________________
૪૮.
માવન-વિભાવના
નિબંધ, ચરિત્ર, ઇતિહાસ, કોશ, વિવેચન, સંશોધન, પત્ર વગેરે પ્રકારો ખેડ્યા. એ દરેક પ્રકારને વિશિષ્ટ સાહિત્યસ્વરૂપ તરીકે ખેડવાનો એનો પ્રયત્ન હતો. કોઈ પણ ભાષાના સાહિત્યના આરંભકાળે એક જ સર્જક આટલા બધા ગદ્યપ્રકારોમાં નવપ્રસ્થાન કરે એવું ઓછું બને છે. ગુજરાતી સાહિત્યને માટે એ આનંદની બીના ગણાય કે એને આરંભકાળમાં જ આવો સમર્થ પ્રયોગશીલ લેખક મળ્યો. પછી થયેલા વિકાસના પરિપ્રેક્ષ્યમાં આજે ભલે આપણને નર્મદનું ગદ્ય સ્થળ, અણઘડ કે ઓછી ગુણવત્તાવાળું લાગે, પણ ઐતિહાસિક દૃષ્ટિએ એનું જેટલું મહત્ત્વ આંકીએ તેટલું ઓછું છે, કેમકે એણે નવો ચીલો પાડીને અનુગામીઓને માટે નવો માર્ગ ચીંધી આપ્યો, જેને પરિણામે આટલો વિકાસ થયો. ગુજરાતી ગદ્યના ગ્રાફને જોતાં એમ કહી શકાય કે પંડિતયુગની પેઢીએ જે વિકાસ કર્યો છે તે નર્મદના ખભા પર બેસીને કર્યો છે. માત્ર નિબંધના સ્વરૂપની જ વાત કરીએ તો નર્મદે વ્યાખ્યાનશૈલી અને ચિંતનશૈલીનો આરંભ કર્યો, અને તેનું જ સાતત્ય પછીની પેઢીએ વિકસાવ્યું છે.
નર્મદ સમાજથી અળગો એકદંડિયા મહેલમાં બેસી સાહિત્યિક પ્રવૃત્તિ કરનાર લેખક નહોતો. એ પહેલો સમાજ સુધારક હતો, અને પછી લેખક હતો, કારણ કે એનું મુખ્ય કાર્ય તો પોતાના જમાનાની પ્રજાને અજ્ઞાન અને જડતામાંથી જાગ્રત કરવાનું હતું અને એ અર્થે જ એણે સમાજસુધારાની પ્રવૃત્તિ ઉપાડી હતી. સુધારક તરીકે સભાઓ યોજીને એ જેમ સુધારાનો પ્રચાર કરતો હતો, તેમ સુધારાના માધ્યમ તરીકે એણે એનાં ગદ્યલખાણોને વાહન બનાવ્યાં હતાં. આવે સમયે નર્મદનું ગદ્ય લોહીથી લખાતું ગદ્ય લાગે છે. ‘સ્વદેશાભિમાન' નિબંધમાં નર્મદ કહે છે -
ગુજરાતી ગદ્યનું પ્રભાત “અરે ઓ ભાટ ચારણો ! તમારી કળા ક્યાં ગુમાવી નાખી છે ? રાજાઓને અયોગ્ય રીતે શા વાસ્તે યશના તાડ ઉપર ચડાવી દો છો ? નેકીદારો ! તમે રાજાઓના દુર્વિકારો એ નેકી જાણી પોકારો છો ? નીતિમાન લોકોના પ્રતિનિધિ થઈ, રાજાઓને ચેતવો કે રાજા ! અમે તમારા નેકીદાર કહેવાયા ને તમારી નેકી તો કંઈ જ નથી, માટે બદી છોડી દો ને એમને તમારી નેકીને જ પોકારવા દો. નહિ તો થોડે દહાડે તમારે કંગાલ થવું પડશે. કવિઓ અને કારભારીઓ, તમારા ગજવાને ન જુઓ; દેશનો ખજાનો જાય છે એમ વિચારો. રાજાઓની સુસ્તી, તેઓની નામર્દાઈ, તેઓની અવિદ્વત્તા એ ઉપર નિંદાયુક્ત કવિતા રચ જેથી, તેઓ દુભાઈને ચાનક રાખીને કુળનામ બોળ્યાં છે તેને તારે. રાજાઓ જ પોતાના દ્રવ્યથી શ્રમ લઈ દીર્ઘદૃષ્ટિ દોડાવશે ત્યારે જ હિંદુનું નામ ઊંચું આવશે. મહેનત કરતો મરવાથી કેમ બીઓ છો ? ઓ રજપૂતો ! ‘ગુરFચ મરઘાં તUT' કમ્મર બાંધી દેશાટન કરો ને ત્યાંથી નવી યુક્તિઓ લાવીને તમારા રાજ્યને સુધારો.”
આ લખતી વખતે નર્મદના હૃદયમાં કેવો ‘જોસ્સો’ ઊછળતો હશે. આટલી જ તેજાબી શૈલીમાં નર્મદે સમાજમાં પ્રવર્તતા દંભ, શોષણ અને છેતરપિંડીને દૂર કરવા પ્રયત્ન કર્યો. આની પાછળ એનું ઉત્સાહથી ઊછળતું જોમ જેટલું કારણભૂત છે એટલી જ એના હૃદયની સચ્ચાઈ પણ છે. મચ્છર કરડે તો કરડવા દેવો અને રોગ આવે તો ઓસડ ન કરવું અથવા તો કર્મમાં લખ્યું હશે તે થશે એનું વિચારનારો નર્મદ નથી. એ તો માને છે કે માણસ થઈને કાર્ય-અકાર્ય ન સમજીએ તો “ઢોરમાં ને આપણામાં ફેર શો ?” વિધવાઓની દુર્દશા વિશે, ‘પુનર્વિવાહ' નિબંધમાં પ્રત્યેક શબ્દ નર્મદની વેદનાનું આંસુ ટપકતું દેખાય છે. અહીંયાં એની શૈલી ધારદાર અને પારદર્શી બની જાય છે,