________________
ભાવન-વિભાવના વિક્રમ સંવત ૧૭૮રના આસો વદ ચોથને ગુરુવારે પ્રાતઃકાળે અનશનપૂર્વક તેઓ નેવ્યાસી વર્ષની વયે કાળધર્મ પામ્યા.
જ્ઞાનવિમલની ગુજરાતી રચનાઓમાં સૌથી વિશેષ નોંધપાત્ર એમની ‘ચંદ્રકેવલીનો રાસ’, ‘અશોકચંદ્ર રોહિણી રાસ', ‘જંબુસ્વામિ રાસ’, ‘રણસિંહ રાજર્ષિ રાસ’, ‘બારવ્રત-ગ્રહણટીપ-રાસ' અને સાધુવંદના રાસ' જેવી કથાત્મક કૃતિઓ મળે છે. જ્ઞાનવિમલસૂરિની કાવ્યનિપુણતાનો મનોરથ પરિચય “શ્રી ચંદ્રકેવલીનો રાસ’માં થાય છે. આ રાસમાં પૂર્વભવના આયંબિલ તપને કારણે કેવલીપદ પામનાર ચંદ્રકુમારનું પ્રભાવક ચરિત્ર આલેખાયું છે. ચાર ખંડ, ૧૧૧ ઢાળ અને ૭૬૪૯ કડીઓમાં વિસ્તરેલાં આ રાસની રચના જ્ઞાનવિમલે વિક્રમ સંવત ૧૭૭૦ના મહા સુદ તેરસના દિવસે રાધનપુરમાં પૂરી કરી. આ રાસના લેખનની શરૂઆત પણ રાધનપુર શહેરમાં કરી હતી. મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ આ રાસને ‘આનંદમંદિર રાસ” એવું બીજું નામ પણ જ્ઞાનવિમલે આપ્યું છે. જ્ઞાનવિમલ આ આનંદમંદિરની કલ્પના પણ ઉપમાથી દર્શાવે છે, જેમાં સુવિહિત સાધુ મનન કરતાં નિવાસ કરતા હોય. આનંદમંદિરનો નિવાસ સદ્ગુણોના નિવાસરૂપ છે. એના અનુપમ સ્તંભો જેવા ૧૦૮ વિવિધ રાગની રસાળ ઢાળો છે. જિનેશ્વરનું સ્તુતિકીર્તન કરતા ગવાક્ષો છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યરૂપી ઓરડાઓ છે. શત્રુંજય અને નવકાર તેના ચોગાન છે. અને વિવિધ કવિતું સહિત ગાથા વગેરે ઘણા સૂક્તોથી શોભતું એનું આંગણું છે. તેમાં સુદેવ, સુગુરુ અને સુધર્મ જેવા સંસારના દુ:ખનું નિવારણ કરનાર ઓછાડ છે. આવી રીતે જ્ઞાનવિમલ આનંદમંદિર સાથે પોતાની કૃતિને સરખાવે છે. જ્ઞાનવિમલમાં આવી સરખામણી ઘણે સ્થળે જોવા મળે છે. જેમકે વિવેકરૂપી વિશાળ નગર, અગ્નિરૂપી એનો પાયો, નવતત્ત્વરૂપી એનો દરબાર, સમ્યક્ બોધરૂપી મહેલો,
જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન સમવાયરૂપી સેનાની કલ્પના પણ એ આપે છે. જિનમંદિરની ઊંચે ફરકતી ધજાઓ જાણે સ્વર્ગલોકની હાંસી કરતી ન હોય એ રીતે જુદા જુદા અલંકારોથી પોતાની વાત કરે છે. આ રાસના પહેલા ખંડમાં કથાપ્રવાહ વેગથી ચાલે છે, પણ બાકીના ત્રણ ખંડમાં સમસ્યા, સુભાષિતો, દષ્ટાંતો, આડકથાઓ અને ધર્મસિદ્ધાંતોની સાથે કથાતંતુ ચાલે છે.
જ્ઞાનવિમલની વિશેષતા એ છે કે એના ચિત્તમાં એટલાં બધાં દૃષ્ટાંતો, સુભાષિતો, અલંકારો, આડકથાઓ અને ધર્મસિદ્ધાંતો ઊભરાયાં કરે છે કે એને આને માટે કોઈ અભ્યાસ કરવો પડતો નથી. એ બધું જ આપોઆપ કથાનકની સાથે ગૂંથાતું આવે છે. તક મળે ત્યાં એ ધર્મનો મહિમા કે કર્મની મહત્તા ગાવાનું ચૂકતા નથી. ક્યાંક સંસ્કૃત સુભાષિતની સાથે તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે. કર્ણપિશાચિની, સામુદ્રિકશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, વશીકરણ, અષ્ટાંગનિમિત્ત કે જ્યોતિષની વાત કરે છે, તો આમાં લક્ષણો, સ્વપ્નનો અર્થ, સ્ત્રીઓના પ્રકારો, પુરુષની બોંતેર કળા, સ્ત્રીઓની ચોસઠ કળા કે વનમાં થતાં વૃક્ષોની યાદી આપે છે. આ રાસમાં સૂર્યની રાણીની વેદનાનું કે સાસુની વહુને દુ:ખી કરવાની મનોવૃત્તિનું આલેખન આકર્ષક છે. કથારસની સાથોસાથ જ્ઞાનોપદેશ એ આ કૃતિનું મહત્ત્વનું પાસું છે. તાંબૂલ અને અંતરંગ તાંબૂલ, સ્નાન અને અંતરંગ સ્નાન, ભાવખીચડી વગેરેનાં લક્ષણોનું વર્ણન રસપ્રદ બને છે.
જ્ઞાનવિમલસૂરિ આમાં જૈન માન્યતા પ્રમાણે ભૌગોલિક રચનાનું આલેખન કરવા સાથે જૈન ધર્મના સિદ્ધાંતો અને નિયમોનું વિવરણ પણ આપે છે. સંસ્કૃત શ્લોકો અને પ્રાકૃત ગાથાઓનાં ઉદ્ધરણો આપે છે તો સુભાષિત-સમસ્યા-હરિયાલીની મનોમન ગૂંથણી રચે છે. આ કૃતિની એક વિશેષતા એ એનો કાવ્યબંધ છે. વિવિધ પ્રકારની ધ્રુવાઓ