Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 61
________________ ૧૬ ભાવન-વિભાવના છે. ત્યાગથી નહીં પણ ફલજ્યોતિષથી સર્વને ચકિત કરવા છે. લોકો આગળ સિદ્ધિ કે ચમત્કાર મૂકીને તો તેઓ ધર્મ તરફ આકર્ષાય છે. એવી માન્યતા બુદ્ધિવિજયમાં ઘર કરી ગઈ છે, પણ બને છે એવું કે જે વસ્તુ તપોવિજયજી ત્યજવાનું કહે છે એ જ વસ્તુ તેઓ બુદ્ધિવિજયને આપે છે. આમાં જ તપોવિજયજીના જીવનની વિધિવક્તા રહેલી છે. રાજા પર પ્રભાવ પાડવા બુદ્ધિવિજય પ્રયત્ન કરે છે. લોકેષણા ધર્મષણા પર કાબુ મેળવે છે. બુદ્ધિવિજયે ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું, ગુરુના ગ્રંથો વાંચ્યા, ગુરુએ આપેલો અર્થ પામ્યો પણ ગુરુની ચેતવણી વીસરી જતાં કેવું વિપરીત પરિણામ આવશે તેનો એને ખ્યાલ ન રહ્યો. રાજાને સિદ્ધિનો ચમત્કાર બતાવવાના આશયથી બુદ્ધિવિજય સુવર્ણવર્ણનો પ્રયોગ કર્યો એ વાર્તાનું મુખ્ય સંઘર્ષબિન્દુ બને છે. તેને પરિણામે વાર્તાના અંત તરફ જતાં વધારે ને વધારે વળાંકો આવે છે. ‘દ્વિરેફની વાતો' ભાગ-૨ લખતી વખતે લેખકનું માનસ અને દૃષ્ટિકોણ બદલાયાં હતાં. તેઓ એમ માનતા હતા કે, જગતમાં ક્યાંય એવી જગાએ અનિષ્ટ રહેલું છે કે તેની પાસે માણસ લાચાર, નિરુપાય હોય છે. માણસમાં એવાં ગુઢ અંધ બળો રહેલા છે જેની આગળ વ્યક્તિ બિચારી કશું જ કરી શકતી નથી, અને ઊંટ નકલથી દોરાય તેમ, શિષ્યની વૃત્તિને જાણતા હોવા છતાં એના માયાવી વ્યક્તિત્વને પલટી શકતા નથી. બીજી બાજુ જે જ્યોતિષને તેઓ મિથ્યાશ્રુત કહે છે એ જ જ્યોતિષને આધારે વિમલશીલના પુત્ર વિશે ભવિષ્યવાણી ઉચ્ચારવાનું પ્રલોભન છોડી શકતા નથી. જિનદાસને પણ દીક્ષા લઈને પણ એવું જ જ્યોતિષજ્ઞાન મેળવવાની ઇચ્છા હોય છે. જે પ્રલોભનનો ગુરુ શિકાર થયા તેમાંથી તેઓ શિષ્યને કઈ રીતે પાછો વાળી શકે ? તપોવિજયજી જે નાનકડી લાલચની નિર્બળતાનો રા. વિ. પાટંકકૃત ‘બુદ્રિવિજય” 11૩ શિકાર થયા, એ લાલચ જ બુદ્ધિવિજયના પતનનું કારણ બને છે. બુદ્ધિવિજય એનું જ્ઞાન કામ્યકામનાઓ સિદ્ધ કરવા માટે પ્રયોજે છે. આરંભમાં જ એનો નિર્દેશ ગુરુને થઈ ગયો હોવા છતાં એને પાછો વાળી શકતા નથી. ઊલટું, એના વિનાશનું નિમિત્ત બને છે. તપોવિજયજીએ મિથ્યાશ્રુત જ્યોતિષને આધારે જિનદાસ વિશે ગણિત કર્યું ન હોત તો ? વળી એ જાણ્યા પછી પણ એમણે વિમલશીલ આગળ મહાન દીક્ષાયોગની વાત કરી ન હોત તો ? એથીય વિશેષ તો નગરશેઠ સાથે વિમલશીલ વાતચીત કરતા હતા તે જિનદાસે સાંભળી ન હોત તો ? વળી એ સાંભળ્યા પછી પણ જિનદાસે એનું યોગ્ય રીતે આર્થઘટન કર્યું હોત તો તે સાચું સંયમી જીવન પામી શક્યો હોત, પણ સંસારનો ત્યાગ કર્યો હોવા છતાં નાનકડી એવી લિસા માનવીના પતનનું કેવું કારણ બને છે, તે લેખકે અહીં દર્શાવ્યું. બુદ્ધિવિજય એની કામના સિદ્ધ કરવા માટે જાળાં રચી રહ્યો છે, પણ અંતે એ પોતે જ પોતાના જાળામાં સપડાઈ જાય છે. એની ચમત્કારિક સિદ્ધિ જ એના વિનાશનું કારણ બને છે. આટવિક પ્રયોગ નહીં કરવાની ગુરુએ આપેલી શિખામણ સિદ્ધિ અને પ્રચારના તોરમાં એ હાસ્યાસ્પદ ગણે છે અને એ જ પ્રયોગ બુદ્ધિવિજયનું મૃત્યુ નોતરે છે. આમ, મનુષ્યજીવનનાં રહસ્યોની સંકુલતા આમાંથી સમજાય છે. બુદ્ધિવિજયની સઘળી આકાંક્ષા, સત્તા, શક્તિ અને કીર્તિ નિમિત્ત આગળ કેવી સામાન્ય પુરવાર થાય છે ! આ નવલિકામાં તપોવિજયજી અને બુદ્ધિવિજય બંનેના જીવનમાં આવાં ‘ગૂઢ અંધ બળો'નું પ્રવર્તન જોવા મળે છે. ‘ કપિલરાય' નવલિકામાં સામાન્ય લેખનશક્તિ ધરાવતો માનવી અદમ્ય આકાંક્ષા અને અતિશય અહમૂને કારણે પાગલ બની

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101