________________
ભાવન-વિભાવન
આ ઊર્મિકવિની કવિતામાં મંત્રમુગ્ધ કરી દેનારી સંગીતમયતા છે. ફૈઝની કવિતામાં ઉર્દૂની પરંપરાગત પ્રણયકવિતામાં ‘રકીબ’ને ખલનાયક તરીકે રજૂ કરવામાં આવતો હતો. એ રકીબ પ્રત્યે ક્રોધ, તિરસ્કાર, ઘૃણા જેવા ભાવો કવિ પ્રગટ કરતો, પરંતુ ફૈઝે ‘૨કીબ સે' નામના કાવ્યમાં એક નવો જ પ્રગતિશીલ દૃષ્ટિકોણ આપ્યો. જેમાં કવિ રકીબને કહે છે. આ પ્રેમથી આપણે બંને શું શું શીખ્યા અને શું શું પામ્યા -
આજઝી સીખી, ગરીબોં કી હિમાયત સીખી
૧૧૦
યાસો હિરમાન કે, દુખ દર્દ કે માની સીખે
જૈર દોં કે મસાયબ કો સમઝના સીખા । સદે આહીં કે, રુખે જર્દ કે માની સીખે
ફૈઝ ઉર્દૂની ક્લાસિકલ કવિતાનો બધો જ અસબાબ અપનાવે
છે. ફૈઝ ઇરકને પણ બે અર્થમાં પ્રયોજે છે. એમની કવિતા દો ઇશ્કમાં પ્રારંભમાં ઇશ્કને વિચારધારા કે સંઘર્ષના પ્રેમ સાથે જોડે છે અને પછી મહબૂબાના ઇશ્ક સાથે જોડે છે. આમ એક પ્રતીક પરંપરાગત અર્થમાં આવે છે, જ્યારે બીજું પ્રતીક નવીન સામાજિક સંદર્ભને રજૂ કરે છે. ફૈઝે એની કવિતામાં આવાં પરંપરાવાદી પ્રતીકોને કલામયતાથી સામાજિક કે રાજકીય પ્રતીક તરીકે પ્રયોજ્યાં છે. એની શૈલીમાં કોમળ, મંદ ગતિ છે. એનું શબ્દોનું ચયન ઝભર્યું છે. કવિની શ્રદ્ધા સમાજવાદમાં હતી, પરંતુ સર્જન સમયે તો તેઓ પ્રગતિશીલ કવિ લાગવાને બદલે ગાલિબ અને ઇકબાલની ઉચ્ચ કાવ્યપ્રણાલીને નજ૨માં રાખીને ગહન તત્ત્વચિંતનમાં ડૂબ્યા હોય તેવા કવિ લાગે છે. ફૈઝની કવિતામાં mystic તત્ત્વ પણ જોવા મળે છે. આમ એક બાજુ વ્યક્તિગત આરઝુનો તરફડાટ છે. તો બીજી બાજુ સમાજના બેસહારા લોકોની વેદના છે. એક તરફ માનવીય ભાવોની રંગલીલા છે, તો
અબ ટૂટ ગિરેંગી સંજીર્ બીજી તરફ સમાજવાદી વિચારસરણીની પ્રભાવકતા છે. પ્રણયકવિતા અને કાવ્યભાષામાં ફૈઝ ક્લાસિકલ લાગે છે તો એના કાવ્યવિષય પરત્વે આધુનિક જણાય છે. આમ બે તદ્દન વિરોધી ધ્રુવ ફૈઝમાં એકસાથે અને ક્યાંક લગોલગ લાગે છે. આથી જ ફૈઝને Iyrisist revolutionary જેવા વિરોધી શબ્દોથી ઓળખવામાં આવ્યા હશે. ફૈઝનો અવાજ એ માનવજાતિનો અવાજ બની રહ્યો. એમની આ વિશ્વજનીનતાને લીધે માત્ર પાકિસ્તાન કે ભારતમાં જ નહીં, બલ્કે રશિયા, અમેરિકા, બ્રિટન અને ફ્રાંસમાં પણ સમાન લોકચાહના પામ્યા. થોડો સમય પાકિસ્તાનમાં સરમુખત્યારોથી કંટાળીને તેઓ બૈરુતમાં રહેવા ગયા હતા. બૈરુતનો સંહાર ફૈઝના હૃદયને હચમચાવી ગયો, અને એમણે એ સમયે લખેલું કાવ્ય ‘ફિલીસ્તીની બચ્ચે કે લિયે લોરી’ અત્યંત હૃદયદ્રાવક કાવ્ય છે. એક રીતે જોઈએ તો ફૈઝે ઇકબાલની ઓજસ્વી કલ્પનાને આત્મસાત્ કરી અને એ એવા લય અને રંગમાં રજૂ કરી જેથી જગતની વ્યાપક વેદના એમાં સમાવેશ પામી શકે.
૧૧૧
ફૈઝમાં ઇશ્ક અને ઇન્સાનિયતનો સુમેળ છે. એની ગઝલો ભાવકને એની સૃષ્ટિમાં લીન કરી દે તેવી રસસંતર્પક છે તો એની નજમ (કાવ્ય) ઉર્દૂની સર્વોત્તમ નજમની હરોળમાં ઊભી રહે તેવી છે. આથી એ ગઝલ લખવા જાય છે ત્યારે એમની નજમની વિશેષતા ગઝલમાં સુંદર કાવ્યરૂપ ધારણ કરે છે. ફૈઝે ઉર્દૂ સાહિત્યને ચિંતન અને ભાવાભિવ્યક્તિની નવી ટેક્નિક આપી, જે યુગના યથાર્થને પ્રગટ કરવા માટે કારગત નીવડી. ફૈઝના કાવ્યસંગ્રહો 'નકશે ફરિયાદી' (૧૯૪૧), ‘દસ્તે-સબા’ (૧૯૫૨), ‘જિન્દાંનામા’ (૧૯૫૬), ‘દસ્તેતહે-સંગ’ (૧૯૬૪), ‘સરે-વાદિય-સીના’ (૧૯૭૧), ‘શામે-શહેરેયારાં’ (૧૯૭૮), ‘સારે સુખુન હમારે' (૧૯૮૨) અને ‘નક્તા હૈ વફા’ (૧૯૮૪) મળે છે. ફૈઝ વિચારોત્તેજક નિબંધકાર પણ હતા.