________________
ભાવન-વિભાવન
નર્મદના ગદ્યનું એક બીજું મહત્ત્વનું લક્ષણ તે એની પ્રવાહિતા છે. વક્તવ્યના ધસમસતા પૂરમાં એ ભાવકને ખેંચી જાય છે. એ સમાજહિતચિંતક હોવાને કારણે એના વક્તવ્યમાં વિચાર હોય છે. પણ એ વિચારમાં જુસ્સો કે લાગણીનો ઉકળાટ એવી રીતે ભરેલો હોય છે કે સાંભળનારને વક્તાના હૃદયદ્રવ્યની ઉત્કટતા સ્પર્ધા વિના રહે નહીં. સટ્ટાના વંટોળ અંગે ‘ડાંડિયો'માં કહે છે –
149
“આજકાલ ધનવંતો પોતાના લોભ, મદ, મથન અને સરસાઈના જોરમાં પોતાના ધનમાન વધારવા સારુ પ્રથમ ગરીબને નાખી દેવા ને પછી પોતાને ઝંપલાવવાને અને છેવટે દેશને પાડવાને ખરારીનો ખાડો ખોદે છે. ધન કાઢવાને ખાડો ખોદે છે એમ દેખાય તોપણ આખરે તે ખાડામાંથી ઊની જ્વાળા નીકળવાની કે જેણે કરીને ખાડામાં પડેલા પહેલા ને ન પડેલા પછી, વહેલા મોડા સર્વે દેશીજન બળી મરવાના, આ ૨ ૨ ૨ ૨ !
આજકાલ બધા બહાવરા બહાવરા બની રહ્યા છે. ઓ ભાવ વધ્યો, ઓ ઘટ્યો એમ રાતદહાડો કર્યા કરે છે – ચાર મિત્રો એકઠા મળ્યા તો ત્યાં પણ તે જ વાત. ઘરમાં રાતે કુટુંબ સાથે જમવા બેઠા, તો ત્યાં પણ પોતે પોતાના વિચારમાં જ. હાં હાં !
આજકાલ પણિયત સ્ત્રીપુરુષની કુળદેવી જંપ પારકા સ્ત્રીપુરુષની કુળદેવી થઈ છે. સરસ્વતીએ કુંભકર્ણની નિદ્રા લીધી છે. અખંડ પ્રીતજોત બેવચનીપણું તથા વિશ્વાસઘાત એના ઝેરી વાયુથી ઘેરાઈ ગઈ છે. માયાવી રાક્ષસી લક્ષ્મીનું રાજ્ય જોઈ બચારી ભક્તિ નીતિ ખૂણેખોતરે ભરાઈ રહ્યાં છે – ઈશ્વર તો બુદ્વાવતાર જ લઈને બેઠો છે. ઠીક ઠીક !...ૐ
ગુજરાતી ગદ્યનું પ્રભાત નર્મદના ગદ્યમાં વિચાર કરતાં લાગણીની સળંગસૂત્રતાથી પ્રગટ થતી પ્રવાહિતા જોવા મળે છે. આ દૃષ્ટિએ જોઈએ તો વ્યાખ્યાનશૈલીના નિબંધો પૂર્વ નર્મદના વ્યક્તિત્વની વિશિષ્ટ મુદ્રા ધારણ કરે છે. એમાં ઉદ્બોધનનું તત્ત્વ પણ ધ્યાન ખેંચે છે. પોતાના શ્રોતાઓને ઉદ્દેશીને, દેશબંધુઓને ઉદ્દેશીને, પ્રતિપક્ષીઓને ઉદ્દેશીને એ વિવિધ ભાવકક્ષા (Pitch), ટોન અને લહેકા સાથે સંબોધન કરતો દેખાય છે. પ્રેમ, દર્દ, પડકાર, કટાક્ષ કે પ્રહાર એ સંબોધનોના લહેકાદાર ઉચ્ચાર પરથી જ સમજાઈ જાય છે. હિંદુઓને ઉદ્દેશીને કરેલી વાત, સુધારાના કડખેદ તરીકે એણે કરેલાં સંબોધનો અને ‘ડાંડિયો' તરીકેનાં એનાં ‘સાવધ થજો'નાં ઉચ્ચારણો આ વાતની સાક્ષી પૂરે છે.
49
વળી તે રૂપકશૈલી પ્રયોજે છે. ‘બ્રહ્મતૃષા’ નિબંધમાં તરસ્યા સાબરના રૂપક દ્વારા બ્રહ્મપાનની ઇચ્છા કેવી સરસ રીતે વ્યક્ત કરી છે ! વક્તવ્યને રૂપકમાં મઢીને મૂકવાની એની ટેવ છે, જેના પ્રભાવ નીચે અનુગામી ગદ્યકારો પણ આવેલા જોવા મળશે. દા.ત., પોતાના જમાનાની બોલાતી ભાષા વિશે રૂપકશૈલીમાં કહે છે –
છે -
“સૂરતની ભાષા કહે કંઈક હિંગણી, નાજુક ને કુમળી છે. અમદાવાદની કંઈક ઊંચી ને કઠણ છે. કાઠિયાવાડની જાડી છે ને શબ્દે શબ્દે ભાર સાથે છૂટી બોલાય છે.”
‘ધર્મની અગત્ય’ એ નિબંધમાં રૂપકથી વાત કરતાં નર્મદ કહે
“વિદ્યારાણી — એ લોકના મન ઉપર રાજ્ય કરવાને અને સુધારો દાખલ કરવાને જાતે શક્તિમાન છે તો – પણ તેને બે પ્રધાનની