________________
ભાવન-વિભાવના
ર૭. ‘અયોગવ્યવચ્છેદિકાાત્રિશિકા', શ્લોક ૨૬ ૨૮. ‘વીતરાગસ્તવ', પ્રકાશ ૧૦, શ્લોક ૬, ૭, ૮ ૨૯, ‘મેરૂતુંગ : પ્રબંધચિંતામણિ', પ્રકાશ ૪, પૃષ્ઠ ૮૫ (સિંધી
સીરીઝની આવૃત્તિ) ૩૦. હેમચંદ્રાચાર્ય', લે. પં. બેચરદાસ દોશી, પૃ. ૪૩-૪૪ ૩૧. ‘શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૪૬
ગુજરાતી ગધનું પ્રભાત
ફ્રેન્ચ નાટ્યકાર મોલિયરનું એક પાત્ર તારતૂફ એમ કહે છે કે મને તો ખબર જ નહીં કે આજ સુધી હું જે બોલતો હતો તે ગદ્ય હતું. નર્મદના પુરોગામી ગદ્યલેખકો વિશે આવું જ કહી શકાય. પોતે સાહિત્યિક લક્ષણોવાળું ગદ્યલેખન કરી રહ્યા છે એવી સભાનતા એમણે સેવી નહોતી. ગુજરાતી ગદ્યનો પ્રારંભ સ્વામિનારાયણનાં ‘વચનામૃતો 'થી, દલપતરામના ‘ભૂતનિબંધ' જેવા નિબંધોથી કે રણછોડભાઈ ગિરધરલાલના પુસ્તકથી થયાનો ઉલ્લેખ કરવામાં આવે છે, પણ ગુજરાતી ગદ્યનો ખરો પ્રારંભ તો નર્મદથી થયો ગણાય.
ગદ્ય એટલે લયબદ્ધ ભાષામાં સાહિત્યિક આકાર પામેલું વક્તવ્ય. આ પ્રકારનું રૂઢ ગદ્ય નર્મદે જ સહુથી પહેલાં આપ્યું છે. એની અગાઉના લેખકોમાં કોઈને ગદ્યમાં નવપ્રસ્થાન કર્યાનું માન મળે તેમ