Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 67
________________ ૧૨૮ ભાવન-વિભાવના ૧૨e તેમાં મોટે ભાગે બાળકોને અનુલક્ષીને માતા-પિતાને માર્ગદર્શન આપતા લેખો પ્રકાશિત થતા હતા. ‘સંપાદક, પ્રકાશક અને પ્રિન્ટર' શ્રી મહાશંકર લલ્લુભાઈ ભટ્ટે ઈ. સ. ૧૯૧૧ના જાન્યુઆરીમાં ‘બાલશિક્ષક' નામનું માસિક શરૂ કર્યું. એનો હેતુ ‘બાલશિક્ષકના કેટલાક અંકોના મુખપૃષ્ઠ પર આ પંક્તિઓ દ્વારા રજૂ થતો; ઊંડા અંધકારે રખડતાં નિજ બાળ નિહાળો, તેને જ્ઞાન દીપક આપી સુખના માર્ગમાં વાળો – ગહન નિદ્રા થકી જાગો.” સવા રૂપિયાનું વાર્ષિક લવાજમ ધરાવતા ‘બાલશિક્ષકના પ્રારંભિક અંકો સારા કાગળ, સુયોજિત ગોઠવણી અને સફાઈદાર મુદ્રણ ધરાવે છે. ૧૯૧૫ના નવેમ્બર મહિનાના અંકમાં તેનો ફેલાવો ૪000 નકલોનો લખેલો છે. ‘બાલશિક્ષક' સાત વર્ષ સુધી જાહેરખબર વિના પ્રગટ થતું રહ્યું, પરંતુ પછી આર્થિક સંકડામણને કારણે જાહેરખબર લેવી પડી. આમાં કાવ્યો, ટુચકા, ઉખાણાં, પ્રશ્નોત્તરી, ઐતિહાસિક કથાઓ, વિજ્ઞાનના પ્રયોગો અને સંવાદ દ્વારા સામાન્ય જ્ઞાન આપવામાં આવતાં હતાં. રામાયણ, મહાભારત અને ઈસપની કથાઓ આમાં આલેખાઈ છે તો બીજી બાજુ ભૂગોળ, નીતિશિક્ષણ, મહાપુરુષોનાં ચરિત્રો તેમ જ રમતગમત વિશેના લેખો મળે છે. આ સામયિક પોતાને ‘ગુજરાતી ભાષામાં સર્વથી પહેલું અને એકનું એક જ બાલોપયોગી માસિક' કહેવડાવે છે. પણ આ કથન ઇતિહાસદૃષ્ટિએ યથાર્થ નથી. ‘બાલશિક્ષક’ના પહેલા છ મહિનાના ગાળાને પૂર્વાર્ધ તરીકે અને બાકીના સમયને ઉત્તરાર્ધ તરીકે વહેંચી નાખવામાં આવ્યા છે. આ સામયિકનું મુખ્ય લક્ષ બાળકોને બોધ અને માહિતી આપવાનું આપણાં બાળસામયિકો છે. એની સચિત્રતા પણ નોંધપાત્ર ગણાય. છઠ્ઠા વર્ષે એનું કદ બદલવામાં આવ્યું અને સાથોસાથ સામાન્ય કાગળ પર એનું મુદ્રણ થવા લાગ્યું. સાતમાં વર્ષે ફરી આ સામયિકે કદપરિવર્તન કર્યું અને પ૦ પાનાંના બે ભાગ કર્યા. આમાં પ્રથમ ભાગમાં ચોથા ધોરણ સુધીનાં બાળકો માટે મોટા ટાઈપમાં લેખો આપવામાં આવતા હતા. જ્યારે બીજા ભાગમાં ચોથા ધોરણે પછીના વિદ્યાર્થીઓ તેમ જ માતાપિતા અને શિક્ષકોને ઉપયોગી સામગ્રી આપવામાં આવતી હતી. ઈ. સ. ૧૯૧૨માં શ્રેયસાધક અધિકારીવર્ગ તરફથી બાળકો માટે ‘બાળકોનો બંધુ' પ્રગટ થયું પણ તે લાંબો સમય ચાલ્યું નહિ. સ્ત્રી-કેળવણી અને સંસારસુધારા માટે ‘સ્ત્રી-બોધ’ નામનું સામયિક પુતળીબાઈ કાબ્રાજી અને કેશવપ્રસાદ દેસાઈએ શરૂ કર્યું હતું. એમાં ૧૯૧૯ની જાન્યુઆરીએ આઠ પાનાં ધરાવતો અલાયદો બાળક” વિભાગ પ્રગટ થયો. ત્રીજે વર્ષે આ વિભાગમાં ૧૬ પાનાં અને ચોથે વર્ષે ૨૪ પાનાં આપવામાં આવ્યાં. ૬૮ પાનાંના ‘સ્ત્રીબોધ માં ૨૪ પાનાંનો બાળકો માટે ‘બાળક' વિભાગ અપાય, તે એક અલગ સામયિક જેટલું મહત્ત્વ ધરાવે છે. ગુજરાતમાંથી પ્રસિદ્ધ થયેલાં સ્ત્રીવિષયક સામયિકોમાં ક્વચિત્ બાળવિભાગ આપવામાં આવે છે, પરંતુ ‘સ્ત્રી-બોધ' જેટલો સમૃદ્ધ બાળવિભાગ ક્યાંય જોવા મળતો નથી. આ સામયિકના ‘બાળક' વિભાગમાં કવિતા, વાર્તા, ઉખાણાં, કોયડા, પ્રાણીપરિચય, રમતપરિચય, તેમ જ બાળકોએ લખેલા ‘બાળકોના લેખો' નામનો વિભાગ આપવામાં આવતો. રામાયણ, સિંહાસનબત્રીસી તેમ જ શામળ ભટ્ટની વાર્તાઓ હપતાવાર અપાતી, એટલું જ નહિ, પણ એમાં હિંદી વિભાગ આપવામાં આવતો. હિંદી લેખની નીચે ગુજરાતી તરજુમો પણ અપાતો. “બાળક” વિભાગમાં સુંદરમ્, રમણલાલ ના. શાહ, દેશળજી પરમાર, જીવરામ જોષી,

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101