________________
1પ
૧૧૪
ભાવન-વિભાવના ‘બુદ્ધિવિજયનું વસ્તુ સર્જકચિત્તની નીપજ છે. મધ્યયુગીન વાતાવરણના પરિવેશમાં મુકાયું હોવા છતાં એમાં કોઈ ધર્મકથાનો આધાર લેવામાં આવ્યો નથી. જ્યોતિષના ફળની અને સુવર્ણવર્ણ પ્રયોગની કલ્પના જૈનધર્મ કે અન્ય કોઈ ધર્મની ખાસ નથી છતાં પરંપરામાં સામાન્યપણે અનુસ્મૃત છે. તેનો લાભ લઈને લેખકે અહીં કલ્પનાનું પ્રવર્તન થવા દીધું છે. વળી ‘દ્વિરેફની વાતો” ભાગ-૩માં પ્રસ્તાવનાને અંતે તેઓએ એવી નોંધ પણ મૂકી છે કે, “આટવિક અને અડાયા વચ્ચે જે સંબંધ બતાવેલો છે તે પણ કાલ્પનિક ગણવો. અડાયુ” શબ્દ સાત્રિમાંથી જ આવ્યો છે એમ કહેવાનો ઉદ્દેશ નથી.” આમ આખુંયે કથાવસ્તુ એ સર્જક-પ્રતિભાનું ચારુ ફળ છે અને એમાંથી ગુજરાતી સાહિત્યને એક નમૂનેદાર ઘટનાપ્રધાન વાર્તા સાંપડે છે.
નવલિકાનું શીર્ષક ‘બુદ્ધિવિજય’ હોવા છતાં આપણે એને બુદ્ધિવિજયના વ્યક્તિત્વની વાર્તા નહીં કહી શકીએ. બુદ્ધિવિજય એ ઘટનાનું એક અંગ બનીને આવે છે. આમાં બનતી ઘટના જ ઘણી મહત્ત્વની છે અને એના સાંધે સાંધા મેળવતા જઈને દ્વિરેફે વાર્તારસ જમાવ્યો છે. આમેય દ્વિરેફને મતે બનાવો વિનાની વાર્તા એ હાડકાં વિનાના દેહ જેવી છે. બનાવો વાર્તાનું વાતાવરણ ઘડવા અને વાર્તાનાં પાત્રોની પરિસ્થિતિ ઘડવા આવે છે અને આ બનાવો કુદરતી કે મનુષ્યાત, જે હોય તે, પણ સ્વાભાવિક લાગવા જોઈએ એવું દ્વિરેફનું માનવું છે. ગુરુની એક ભૂલ શિષ્યના વિનાશ સુધી કેવી રીતે ઊતરી તેનું જુદા જુદા બનાવો દ્વારા એમણે આલેખન કર્યું છે. શ્રી જયંતિ દલાલ દ્વિરેફની વાર્તાશૈલીની ‘કુશળ સર્જનની સફળ શસ્ત્રક્રિયા' સાથે કરેલી સરખામણી યાદ આવે છે. વિમલશીલને ત્યાં થયેલા
રા. વિ. પાઠકકૃત ‘બુદ્ધિવિજય’ પુત્રજન્મની વધામણી અને આચાર્ય તપોવિજયજી વિમલશીલ પાસે પુત્ર માંગી લે છે તે વાર્તાનું પ્રથમ ઘટક છે, જેનો ક્રમશઃ વિસ્ફોટ વાર્તાના અંત સુધીમાં થાય છે. એથીય વિશેષ તો નગરશેઠ વિમલશીલને
ત્યાં દીકરીનું માથું લઈને આવે છે ત્યારે વિમલશીલ એમની આગળ જિનદાસ વિશેનું જે રહસ્ય સ્કુટ કરે છે તે ભવિષ્યની વાત આ વાર્તાનું મહત્ત્વનું ઘટક છે. આ ઘટનાથી ઘણી વ્યક્તિઓના ચિત્ત પર ભિન્ન ભિન્ન પ્રતિભાવ જાગે છે. વિમલશીલને તો પાકી શ્રદ્ધા છે કે જિનદાસ દીક્ષા લેશે અને જિનશાસનનો પ્રતાપી ધારક બનશે. આવું થવાનું જ છે એવી વિમલશીલને દેઢ પ્રતીતિ છે. બીજી બાજુ જિનદાસના ચિત્તમાં બે પ્રબળ વૃત્તિઓનો સંઘર્ષ જાગે છે. એક બાજુ સ્ત્રીઓને આકર્ષી શકે તેવાં તપ્તકાંચન વર્ણનું અભિમાન અને બીજી બાજુ સંન્યાસ લઈને જૈનશાસનના ધારક થવાની મહેચ્છા. પરંતુ વિમલશીલ આનાકાની વગર, જિનદાસને દીક્ષા આપવા તૈયાર હોય છે, ત્યારે તપોવિજયજી લંબાવ્યું જાય છે. તપોવિજયજીની ના પાડવાની વાત વાર્તારસને ઉત્તેજવામાં ઘણી સહાયભૂત બને છે. એમણે શા માટે ના પાડી ? તો એનો જવાબ એ હતો કે એમણે ધાર્યું તેના કરતાં જિનદાસના મનનો વળાંક જુદો હતો.
સામાન્ય રીતે ઘટના બને અને નવલિકામાં નાટ્યાત્મક વળાંક આવે તેવું બનતું હોય છે, પણ અહીં દ્વિરેફની વિશેષતા એ છે કે નાની નાની ઘટનાથી વાર્તાને બરાબર વળ ચડાવે છે. જેમકે જિનદાસ દીક્ષા લેતી વખતે તપોવિજયજીને પૂછે છે કે, “હમણાં દીક્ષા લેવાથી આપના જેવું જ્યોતિષજ્ઞાન મને મળશે ?” આમ જિનદાસનો રસ ધર્મ કરતાં જ્યોતિષજ્ઞાનમાં વિશેષ છે અને એમાં જ રહે છે. એને તપ કરતાં તેજમાં વધુ રસ છે. ધર્મપ્રચાર કરી પોતાની કીર્તિ ફેલાવવી