Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 63
________________ ૧૨૧ ૧૨૦ ભાવન-વિભાવન બુદ્ધિવિજય’ નવલિકામાં જૈનધર્મની પરિભાષાને કારણે વાર્તાને classical touch મળે છે. વાતાવરણને અનુરૂપ સ્વાભાવિકતા લાવવા માટે લેખકે જૈનધર્મશાસ્ત્રની પરિભાષાનો અને વિધિવિધાનનો અમુક સ્થાનો પર ઉપયોગ કર્યો છે. દ્વિરેફ એક જાગ્રત સર્જક છે અને એનો ખ્યાલ તો આ વાર્તા પહેલાં ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સ્મારક ગ્રંથ'માં પ્રગટ થઈ અને પછી ‘દ્વિરેફની વાતો' ભાગ-૩માં ગ્રંથસ્થ કરી તે દરમિયાન એમણે આ વાર્તામાં કરેલા સુધારા પરથી આવે છે. સૌથી મોટો ફેરફાર પ્રથમ પેરેગ્રાફમાં કર્યો છે. ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સ્મારક ગ્રંથ માં આ પ્રમાણે છે – “વ્યાખ્યાન પૂરું થયું. આચાર્ય તપોવિજયજી ઠવણી પરથી બાકીનાં પાનાં ધીરે હાથ લઈ, પોથી બાંધી ઊભા થઈ, પોતાના ખંડ તરફ ધીમે પગલે ચાલવા માંડ્યા. રસ્તામાં હંમેશ માફક દ્વાર આગળ ઊભા રહી બધા જતા માણસોને “ધર્મલાભ’ કહેવા લાગ્યાં. હંમેશની પેઠે મહારાજ ને અંદરના ખંડ સુધી મૂકવા જવા નગરના ભાવિક શેઠ વિમલશીલ દ્વાર આગળ ઊભા હતા, તેમને પણ તેમણે છેવટે અહીં જ “ધર્મલાભ' કહ્યો ત્યારે તેમણે વિનયથી કહ્યું : “આવું છું ને ? " જ્યારે ‘દ્વિરેફની વાતો” ભાગ-૩માં આ મુજબ છે : વ્યાખ્યાન પૂરું થયું. આચાર્ય તપોવિજયજી વ્યાખ્યાનનું ચાલુ પાનું ધીરેથી ગ્રંથમાં ગોઠવી, પોથી બાંધી ઊભા થઈ, પોતાના રા. વિ. પાઠકકૃત ‘બુદ્ધિવિજય’ ખંડ તરફ ધીમે પગલે ચાલવા માંડ્યા. ચાલતા ચાલતા, માર્ગમાં ભાવથી સામું જોનારને અમૃતમય દૃષ્ટિથી વિદાય-આશીર્વાદ આપતા, અને વંદના કરતા શ્રાવકોને વૈખરીથી ‘ધર્મલાભ” કહેતાં, નગરના ભાવિક શેઠ વિમલશીલ ઊભા હતા ત્યાં તેઓ આવી પહોંચ્યા. વિમલશીલ હંમેશ મહારાજને અંદરના ખંડ સુધી મૂકવા જતા અને બે ઘડી મહારાજનો વિશેષ સત્સંગ સાધી પછી જતા. તેમની સામે પણ આજે તેમણે વિદાયની દૃષ્ટિ કરી ત્યારે તેમણે વિનયથી કહ્યું : “આવું છું ને ?” વિમલશીલ આચાર્ય મહારાજને અનુકૂળતાએ પધારવા અને આઠમે વર્ષે જરૂર પધારવા વિનંતી કરે છે ત્યારે મૂળમાં (શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સ્મારક ગ્રંથમાં) તપોવિજયજી ‘ધર્મલાભ' કહે છે તેને બદલે પુસ્તકમાં (‘દ્વિરેફની વાતો” ભાગ-૩) “યથાવર્તમાન' શબ્દ મૂક્યો છે, તે જૈનશાસ્ત્ર પ્રમાણે વધુ ઉચિત છે. આવી જ રીતે મુળમાં તપોવિજયજી ‘પાંચ વરસ પછી ફરી આવવા કહી પાછા વિહારે ચાલ્યા ગયા” (પૃ. ૧૭૧) એમ છે. જ્યારે વાર્તાસંગ્રહમાં ‘પાંચ વરસ પછી વિચાર કરીશું કહી તેઓ પાછા વિહારે ચાલ્યા ગયા' તેમ છે. આવી જ રીતે ‘બુદ્ધિવિજય પોતાની સર્વસંપત્તિ અને શક્તિના પ્રદર્શનપૂર્વક ગોચરીએ ગયેલો” તેને બદલે વાર્તાસંગ્રહમાં ‘બુદ્ધિવિજય પોતાના સર્વ ઉપસ્કરણ અને શક્તિના પ્રદર્શનપૂર્વક ગોચરીએ ગયેલો' એમ મળે છે. ૨. શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સ્મારક ગ્રંથ, ઈ. સ. ૧૯૧૫ ૧૯૪૦. પ્રકાશક : મહાવીર જૈન વિદ્યાલય, પૃ. ૧૭૦ નગરના કોટિપતિની દીકરી બુદ્ધિવિજય પર મોહિત થયાની વાત સાંભળી દુ:ખ અને ધૃણા સાથે તપોવિજયજી કહે છે, “આટઆટલા

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101