Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 52
________________ | ભાવન-વિભાવના લાવે છે. પ્રકૃતિક જીવનની સમૃદ્ધિને છલકાવતાં ‘પૃથ્વી અને સ્વર્ગનાં વર્ણનો મુલાયમ વાતાવરણ સર્જે છે. ‘ગોવિંદનું ખેતર' જેવી નવલિકાઓમાં વર્ણન ખુદ ‘રોમૅન્ટિક' બને છે, તો વળી ધૂમકેતુની નવલિકાઓમાં વર્ણન idealized થઈ જાય છે. વાગ્યે રાખવાનું મન થાય એવાં કેટલાંય વર્ણનો ‘તણખા મંડળ ૧માંથી મળી આવે. ધૂમકેતુની વર્ણનકલાની આજ સુધી ઘણી પ્રશંસા થઈ છે. પણ એ સંદર્ભમાં વિચારાયું નથી કે આ વર્ણનો વાર્તાનો ખરેખર ઉપકારક છે કે નહિ ? આ સંદર્ભમાં એમ કહેવું જોઈએ કે કેટલેક સ્થળે વર્ણનોની નાનીમોટી વિગતો સાર્થ બનીને કથયિતવ્ય તરફ દોરી જતી નથી. આ વર્ણનો બધે અર્થપૂર્ણ – ટૂંકીવાર્તાની અપેક્ષાએ - બનતાં નથી. ટૂંકીવાર્તામાં તો એને ઉપકારક ન હોય એ બધું જ એનું મારક બને છે. કેટલેક સ્થળે તો ધૂમકેતુને જે વસ્તુ રજૂ કરવી છે, તે માટે વર્ણનનો આશરો લીધા વિના ચાલે તેમ નથી. નવલિકાનો ભાવપરિવેશ જ આની માગણી કરે છે. ‘કલ્પનાની મૂર્તિઓ’ કે ‘સોનેરી પંખી માંથી વર્ણનો કાઢી નાખીએ તો કશું બચે ખરું ? ધૂમકેતુની નવલિકાઓમાં ઠેર ઠેર સચોટ અને હૃદયસ્પર્શી ચિંતનકણો મળે છે. લેખકની રોમેન્ટિક તાસીરમાંથી આવાં ચિંતનકણો કે સૂત્રો ઊપસી આવે છે. “રજ કણમાં પોતાના જીવનની વાત કહેતા હોય એ રીતે ધૂમકેતુ લખે છે : ચાંદની જેવી કીર્તિ આવે કે અંધારા જેવો અપયશ આવે, મિત્રો નિંદે કે મુખ વખાણે, કંઈ ફિકર નથી; જ્યાં સુધી કલ્પનાની રાણી હશે; છે ત્યાં સુધી મારું પ્યાલું છલોછલ ભરેલું છે.” ધૂમકેતુનાં આવાં ચિંતનકણો પર રવીન્દ્રનાથ ટાગોર, ખલિલ જિબ્રાન અને ઉમર ખય્યામનો ઘણો પ્રભાવ છે. ખલિલ જિબ્રાને વાર્તાકાર ધૂમકેતુ એના વિખ્યાત સર્જન “ધ પ્રોફેટ' વિશે પોતાની માનસિક દશાનું પૃથક્કરણ કરતાં લખ્યું, 'While I was writing the Prophet, the Prophet was writing me.' ખલિલ જિબ્રાનનું આ વાક્ય ધૂમકેતુનું પ્રિય વાક્ય હતું અને એ જ એમની રોમેન્ટિક પ્રકૃતિ વિશે ઘણું બધું કહી જાય છે. ઐતિહાસિક દૃષ્ટિએ ધૂમકેતુએ નવલિકાનું કલાસ્વરૂપ ઘડી આપ્યું. એમણે ગુજરાતી નવલિકામાં ઘણી ક્ષિતિજો ઉઘાડી આપી. એના ભાવનાશીલ આદર્શપ્રેમી પાત્રો આવતી કાલની વધુ વાસ્તવલક્ષી અને ઉપયોગિતાલક્ષી દુનિયાની પરિસ્થિતિમાં વધુ આકર્ષણ કરે તો નવાઈ પામવા જેવું નથી. ગુજરાતી નવલિકાને એના ઉગમકાળે જ આવા સર્જક મળ્યા તે એનું મહાભાગ્ય કહેવાય. વળી ચિંતન અને સર્જનની અભિવ્યક્તિમાં ધૂમકેતુનું ગદ્ય એક નવો જ ઉન્મેષ પ્રગટ કરે છે. એમની વાર્તાઓમાં એવું કંઈક છે કે જેમાં આપણને રસ પડે અને જે આપણને ખેંચી રાખે. ટૂંકી વાર્તાના વસ્તુમાંથી માનવતત્ત્વ પકડીને તેને શબ્દબદ્ધ કરવાની કળા ધૂમકેતુએ બતાવી છે. જેને વાંચીને આસ્વાદવાનું મન થાય તેવી ટૂંકીવાર્તા આપી છે. ધૂમકેતુની નવલિકાઓની ઘટનામાં વિશેષ બળ નથી. એમની વધુ કુશળતા તો ઘટનામાંથી વિસ્તરતાં માનવતત્ત્વોને પકડીને તેનું નિરૂપણ કરવામાં આવે છે. ધૂમકેતુ પોતે પોતાના સર્જનની વિવેચકની અદાથી પુનઃતપાસણી કરતા હતા તેવી નોંધ ધૂમકેતુના પુત્ર દક્ષિણકુમાર જોશીએ ‘ધૂમકેતુની સર્જનપ્રક્રિયાની ભીતરની ઝલક' આપતાં કરી છે. ધૂમકેતુ પોતે સર્જનને ફરી ફરી ચકાસવું જોઈએ અને તેના પર રંધો ફેરવતા રહેવું જોઈએ એમ માનતા હતા. ધૂમકેતુનું નવલિકાસર્જન જોતાં પ્રશ્ન એ થાય છે કે ઈ. સ.

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101