Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 42
________________ ભાવન-વિભાવના કામ ફિરાક ગોરખપુરીએ કર્યું. શાયરીને તેઓ વ્યક્તિગત જીવનની ડાયરી માનતા નથી, ભાવની એકાદી અવસ્થાનું તીવ્રતાથી ગાન કરવાથી શાયરીનું કામ સરતું નથી. ‘ફિરાકના મતે તો શાયરીમાં આપણે શું છીએ તે નહીં પણ આપણે શું થવા માગીએ છીએ તે પ્રગટ થવું જોઈએ, માત્ર હુશન અને ઇમાં જીવનની પર્યાપ્તિ નથી. વ્યક્તિગત ભાવનાઓનું મનોહર વર્ણન કરવા માત્રથી કવિતા બનતી નથી. એ ભાવનાઓ વ્યક્તિગત હોવાની સાથોસાથ સમષ્ટિ સાથે અનુસંધાન સાધતી હોવી જોઈએ. આથી જ ‘ફિરાક’ની કવિતા હકીય દર્દની વેદનાભરી અભિવ્યક્તિને બદલે સમષ્ટિના સૌદર્યની ખોજનો અવિરત પ્રયાસ બની રહી. જિંદગીને સર્વાગી રીતે જોતો આ કવિ કહે છે : એ જિન્દગી-એ-ગમ તેરી વર્ધશતક દેખી તેરી નૈરંગી'- એ-તબીયત દેખી; ખુલતે નહીં તેરે ભેદ, મેને તુઝ મેં હંસ દેને કી રોતે-રોતે આદત દેખી. ઝિંદાદિલ શાયર જિંદગીની વેદનાને જુએ છે. જીવનમાં ડગલે ને પગલે એનો અનુભવ થયો છે. ક્યારેક તેઓ ચીસ પાડીને કહે છે : ખોતે હૈ અગર જાન તો ખો લેને દે જો ઐસેમેં હો જાયે વો હી લેને દે; ઇક ઉમ પડી હૈ સબ્ર ભી કર લેંગે ઇસ વક્ત તો જી ભર કે રો લેને દે. કવિ માને છે કે હસ્તીની આ રાત પસાર કરવાની જ છે. જિંદગી એ મહેફિલ નથી, પણ ઉજ્જડ કે વેરાન છે. માત્ર વેદનાની ૧૯. ગભરામણ, ૧૭. વિચિત્ર પ્રયોગશીલ સર્જક ફિચક અભિવ્યક્તિ પર જ ‘ફિરાક’ અટકતા નથી. જીવનનાં સુખ-દુ:ખનાં ઝાંઝવાંની પેલે પાર આવેલા આત્મવિશ્વાસને ઓળખીને કહે છે : કંદ ક્યા, રિહાઈ ક્યાં, હૈ હમીમે હર આલમ ચલ પડે તો સહરા હૈ, રૂ કે ગયે તો જિન્દા હૈ. ‘ફિરાક ગોરખપુરીએ આરંભમાં ઉર્દૂ કવિતા વાંચી, તો એનાથી તૃપ્તિ ઓછી મળી, અસંતોષ વધુ થયો. જૂજ માનવીઓના મુશાયરામાં વાહ વાહ માટે જબાનની સસ્તી તોડ-મરોડ કે હલકી ઇશ્કિયા શાયરી સામે નફરત પેદા થઈ. અતિશય શૃંગાર આલેખતો ‘દાગ' ‘ફિરાકને ગમ્યો નહીં, એક કાળે ‘ફાની' બદાયૂની દર્દ અને દુ:ખનો સહુથી મોટો શાયર કહેવાતો, પણ એમાં રોવું અને તડપવું વિશેષ હતું. માત્ર ઇશ્ક અને હુનની નાજુક બયાની કરતી ઉર્દૂ કવિતાને જોઈને એક વાર તો ‘ફિરાકે' બોલી ઊઠ્યા કે ઉર્દૂ કવિતામાં શરાબ છે, શરબત છે, પણ અમૃત નથી. એને અ-મૃત તત્ત્વ તરફ વાળવાનો ‘ફિરાકે ” પ્રયાસ કર્યો. ઉર્દૂ શાયરીની પ્રેયસી હતી બેવફા વેશ્યા. ‘ફિરાકે” એને કોઠા પરથી નીચે ઉતારી. એના આશિકને રાત-દિવસની વેદના, વિરહ, તલસાટ અને આંસુમાંથી બહાર કાઢ્યો. ‘ફિરાકના સૌંદર્ય-આલેખનમાં સંસ્કૃત અને હિંદી સાહિત્યનો પ્રભાવ હતો. ‘ફિરાકનો આશિક ફરિયાદ કરે છે, પણ પોતાનું ગૌરવ જાળવીને, અગાઉનો કવિ પ્રેયસી માટે તડપતો હતો, પણ એની સાથે કશું તાદાત્મ સાધ્યું નહોતું. એની પ્રિયતમા પોતાના પ્રિયતમ પ્રત્યે બેરુખી(ઉપેક્ષા)નો ભાવ દાખવતી હતી. આશિક માશુકાની એક નજ૨ માટે તડપતો હતો, પણ એણે પોતાની પ્રિયતમાને નજીકથી નિહાળી નહોતી, હૃદયથી જાણી નહોતી, બુદ્ધિથી નાણી નહોતી, ‘ફિરાક' પ્રિયતમા સાથેના તાદાભ્યનું મનભર ગાન કરે છે, એ એને નિહાળતો જ

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101