________________
૧૩૩
ભાવન-વિભાવન
બાળકોના સંસ્કારઘડતરની એક ચોક્કસ દૃષ્ટિનો આમાંથી ખ્યાલ મળી રહે છે. વાર્તા, કથા, કવિતા, ચરિત્ર, ટુચકા, નાટિકા તેમ જ હિંદીના પાઠ પણ આપવામાં આવતા. ગિજુભાઈ, તારાબહેન મોડક, સોમાભાઈ ભાવસાર, જુગતરામ દવે, રમણલાલ શાહ, પુરાતન બુચ તથા દિનુભાઈ જોષી જેવા જાણીતા લેખકોના લેખો આમાં પ્રસિદ્ધ થયા છે. એના ચોથા વર્ષના નવમા અંકથી તંત્રીપદની જવાબદારી ઇન્દુલાલ હ. કોઠારી અને કીરતન લટકારીએ સંભાળી. જોકે એ પછી, સામયિકનું વૈવિધ્ય થોડું ઓછું થયું. આ સામિયકે ‘આપણી બાળ ગ્રંથમાળા' નામની પુસ્તકોની શ્રેણી હેઠળ બાળસાહિત્યનાં કેટલાંક સુંદર પુસ્તકો આપ્યાં.
૧૯૪૯ની ૧લી જૂને માતબાર સામગ્રી અને રંગબેરંગી સજાવટ સાથે શ્રી કિશોર શામળદાસ ગાંધીના તંત્રીપદે રમકડું’ નામનું બાળમાસિક પ્રગટ થયું, એણે સારી એવી બાળ-પ્રિયતા હાંસલ કરી. એમાં લેખ, કવિતા, વાર્તા, પરિચય, પ્રશ્નોત્તરી અને પ્રસંગકથા ઉપરાંત બાળકોને ગમી જાય તેવી ચિત્રવાર્તા આપવામાં આવતી
હતી. એનાં લખાણો ઉચ્ચ ધોરણ જાળવતાં હતાં તેમ જ તેનું મુદ્રણ સચિત્ર અને સફાઈદાર હોવાથી એ સમયનાં બાળસામયિકોમાં એણે આગવી ભાત પાડી હતી. એક સો પાનાં ધરાવતા આ માસિકનો દીપોત્સવી અંક ઘણો દળદાર પ્રસિદ્ધ થતો. 'રમકડું’ સામયિકે સુંદર લખાણો, વ્યવસ્થિત ગોઠવણી અને બાળકો માટેની વાંચનસામગ્રીની સૂઝને કારણે વ્યાપક આદર મેળવ્યો હતો. પરંતુ લગભગ ૧૯૮૮થી એનું પ્રકાશન બંધ થયું, તે દુ:ખદ બિના કહેવાય.
૧૯૫૬નું વર્ષ ગુજરાતી બાલસાહિત્યનાં સામયિકો માટે સીમાચિöરૂપ ગણાય. આ વર્ષે ગુજરાતનાં માતબર દૈનિકોએ
આપણાં બાળસામયિકો
૧૩૩
બાળસામયિકની દિશામાં પ્રયાણ આદર્યું. અત્યાર સુધી આ દૈનિકોમાં દર અઠવાડિયે બાળકો માટેનો એક વિભાગ પ્રગટ થતો હતો, પરંતુ ‘રમકડું’ને મળેલી સફળતા તેમ જ બાળકોની ઊઘડેલી વાચનભૂખને કારણે ગુજરાતનાં દૈનિકો આવું સાહસ કરવા પ્રેરાયાં, જેને પરિણામે ‘ગુજરાત સમાચારે’ ‘ઝગમગ’ અને ‘સંદેશે’ ‘બાલસંદેશ' નામનું બાળ-સાપ્તાહિક શરૂ કર્યું. ‘ગુજરાત સમાચાર'માં દર અઠવાડિયે એક વાર બાળકો માટેનો ‘બાળમેળો' વિભાગ આવતો હતો. એનું સંપાદન શ્રી જીવરામ જોષી કરતા હતા અને તેમને જ ‘ગુજરાત સમાચારે' પ્રસિદ્ધ કરેલા અઠવાડિક ‘ઝગમગ'નું સંપાદન સોંપાયું. એમણે મિયાં ફુસકી, છેલ છબો, અડુકિયો-દડુકિયો અને છકો-મકો જેવાં બાળકોની કલ્પનાસૃષ્ટિમાં લાંબા સમય સુધી રમ્યા કરે તેવાં પાત્રો આપ્યાં. ‘ઝગમગ' સાપ્તાહિકે વિશાળ બાળ-ચાહના હાંસલ કરી. અત્યારે પણ આ સાપ્તાહિક ‘ગુજરાત સમાચાર' દ્વારા પ્રગટ થઈ રહ્યું છે.
‘સંદેશ’ દૈનિક દ્વારા ‘બાલસંદેશ' નામના અઠવાડિકનો પ્રારંભ
કરવામાં આવ્યો. આ અઠવાડિક લાંબા સમય સુધી પ્રગટ થતું રહ્યું. ૧૯૮૮ના અરસામાં એનું પ્રકાશન બંધ થયું છે. ૧૯૫૨માં બે માતબર બાળસાપ્તાહિકો ગુજરાતમાં શરૂ થયાં, તો ૧૯૫૪માં મદ્રાસથી પ્રગટ થતા ‘ચાંદામામા’ની ગુજરાતી આવૃત્તિ પ્રકાશિત થઈ. રંગીન ચિત્રકામથી શોભતા આ સામયિકનો બાળકોની વાચનભૂખને કારણે સારો એવો પ્રસાર થયો. મોટા ટાઇપ અને સફાઈદાર છપાઈ એના વાચનને સુગમ બનાવતાં હતાં, પરંતુ સામગ્રીની દૃષ્ટિએ તેમ જ ભાષાશુદ્ધિની દૃષ્ટિએ આ સામયિક ઘણું સામાન્ય હતું. મુખ્યત્વે કથાઓ પર ઝોક આપીને બાળકોના વાર્તારસને ઉત્તેજવાનો એનો હેતુ રહ્યો, પરંતુ એમાં વૈતાલપચ્ચીસી કે સિંદબાદના સાહસની કથાઓ તો ઠીક, પરંતુ