Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 40
________________ ચાર પ્રયોગશીલ સર્જક ફિરાક પ્રયોગશીલ સર્જક ફિરાક આ બાળક રઘુપતિ સહાય આધુનિક ઉર્દૂ સાહિત્યના ઉત્કૃષ્ટ શાયર ‘ફિરાક' ગોરખપુરી તરીકે પ્રસિદ્ધ થયા, પરંતુ એમનું કલાબીજ તો બાળપણમાં પેલા સાવ સામાન્ય પ્રસંગમાં પડેલું છે. એમણે કવિ તરીકે એવો પ્રયત્ન કર્યો કે એમની કાવ્યધારામાંથી માતા જેવી હુંફ અને ધબકતી આસાએશ પ્રગટે. આખીય મહેફિલ ઝૂમી ઝૂમીને વાહ વાહ પોકારી ઊઠે એવી ઉપરછલ્લી જનમનરંજની ‘ફિરાકમાં નહીં મળે, બલ્ક એની પાસેથી તો સદાય તસલ્લી જ મળતી રહે છે. ‘ફિરાક' કહે છે : કરતે નહી કુછ તો કામ કરના ક્યા આયે જીતે જી જો સે ગુજરના ક્યા આવે રો રો કે મત માંગનેવાલોં કો જીના નહી આ સ કા તો મરના ક્યા આવે. ફિરાકનો જન્મ ધર્મપરાયણ હિન્દુ કુટુંબમાં થયો હતો. એમના ઘરમાં ‘સુરસાગર' અને ‘રામાયણનો નિયમિત પાઠ થતો હતો. ખુદ ફિરાક કહે છે કે આ અભ્યાસને કારણે જ ઉર્દૂ કવિતામાં જે ભાવસૃષ્ટિ અજાણી રહી હતી અને તેઓ પ્રગટ કરી શક્યા. ‘ફિરાકના પિતા મુન્શી ગોરખપ્રસાદ ‘ઇબરત'ના ઉપનામથી શાયરી કરતા. આથી ‘ફિરાકને ગળથુથીમાં શાયરી મળી હતી, એમ રૂઢિગત રીતે કહેવામાં આર્વ. આ વિશે ‘ફિરાક” કહે છે કે, તેઓ પોતે પિતાની પાસેથી કાવ્ય સાંભળતા હતા, પરંતુ બાળપણથી જ શાયરીના સંસ્કાર મળ્યા હતા એવા બયાનાત સાથે સંમત નથી. તેમના પિતા મુન્શી ગોરખપ્રસાદ અવસાન પામ્યા ત્યારે ત્રીસ હજારનું દેવું હતું, પરંતુ એ બધું દેવું ‘ફિરાકે’ ભરપાઈ કર્યું, એટલું જ નહીં પણ બંને ભાઈઓને ભણાવીને સારી રીતે તૈયાર કર્યા. તકદીરની સાથે ‘ફિરાકને ખૂબ ઝઝૂમવું પડ્યું છે અને એથી જ શાયર એની એક ગઝલમાં આવી ખુમારી પ્રગટ કરતાં કહે છે : એક અંધારી રાત બાળક રઘુપતિની જિંદગીમાં નવી રોશની ફેલાવી ગઈ. દસ વર્ષના રઘુપતિનો દેહ તાવથી તરફડતો હતો. મેલેરિયાની ઠંડીથી શરીર થરથર કાંપતું હતું, ત્યારે રઘુપતિની માતા આખી રાત પોતાના બાળકને ગોદમાં લઈને બેઠી. એને કેમ શાતા રહે, એની રાતભર કોશિશ કરતી રહી. દસ વર્ષનો બીમાર બાળક માતાની આ શુશ્રષાને જોતો હતો. એની બુદ્ધિમાં એકાએક એક વિચાર ઝબકી ઊઠ્યો કે કશીય આનાકાની કે અવરોધ વિના આટલી હિફાજત કરવાની તાકાત માતામાં ક્યાંથી આવતી હશે ? આવા અનંત વાત્સલ્ય પાછળ કઈ શક્તિનું બળ રહેલું હશે ? આ શક્તિનો વિચાર એ જ રઘુપતિની સાહિત્યખોજનો પ્રધાન વિચાર બની ગયો.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101