________________
- ૧૦૦
ભાવન-વિભાવના ‘તન્હાઈ મેં ક્યા ક્યા ન તુઝે યાદ કિયા હૈ
ક્યા ક્યા ન દિલે જાર ને ઢંઢી હૈ પનાહે ! આંખોં સે લગાયા હૈ કભી દસ્તે સબા કો ડાલી હૈ કભી ગર્દને મહતાબ મેં* બાહેં !'
ફૈઝની એકલતામાં સૌંદર્ય છે, તો એના સૌંદર્યદર્શનમાં માનવઅભીપ્સા છે. એમની કવિતામાં પ્રણયની લાલી અને ક્રાંતિનો લાલ રંગ એક બની જાય છે. કવિ બંને મનોભાવને સાહજિકતાથી અને આગવી છટાથી નિરૂપે છે. એમની ક્રાંતિની આગ પ્રણયના લાવામાં રૂપાંતર પામી છે. એક બાજુ ઊર્મિકવિની વેદના અને વ્યથા છે, તો બીજી બાજુ ક્રાંતિકારીનો પોકાર અને પડકાર છે. પ્રણયનું એમનું આલેખન ઘણું નજાકતભર્યું છે. એમની ઉત્તમ કક્ષાની રોમૅન્ટિક કવિતાને મહેંદી હસનનો સુરીલો અવાજ મળતાં બધે જ ફેલાઈ ગઈ. તેઓ ઉર્દૂની ક્લાસિકલ imageryના ચાહક હતા. એમની કવિતામાં એમણે ઉર્દૂ કવિતાની પરંપરા અને ભાષાષ્ટિને આત્મસાત્ કરી છે. ગાલિબ અને ઇકબાલની ભાષાનો સમૃદ્ધ વારસો ફૈઝે સાચવ્યો છે. ફેઝની ભાષા એ હિંદુસ્તાની નથી, બધે ઉર્દૂના અરબી-ફારસી સાથેના અનુસંધાનને પ્રગટ કરતી ભાષા છે. કવિની પ્રણયની અભિવ્યક્તિ ઉર્દૂ સાહિત્યની પરંપરાની યાદ આપે તેવી છે. તેઓ કહે છે -
‘સારી દુનિયા સે દૂર હો જાયે જો જરા તેરે પાસ હો બૈઠે ; ન ગઈ તેરી બેરૂ ખી ન ગઈ
હમ તેરી આરઝૂ ભી ખો બૈઠે.” આવી જ રીતે પ્રેમિકાની યાદનો એમનો એક શે'ર કેવો લાક્ષણિક છે ! ૩. ઠંડી હવાના હાથને, ૪. ચંદ્રમાની ડોકમાં
અબ ટૂટ ગિફેંગી જીરે રાત ન્યૂ દિલ તિરી ખોઈ હુઈ યાદ આઈ જૈસે વીરાને મેં ચુપકે સે બહાર આ જાયે; જૈસે સહેરાઓ મેં હલે સે ચલે બાગે-નસીમ
જેસે બીમાર કો બે વજહ કરાર આ જાયે. પ્રિયતમાની યાદ કઈ રીતે આવે છે તેને દર્શાવવા માટે ફૈઝની કલ્પના કેવી મર્મવેધક છે ! ફેઝની કાવ્યભાષાની વિશેષતા જ એ છે કે એના કાવ્યમાં ભાવ અને ભાષા બંને સરળતાથી ગતિ કરતાં હોય છે. ફ્રઝમાં ક્યાંય ક્લિષ્ટતા કે દુર્બોધતા જોવા નહીં મળે. આનું કારણ એ કે ફેઝને પ્રજાજીવન સાથે સીધો સંબંધ હતો. જનતાની જબાનના તેઓ પૂરા જાણકાર હતા.
ફ્રઝ કાશ્મીર ગયા. એનું સૌંદર્ય જોયું, પણ એમને કુદરતના સૌંદર્ય કરતાં માનવસૌંદર્ય વધુ આકર્ષક લાગ્યું. ફૈજ માનતા હતા કે અફાટ સાગર કે વેરાન રણ કે પ્રકૃતિનાં અન્ય તત્ત્વોમાં સૌંદર્ય છે, પરંતુ એવું જ સૌંદર્ય, શહેરનાં ગલી-મહોલ્લામાં પણ છે. માત્ર એને જોવા માટે વિશિષ્ટ દૃષ્ટિ જોઈએ.
આથી પ્રણયકવિતામાં રોમેન્ટિક ઉદ્વેક દાખવનાર કવિ પ્રણયમાં જ પુરુષાર્થની સમાપ્તિ માનતા નથી. પ્રણય કરતાં પણ બીજાં કર્તવ્યો ઊંચે સ્થાને મૂકે છે. આથી જ ફૈઝ કહે છે, “મુઝસે પહલી સી મુહોબ્બત મિરી મહબૂબ ન માંગ' અને આ કાવ્યમાં કવિ કહે છે કે એમણે તો પ્રેયસીમાં જ બધું જોયું હતું. જીવનનો પ્રકાશ એનામાં જોયો. જગતના આનંદનું સ્થાયિત્વ તેનામાં નીરખ્યું. એની આંખોમાં જ આખું વિશ્વ લાધ્યું. તું મળી જાય તો બધું જ મળી જાય એમ માન્યું હતું, પણ પછી ખ્યાલ આવે છે કે, “ઔર ભી દુ:ખ હે જમાને મેં મુહબ્બત કે સિવા'. આ કાવ્યમાં ફૈઝ ‘પહેલી સી' શબ્દ પર ભાર મુક્યો છે. કવિની નજર પ્રણયની અંગત લાગણીઓ પરથી જગતની