Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 62
________________ માન-વિભાવના જાય છે તેનું કટાક્ષમય ચિત્ર દ્વિરેફે આપ્યું છે, તો ‘બુદ્ધિવિજય'માં ઐહિક સુખ, અંગત વાસનાઓ અને આત્મવંચના માટે સિદ્ધિ અને ચમત્કાર પાછળ આંધળી દોટ મૂકનારનો કેવો કરુણ અંત આવે છે એનું ચિત્ર આપ્યું છે. જે વાત ‘કપિલરાયમાં હાસ્યકટાક્ષથી કરેલી છે, તે જ અહીં ગંભીર અને કરુણાપ્રેરક ચિંતનથી કરી છે. નવલિકામાં બુદ્ધિવિજયના જન્મથી અંતકાળ સુધીની અવધિનું આલેખન કરવામાં આવ્યું છે, પરંતુ એનાથી વાર્તા બુદ્ધિવિજયનું ચરિત્રચિત્રણ બની જતી નથી. એનું મુખ્ય કારણ તો એ છે કે તપોવિજય અને બુદ્ધિવિજયના ચિત્તની અનેક ભિન્ન ભિન્ન સ્થિતિઓ આલેખીને માનવચિત્તનાં જુદાં જુદાં સ્તરોને ખોલી આપ્યાં છે. તપોવિજયજીની આશા અને એને વિફળ કરતી બુદ્ધિવિજયની મહત્ત્વાકાંક્ષા બંને એકસાથે ગતિ કરે છે. વાર્તાની ઘટનાઓ દીવે દીવો પેટાય એમ એક પછી એક બને છે. ક્યાંય આ ઘટનાપ્રધાન વાર્તામાં કૃતકતા જણાતી નથી. સ્વાભાવિક ગતિએ જ ચાલતી આ ઘટનાઓનું વિશેષ અને અસરકારક તત્ત્વ તે એમાં આવતું dramatic element છે. ઘટનાના આવા નાટ્યાત્મક નિરૂપણથી પણ એક ચોટ સધાય છે. દ્વિરેફ ઘટનાનો અર્થ કોઈ સ્થળ ઘટના કરતા નથી. તેઓ કહે છે, “અમુક પરિણામ ખાતર જાણે બનાવ બન્યો છે એમ ન લાગવું જોઈએ પણ એ બનાવ ને એ પરિણામ એક જ નિર્માણથી બન્યાં છે એમ લાગવું જોઈએ.”* આ નવલિકામાં ક્યાંય લેખકે પોતાના તરફથી કશું મૂક્યા વિના વસ્તુને જ એવી રીતે વિકસાવ્યું છે રા. વિ. પાઠકકૃત ‘બુદ્રિવિજય” ૧૧૯ કે એક પછી એક બનાવ માનવીની વૃત્તિના ઉછાળાની સાથોસાથ ઉત્તેજનાત્મક વળાંકો લેતો લેતો આગળ વધે છે. મોપાસાં કે હેમિંગ્વની નવલિકાની વસ્તુગૂંથણી અહીં યાદ આવી જાય, ક્યાંય કોઈ યુક્તિ લેખકને અજમાવવી પડતી નથી. જુદા જુદા પ્રસંગોનો એ સંદર્ભ રચીને એક ગતિશીલ ઘટનાને આકાર આપ્યો છે. આથી આ વાર્તાનું સ્વરૂપવિધાન એક ધીંગી વાર્તાનું છે. એમાં ક્યાંય આપણને અવાસ્તવિક કે કૃત્રિમ રીતે બેસાડેલો સાંધો જોવા મળતો નથી. વાર્તાના રહસ્યની આસપાસ પાત્રોની વિગતો, બનાવોની ઘટમાળ, પરિસ્થિતિમાંથી નીપજતું ચિંતન એવાં તો ગોઠવાઈ ગયાં છે કે ક્યાંય લેખકને વાર્તાની વચ્ચે આવીને કશું કહેવું પડતું નથી. આમાં જીવનદર્શનનો ક્યાંય ભાર લાગતો નથી. લેખક જે કુતૂહલથી જ્વાળામુખી સામે જુએ છે, એ જ કુતૂહલથી જૂઈના ફૂલ સામે પણ જુએ છે. આમ, ચિંતન નકરા ચિંતનરૂપે આવતું નથી, પરંતુ વાર્તામાં આપમેળે ગૂંથાઈ જાય છે. આથી જ દ્વિરેફની નવલિકાઓમાં પ્રાસાદિક્તા અને ગહનતાનો વિલક્ષણ અનુભવ થાય છે. એમની દૃષ્ટિ ફિલસૂફની છે. માનવમનની રંગલીલાને તે પ્રગટ કરે છે. અનાકુલ બનીને પાત્રમાનસનું મનોવિશ્લેષણ કરે છે. તે ક્યારેય લાગણીના પૂરમાં તણાયા નથી. પોતે પણ નહીં અને ઘણુંખરું પાત્રો પણ નહીં. આને કારણે નવલિકામાં અકારણ આવેગ કે આકુલતા આવતાં નથી. આ જ નવલિકા ધૂમકેતુએ લખી હોત તો કેવી રીતે લખાઈ હોત, તે વિચારવું રસપ્રદ છે. એમણે એકાદ ઊર્મિને કેન્દ્રમાં રાખીને ઝીણી વિગતો કે મનોવિશ્લેષણ જવા દઈને પાત્રની કરુણતા કદાચ ઉપસાવી હોત ! નવલિકાની કથનરીતિ ઘણી નોંધપાત્ર છે. તર્કના અંકોડા મેળવીને એ આગળ વધે છે. આ તર્કબળ વાર્તાગત રહસ્યના સુરેખ શિલ્પવિધાનમાં મહત્ત્વનો ફાળો આપે છે. ૧. *સાહિત્યવિમર્શ'. લે. શ્રી રા. વિ. પાઠક, પૃ. ૧૪૮

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101