Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 38
________________ ભાવન-વિભાવન પ્રયોજતી સુગેય દેશીઓ, કવિત, જકડી, ચંદ્રાવળા આદિ કાવ્યબંધો મળે છે અને ઝડઝમકવાળી ચારણી શૈલી જ્ઞાનવિમલની કાવ્યનિપુણતાનો મનોરમ ખ્યાલ આપે છે. માત્ર વિસ્તારને કારણે જ નહીં પણ પ્રચુર કથારસ, તત્ત્વવિચારનિષ્ઠ ધર્મબોધ તથા વ્યુત્પન્ન કવિત્વને કારણે આ કૃતિ જ્ઞાનવિમલસૂરિની સૌથી ધ્યાનાર્હ કૃતિ બને છે. ‘ચંદ્ર કેવલીનો રાસ ’માં આયંબિલ તપનો મહિમા છે તો ‘અશોકચંદ્ર રોહિણી રાસ’માં રોહિણી નક્ષત્રના દિવસે ૨૮ વર્ષ સુધી કરવામાં આવતા રોહિણીતપનો મહિમા ગાયો છે. જ્ઞાનવિમલસૂરિએ વિક્રમ સંવત ૧૭૭૨ની માગસર સુદ પાંચમને દિવસે સુરત પાસે સૈયદપરામાં આ રાસ પૂરો કર્યો. આજે સૈયદપરાના નંદીશ્વર દ્વીપના જિનાલયના ચોકમાં જ્ઞાનવિમલનાં પગલાંની દેરી મળે છે. મુખ્યત્વે દુહા-દેશી-બદ્ધ એવા ‘અશોકચંદ રોહિણી રાસ માં પ્રસંગોપાત્ત કવિત, ગીત, ત્રોટક આદિ પદબંધોનો ઉપયોગ કર્યો છે. રાજા અશોકચંદ્રની રાણી રોહિણી શોકભાવથી એટલી બધી અજાણ છે કે પુત્રમૃત્યુના દુ:ખે ૨ડતી સ્ત્રીના રુદનમાં કયો રાગ છે એમ પૂછે છે, આવા પ્રશ્નથી એશોકચંદ્રને આ સ્ત્રીમાં બીજાનું દુ:ખ સમજવાની વૃત્તિનો અભાવ અને ગર્વ જણાયા. તેથી તેને પાઠ ભણાવવા તે એના ખોળામાં બેઠેલા પુત્ર લોકપાલને અટારીએથી નીચે નાખે છે. પરંતુ રોહિણીને તો આ ઘટનાથી પણ કશો શોક થતો નથી અને એના પુણ્યપ્રભાવે પુત્ર ક્ષેમકુશળ રહે છે. રોહિણીના આ વીતશોક-વીતરાગપણાના કારણરૂપે એના પૂર્વભવની કથા કહેવાઈ છે. જેથી એ પોતાના આગલા ભવના દુષ્કર્મને કારણે કુરૂપ અને દુગંધી નારી બની હોય છે અને રોહિણીતપના આશ્રયથી એ દુષ્કર્મના પ્રભાવમાંથી છૂટીને આ રોહિણીઅવતાર પામી હોય છે. રોહિણીના બે પૂર્વભવો, અશોકચંદ્ર તેમ જ રોહિણીના શાનવિમલસૂરિનું પ્રદાન સંતાનોના પૂર્વભવો તથા એકાદ આડકથા વડે આ રાસ પ્રસ્તાર પામ્યો હોવા છતાં એમાં કથાતત્ત્વ પાંખું છે, કેમકે એક જ ઘટનાસૂત્રવાળી સાદી કથા છે. ધર્મબોધના ફુટ પ્રયોજનથી રચાયેલી આ કૃતિમાં કવિએ કર્મ, તપ ઇત્યાદિનાં સ્વરૂપ અને પ્રકારોની સાંપ્રદાયિક માહિતી ગૂંથી લીધી છે તેમ જ સુભાષિતો અને સમસ્યાઓનો પણ વિનિયોગ કર્યો છે. કાવ્યમાં કવિની કાવ્યશક્તિનો પણ પરિચય પ્રસંગોપાત્ત આપણને મળ્યા કરે છે. જેમકે મઘવા મુનિના પુણ્યપ્રતાપને પ્રગટ કરતાં વાતાવરણનું ચિત્રણ કવિએ જે વિગતોથી કર્યું છે તે મનોરમ લાગે છે. નગર વગેરેનાં અન્ય કેટલાંક વર્ણનો પણ નોંધપાત્ર છે. આવાં વર્ણનોમાં રૂપકાદિ અલંકારોનો કવિએ લીધેલો આશ્રય એમની ક્ષમતાને પ્રગટ કરે છે. રોહિણીના રૂપવર્ણનમાં “ઉર્વશી પણિ મનિ નવિ વસી રે” જેવા વ્યતિરેક-યમકના સંકરાલંકારની હારમાળા યોજી છે અને પૌરાણિક હકીકતોને રોહિણીના પ્રભાવના હેતુરૂપે કલ્પી છે, તે કવિની આ પ્રકારની વર્ણનક્ષમતાનું એક વિશિષ્ટ ઉદાહરણ છે. સમગ્ર રાસમાં શિષ્ટ પ્રૌઢ ભાષાછટાનું આકર્ષણ છે તો જુગુપ્સા અને તિરસ્કારના ભાવોને અનુરૂપ ભાષા પણ કવિ એટલી જ અસરકારકતાથી પ્રયોજી બતાવે છે. થોડીક સુંદર ધ્રુવાઓ અને ક્વચિત્ કરેલી ચાર પ્રાસની યોજના પણ કવિની કાવ્યશક્તિની ઘોતક છે. ‘જંબુસ્વામી રાસ માં જંબૂકુમારની આઠ પટરાણીઓનો સંવાદ આલેખાયો છે. દરેક પટરાણી જે બૂકુમારને પૂછે અને જંબૂકુમાર જુદી જુદી દૃષ્ટાંતકથાઓ સાથે એમને જવાબ આપે. પાંત્રીસ ઢાળ અને છસો આઠ કડીઓના દુહા-દેશીબદ્ધ આ રાસમાં આવતાં રૂપક, ઉપમાવલિ અને લૌકિક દૃષ્ટાંતોથી કૃતિ કેટલેક અંશે રસાવહ બની ‘રણસિંહ રાજર્ષિ રાસ” એ ૩૮ ઢાળ ધરાવતો અગિયારસો

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101