Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 66
________________ ભાવન-વિભાવના આવતા. ક્યાંક વાર્તાને અંતે એનો સાર પણ તારવી આપવામાં આવતો. આ સામયિકની ભાષા પર પારસી બોલીની કોઈ છાપ જણાતી નથી, પણ ધર્માતરની પ્રવૃત્તિનો હેતુ સ્પષ્ટપણે વર્તાય છે. ધીરે ધીરે ‘સત્યોદય’ માત્ર ધર્મપ્રચારલક્ષી જ બની ગયું અને પછીના સમયમાં તો એનાં ભાષા, લખાણ અને વિષયસામગ્રી મોટી વયનાને ઉપયોગી થાય તે રીતે આપવામાં આવતાં. પારસીઓએ અર્વાચીન ગુજરાતી પત્રકારત્વના પ્રારંભકાળે પ્રદાન કર્યું છે. એ જ પારસીઓએ ગુજરાતને સાચા અર્થમાં પહેલું બાળસામયિક આપ્યું છે. ઈ. સ. ૧૮૭૭ના સપ્ટેમ્બરમાં ‘બાળોદય’ નામનું બાર પાનાંનું બાળકો માટેનું માસિક શરૂ થયું. આ સામયિકને છેલ્લે પાને ‘મુંબઈ સમાચાર છાપખાનામાં માણેકજી બરજોરજી મીનોચેહેર હોમજીનાએ છાપીયું છે.' – એવી નોંધ મળે છે. પહેલે વર્ષે એનું વાર્ષિક લવાજમ ચાર આના હતું, જે બીજા વર્ષના બીજા અંકથી ત્રણ આના કરવામાં આવ્યું ! સામયિકની ભાષા પર પારસી બોલીની ઘણી છાંટ છે. વર્ષના પ્રારંભે લેખક લખે છે : છોકરાંઓ ! તમારાં બાલોદયે પોતાનું બીજું વરસ પણ પસાર કીધું છે; અને તે આજે હસતે મોંડે તરીજા વરસમાં દાખલ થાય છે. તેણે પોતાનાં પહેલાં વરસમાં તમારી જોડે પોતાની નાની વય પ્રમાણે નાની વાતો કરી છે; બીજા વરસમાં તેથી પણ મોટી કરશે. એ રીતે તે પોતાની ઊલટમાં આગલ વધતું રહ્યું છે; અને તે જ પ્રમાણે તમોએ પણ તમારી ઊલટમાં આગલ વધતાં રહેવું જોઈએ છે.” (બાળોદય', સપ્ટેમ્બર ૧૮૭૯, પૃ. ૩) આ સામયિકના પ્રથમ પાને પ્રાર્થના પ્રસિદ્ધ થતી હતી, પરંતુ આપણાં બાળસામયિકો ૧૨૩ ત્રીજા વર્ષના ચોથા અંકથી પહેલે પાને દાંતની માવજત, રેલવે, ચોખ્ખી હવા, સાબુની જરૂર કે વરસાદના દિવસો વિશેના લેખ મળે છે. ‘બાળોદય ’માં નાની વાર્તા, સંવાદ, સામાન્ય જ્ઞાન, સદાચરણ, ચોખ્ખાઈ, સ્ત્રી-કેળવણી જેવા વિષયો પર બોધલક્ષી લેખો પ્રગટ થતા. કાવ્યો, દોહરા તેમ જ શિક્ષક અને શિષ્યો વચ્ચેનો સંવાદ અપાતાં. વળી ‘અક્ષર સુધારવા વિષે’ ગરબી મળે છે, તો ભૂગોળ અને વ્યાકરણની સંવાદરૂપે સમજ આપતા લેખો મળે છે. બાર પાનાંના આ સામયિકમાં એકાદ ચિત્ર પણ મળે છે. અમદાવાદની શ્રી બાલ જ્ઞાનવર્ધક સભા તરફથી ઈ. સ. ૧૮૨૨ના જાન્યુઆરીમાં ‘બાળકોને સર્વોત્તમ રસ્તે ચડાવવાના હેતુથી' ‘બાળ જ્ઞાનવર્ધક' નામનું બાર પાનાંનું માસિક પ્રગટ કરવામાં આવ્યું. આના દરેક અંક પર વર્ષ દરમિયાન એક જ શ્લોક મૂકવામાં આવતો તેમ જ પહેલે પાને સંસ્કૃત સુભાષિત અને નીચે ગુજરાતી ભાષાંતર આપવામાં આવતું. એના મુખપૃષ્ઠ પર “મામાની હવેલીમાં અ. યુનાઇટેડ પ્રા. અને જ. એ. કંપની લિમિટેડના પ્રેસમાં રણછોડલાલ ગંગારામે છાપી પ્રસિદ્ધ કર્યું.” આ પ્રકારની નોંધ પ્રસિદ્ધ થતી. ‘બાળ જ્ઞાનવર્ધક'નું વાર્ષિક લવાજમ છ આના અને છૂટક નકલની કિંમત છ પાઈ હતી. આમાં કવિતા, વાર્તા, નાટક, બોધક નિબંધ વગેરે પ્રગટ થતાં. ‘સંપ’, ‘ચિંતા’, ‘વૈર્ય’, ‘નિંદા', ‘જીભ', ‘સુધારો’, ‘કસરત', ‘પ્રામાણિકતા” જેવા વિષયોનાં લખાણો મળે છે. આ સામયિકના લેખો બાળકો માટે ભારેખમ ગણાય. વળી ઘણા નાના ટાઇપમાં પ્રગટ થતું ચિત્ર વિનાનું આ સામયિક બાળકો કરતાં મોટાંઓ માટે વધુ લેખસામગ્રી ધરાવે છે. ઈ. સ. ૧૯૦૨ના સપ્ટેમ્બરમાં શરૂ થયેલા ‘સુંદરી સુબોધ' સામયિકમાં ‘બાલોદ્યાન” નામનો એક લેખવિભાગ પ્રગટ થતો હતો. એક તો એ અનિયમિત રીતે પ્રગટ થતો અને વળી

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101