________________
રામાયણનો મર્મ - એક આસ્વાદ
૧૪૯ જેવી મનુષ્ય-મનુષ્ય વચ્ચેની દીવાલોને ઓળંગીને સંસ્કૃતિઓનું મિલન રચે છે. અસુર સંસ્કૃતિ, વાનર સંસ્કૃતિ, ભીલ-શબરે સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનાં પ્રતિનિધિરૂપ ચરિત્રો અને કુટુંબજીવન એમાં આલેખાયાં છે. રાવણના અહંકારની સામે યુદ્ધ ખેલવા બધી જાતિના લોકો રામ સાથે જોડાયા છે. નિષાદ-ભીલ અને હનુમાન તો રામના ગાઢ મિત્ર. આદિવાસી શબર જાતિની સ્ત્રી શબરીના બોર રામને માતાના ભોજન કરતાંય વધારે મીઠાં લાગે છે. જાતિ કે વર્ણની ખાઈઓને ઓળંગીને માનવજીવનની ઉદાત્ત ભાવનાનો સેતુ આ સંસ્કૃતિઓના સથવારે બાંધી શકાય.
૧૪૮
ભાવન-વિભાવના આમ વાલ્મીકિના રામ શંકા-કુશંકા, માન-અપમાન, રાગદ્વેષ જેવી, માનવીય મર્યાદાઓ સૂચવતા મનોભાવો અનુભવે છે. માત્ર એટલું જ કે રામનું ચરિત્ર સ્થળ ભાવોમાં જ સીમિત રહેવાને બદલે વ્યક્તિત્વ-વિકાસની ઊર્ધ્વગતિ પણ સાધે છે. રામમાં વચનપાલન અને દુ:ખોનો દૃઢતાથી સામનો કરવાની વૃત્તિ છે. પરંતુ કેકેયી પ્રત્યેનું એમનું વલણ માનવઔદાર્યનું શિખર દર્શાવે છે. ભરત કેકેયી પ્રત્યે સતત ધૃણા અને ફિટકાર વરસાવે છે ત્યારે રામ સતત માતૃવત્ વ્યવહાર દાખવે છે. કેકેયીનો ઉપકાર માનતાં રામ કહે છે કે વનવાસથી તો ભરતના ભાતૃપ્રેમનો, લક્ષ્મણની ભક્તિનો, સીતાના પતિવ્રતનો. સુગ્રીવની મૈત્રીનો અને સૌથી વધુ તો વાનરપુત્ર હનુમાનનાં અપરિમેય સામર્થ્ય, ડહાપણ અને વફાદારીનો સુખદ અનુભવ સાંપડ્યો. વનવાસ ગયા જ ન હોત તો આ મોતીઓની પરખ થઈ ન હોત. આમ વનવાસને આશીર્વાદ લેખતા રામનો ચેતોવિસ્તાર સ્પષ્ટ થાય છે.
રામાયણનો મર્મ રામ-રાવણના યુદ્ધમાં નથી તેટલો રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, દશરથ આદિના વ્યવહારની નાજુક અને ક્વચિત્ વિસંવાદી લાગતી રીતિમાં દેખાય છે. ‘દર્શક’ કથાનાં પડેપડ ઉકેલતા જઈને આ મર્મને વક્તવ્યના પ્રવાહમાં રમતાં-રમતાં સ્પષ્ટ કરતા ગયા છે. વનમાં જતી વખતે રામના સીતા પ્રત્યેના ઉદ્ગાર, સીતાનો સ્વીકાર કરતાં પહેલાં રામે કહેલાં કઠોર વચનો, મારીચની ચીસ સાંભળીને સીતાએ લક્ષ્મણને કહેલાં ઉપાલંભવચનો, કેકેયી પ્રત્યેનું રામ અને ભરતનું વર્તન, ભરતનો સાતત્યપૂર્ણ બંધુ-પ્રેમ વગેરે રામાયણની કથાને ગૃહકથાના ઉદાત્ત આદર્શની છાપ આપતાં દૃષ્ટાંતો છે.
રામાયણ માત્ર કુટુંબપ્રેમની જ કથા નથી, બલકે સંસ્કૃતિઓના સેતુનું રમણીય કાવ્ય પણ છે. આમાં રામનું ચરિત્ર જાતિ કે વર્ણ
રાવણ એટલે અહંકાર અને ઉન્મત્તતા. જે બળને જ આરાધ્ય માનીને સત્ય, શીલ કે ન્યાયની અવગણના કરે. આવું ઉન્મત્ત બળ રાવણમાં પ્રગટ થયું એની સામે રામમાં સ્વસ્થ બળ પ્રગટ થયું, જે બળને બદલે ધર્મને આરાધ્યદેવ માને. આ સ્વસ્થ બળનું પ્રવર્તન વેર કે બદલાની ભાવનાથી થતું નથી. માત્ર કર્તવ્યરૂપે એ પ્રગટ થાય છે. આથી તો રાવણને હણનાર રામ જ વિભીષણને એનું શ્રાદ્ધ કરવાનું સૂચવે છે અને તેમાં પોતે હાજર રહેશે તેમ કહે છે. આ રીતે વાલ્મીકિ રામાયણના મર્મનો તંતુ વ્યક્તિથી સમષ્ટિ સુધી સાંકળીને દર્શકે એક નવું પરિમાણ ઉપસાવી આપ્યું છે. વળી વાલ્મીકિ અને તુલસીદાસના સર્જનગત દૃષ્ટિભેદને પણ તેમણે સચોટ ઉપસાવ્યો છે જે આજના સંદર્ભમાં ખૂબ ઉપયોગી છે. તુલસીદાસે કરેલાં અર્થઘટનોને માટે દર્શકે યોગ્ય પરિપ્રેક્ષ્ય પૂરો પાડ્યો છે. વાલ્મીકિએ જાતિ, જ્ઞાતિ કે વર્ણના ભેદ તૂટે અને સંસ્કૃતિઓનું મિલન થાય તેવી ભાવના પ્રગટ કરી એનો જ પ્રતિઘોષ તુલસીદાસમાં દેખાય છે. વાલ્મીકિ રામના સમકાલીન હતા અને તેમની નજર રામના માનવચરિત્ર પર રહેલી છે, જ્યારે તુલસીદાસને તો મર્યાદાપુરુષોત્તમ ભક્તવત્સલ