટલી બધી જ્ઞાનપ્રવૃત્તિ ચાલુ રાખવી તે વિરલ જ કહેવાય. ક્યારેક કોઈ જિજ્ઞાસુનેય અભ્યાસમાં સહાયભૂત થતા હતા. સંવત ૧૯૭૧ની માગશર વદ અમાસે શા. મોહનલાલ જેસિંગભાઈને પાંચમા કર્મગ્રંથની સિત્તેર ગાથા સુધી અભ્યાસ કરાવ્યાની નોંધ પણ મળે છે. સં. ૧૯૭૧ના પોષ સુદિ છઠની નોંધમાં તેઓ લખે છે –
સાંજના સમયે કડી પ્રાંતના સુબાસાહેબ રા. ગોવિંદજીભાઈ હાથીભાઈ દર્શનાર્થે આવ્યા. તેમને પ્રજાની સેવા કરવી, સાધુઓનો ઉપદેશ શ્રવણ કરવો, પ્રજાજનોનાં દુઃખો તરફ લક્ષ્ય દેવું, લાઇબ્રેરીઓ, બોર્ડિંગો વિશેષ પ્રમાણમાં વ્યવસ્થાપૂર્વક ઉઘાડવા માટે ઉપદેશ દીધો . ગાયકવાડી રાજ્યમાં સાધુઓને માટે સંસ્કૃત પાઠશાળા ઉઘાડવા ઉપદેશ દીધો.” આવી જ રીતે ફાગણ વદ ૮ના દિવસે “પ્રો. રામમૂર્તિ સેન્ડોની મુલાકાત લઈ ધાર્મિક વિચારોનો ઉપદેશ આપ્યો” એવી નોંધ પણ મળે છે.