________________
ભાવન-વિભાવન મનુભાઈ જોધાણી અને સોમાભાઈ ભાવસાર જેવા પ્રસિદ્ધ લેખકોની રચના મળે છે.
કાગળના ભાવ આસમાને ગયા હોવા છતાં બાળકોને સચિત્ર અને નિયમિત માસિક મળી રહે તે હેતુથી ‘કમલકાત્ત 'ના તંત્રીપદે ‘બાલજીવન' પ્રગટ થયું. બાળકોને મહાપુરુષોના પગલે ચાલવાની પ્રેરણા મળે અને તેના એક ઉપાય તરીકે નિયમિત વાચન મળતું રહે તે હેતુથી આ સામયિક પ્રગટ થયું. વિ. સં. ૧૯૭૭ના કારતક મહિનામાં ‘સદ્દગત શ્રીયુત છગનલાલ દુલ્લભદાસ ગાંધીના સ્મરણાર્થે’ એવી નોંધ સાથે અને મુખપૃષ્ઠ પર એની તસવીર સાથે ‘બાલજીવનનો પહેલો અંક પ્રગટ થયો. તંત્રીની ઘડાયેલી દૃષ્ટિને કારણે ચાળીસ પાનાંના આ સામયિકે ગુજરાતી બાલજગતની ઘણી મોટી સેવા કરી. એ નાની વયનાં બાળકો માટે નહિ, પણ કુમારો માટેનું સામયિક હતું. છોકરીઓ માટે એક જુદો વિભાગ રાખવામાં આવતો. આમાં જાણીતા લોકોની સાથોસાથ ઊગતા લેખકોની રચના પ્રગટ થતી હતી. અગાઉનાં સામયિકો કરતાં ‘બાલજીવનની સચિત્રતા આગવી તરી આવતી હતી. આમાં કાવ્ય, વાર્તા, જીવનચરિત્ર, ઇતિહાસ, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, પ્રાણીકથા, રમતગમત અને સાહસ કથાઓ આપવામાં આવતી હતી જેથી ‘બાલજીવનમાં સારું એવું વિષયવૈવિધ્ય સાંપડતું. ‘વિકસતું વિજ્ઞાન' શીર્ષક હેઠળ વિજ્ઞાનના સમાચારો, ‘નવાજૂની'માં રસપ્રદ બનાવો તેમ જ ‘દેશ અને દુનિયા'ના શીર્ષકથી દુનિયાના સવાલોનો ખ્યાલ આપવામાં આવતો. આ માસિકનો હેતુ દર્શાવતાં તંત્રી લખે છે :
બાલજીવનના દરેક પ્રશ્નોને બારીકાઈથી ચર્ચવાનો અને બાલ કોને સંગીન અને તેમની બુદ્ધિમાં વધારો કરી તેમનામાં સ્વાશ્રય,
આપણાં બાળસામયિકો સ્વત્વ, સ્વાભિમાન, સ્વદેશાભિમાન અને દઢ નિશ્ચયની લાગણીઓ જાગૃત કરે તથા હાલના તેમના શિક્ષણને અંગે તેમને ઉપયોગી થઈ પડે અને અનેક પ્રકારનું જ્ઞાન તેઓ મેળવી શકે તેવા સચિત્ર લેખો આ
માસિક દ્વારા પ્રગટ કરાવાને આ માસિકનો ઉદ્દેશ છે.” (‘તંત્રીનું નિવેદન’, ‘બાલજીવન’ વર્ષ-૧, અંક-૧, કારતક સે, ૧૯૭૭ પૃ. ૩૩)
‘બાલજીવન’ શ્રી રમણલાલ ના. શાહના તંત્રીપદે ઘણાં વર્ષો સુધી ગુજરાતી બાલજગતને રુચિપૂર્ણ વાચન પીરસ્યું હતું, તેમ જ એને વર્તમાન સમયની ઘટનાઓ સાથે સંપર્કમાં રાખ્યું હતું.
ઈ. સ. ૧૯૨૧ના ઑગસ્ટ માસમાં ‘બાળકોને લગતું સાહિત્ય નહિ, પણ બાળકો માટે’ સાહિત્ય પ્રગટ કરવાના હેતુથી ‘બાલમિત્રનો પ્રારંભ થયો. છથી સોળ વર્ષનાં છોકરા-છોકરીઓને આનંદ સાથે જ્ઞાન મળે તેમ જ એમનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય તેવી વાચનસામગ્રી આપવાનો ‘બાલમિત્રનો હેતુ હતો. ચરોતર એજ્યુકેશન સોસાયટીને શ્રી જીવનલાલ મોતીચંદે બાળકોની સેવા માટે આપેલા દાનની એક યોજનારૂપે આ સામયિક શ્રી ડાહ્યાભાઈ લમણભાઈ પટેલના અધિપતિપદે પ્રગટ થયું. એના બીજા અંકમાં તેર વર્ષનાં વિનોદિની નીલકંઠનો ‘કોયલાની જીવનકથા’ નામનો લેખ મળે છે. ‘બાલમિત્ર'નું રંગીન મુખપૃષ્ઠ બાળકોને આકર્ષે તેવું હતું. એમાં ચરિત્રો, લેખો, વાર્તાઓ, ઉખાણાં અને સામાન્ય જ્ઞાનના લેખો ઉપરાંત અંગ્રેજી, હિંદી કે બંગાળી લેખ યા વાર્તાના અનુવાદો પણ આપવામાં આવતા હતા. મુખપૃષ્ઠના પાછળને પાને કવિતા અપાતી તો ‘મોઢે કરવા જેવી કવિતા' વિભાગમાં મીરાં, શામળ જેવા મધ્યકાલીન કવિઓની જાણીતી કવિતાનો આપવામાં આવતી. આમ સચિત્રતા અને વૈવિધ્ય બંને દૃષ્ટિએ આ સામયિક નોંધપાત્ર