________________
રામાયણનો મર્મ - એક આસ્વાદ
| ૧૫૧ જાય છે અને ક્યાંક પોતાના વક્તવ્યમાં જ એ આધારો વણી લે છે જેને પરિણામે સતત પ્રવાહિતા જળવાઈ છે.
દર્શકનું આ ચિંતન વ્યાખ્યાન રૂપે વ્યક્ત થયું છે. ઉપસ્થિત શ્રોતાગણને ઉદ્દેશીને કહેવાનું હોવાથી સમકાલીન રાજકીય અને સામાજિક પ્રવાહોની વાત પણ ક્યાંક ક્યાંક આવે છે, જે પ્રાસંગિક રસ પૂરો પાડવા ઉપરાંત મૂળ વિષયને વ્યાપક સંદર્ભમાં મૂકી આપે છે, જેથી અપ્રસ્તુતિ અનુભવાતી નથી. આપણી સાંસ્કૃતિક વારસાને વૈભવના આ સમર્થ ચિંતક પાસેથી આપણા આ બે મહાન ગ્રંથોના વધુ ઊંડા, વ્યવસ્થિત અને સત્ત્વપૂર્ણ અભ્યાસની અપેક્ષા જ ગાડે છે. રસબિંદુ ચાખ્યા પછી અમૃતપાનની તૃષા જાગે એવો અનુભવ આ કૃતિ વાંચતાં થયો છે.
No
ભાવન-વિભાવન વીરશિરોમણિ રામની જરૂર હતી. આથી વાલ્મીકિ રામાયણમાં રામ કરતાં ભરતનું ચરિત્ર કે સીતા કરતાં ઊર્મિલાનું ચરિત્ર ચડિયાતું લાગે છે. જ્યારે તુલસીદાસને તો એવા ત્રાતા રામ આપવા હતા જે મુસ્લિમ યુગમાં દીન, હીન, લાચાર અને વાડાઓમાં વહેંચાઈ ગયેલા સમાજને જગાડે. આથી જ તુલસીદાસના રામ શિવનું પૂજન કરે છે, તો બીજી બાજુ શંકર પાર્વતીને આ રામકથા સંભળાવે છે. આમ વાડાઓમાં વહેંચાયેલા ધર્મમાં એકતા સ્થાપવાનો તુલસીદાસનો આશય હતો, પરંતુ તુલસીદાસના રામ ભગવાન હોવાથી એમની સાંસારિક વર્તણૂક તુલસીદાસ સમજાવી શક્યા નથી. તુલસીદાસને મન સગુણ કરતાં સાકાર અને સાકાર કરતાં નામભક્તિ વિશેષ ચડિયાતા છે. હકીકતમાં તો તુલસીદાસે રામ કરતાં પણ રામનામનો મહિમા દર્શાવીને ઘણી મોટી ફાળ ભરી છે.
રામાયણ વિશેના આ બંને લેખોમાં ‘દર્શક’ અન્ય ધર્મગ્રંથોનો પણ જરૂર પડ્યે, ઉલ્લેખ કરે છે. બાઇબલની વાર્તા કે શીખ ગુરુ નાનકના હૃદયદ્રાવક ભજનનો ઉલ્લેખ છે. બ્રોનસ્કિના ‘એસેન્ટ ઑફ મેન' પુસ્તકના ઉલ્લેખની સાથોસાથ ચારણ ઇસરદાનની સત્યઘટના પણ મળે. પ્લેટો અને ઍરિસ્ટોટલના કુટુંબ વિશેના વિચારો પણ આલેખાયા છે જે એમની બહુશ્રુતતાનો પરિચય કરાવે છે. દર્શકની શૈલીમાં પ્રવાહિતા છે. વાચક સાથે મોકળે મને વાત કરતા હોય તેમ એમની શૈલી નિરાડંબર સરળતા ધરાવે છે. ક્યાંક કોઈ સૂક્તિરૂપ વાક્ય પણ મળે છે જેમકે, ‘મનને દિશા બતાવે તે મંદિર' (પૃ. ૪૦), “મનુષ્ય એટલે અન્ય લોકોના આદર અને પ્રશંસા ઝંખનારો જીવ, બીજાની નિંદા કે સ્તુતિ જેને સ્પર્શતાં જ નથી તે દેવ' (પૃ. ૫), ‘સુખદુ:ખ વહેંચીને ખાય તેનું નામ કુટુંબ' (પૃ. ૭૦). આ ઉપરાંત પોતાના વક્તવ્યના સમર્થનમાં રામાયણમાંથી લેખક આધારો ટાંકતા