Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 41
________________ ભાવન-વિભાવના નસીબે ખુફતા કે ' શાને * ઝિંઝોડ સકતા હું, તિલસ્મ* ગફલતે કોર્નન તોડ સકતા હું, ન પૂછ હૈ મેરી મજબૂરિયોં મેં ક્યા કસબલ ? મુસીબતોં કી કે લાઈ મરોડ સકતા હું. ઉંબલ પડે – અભી આબેહયાત કે ચમે * શરારો' સંગકો* અંસા નિચોડ સકતા હું. એમના સંઘર્ષમય જીવનની પરાકાષ્ઠા તો ત્યારે આવી કે માત્ર છ-સાત મહિનાના અલ્પકાળમાં જ એમનું દાંપત્યજીવન નંદવાઈ ગયું. જીવનનો આ અભાવ એમની કવિતાના પ્રારંભકાળમાં જોવા મળે છે, પરંતુ ‘ફિરાક’ એમાંથી તરત બહાર આવ્યા અને ફરી સૌંદર્યખોજની રાહ પર ચાલવા લાગ્યા. અલ્હાબાદની મ્યોર સેન્ટ્રલ કૉલેજમાં બી.એ. થયા પછી અંગ્રેજ સરકારે એમને ડેપ્યુટી ક્લેક્ટરનો હોદ્દો આપ્યો, પરંતુ એનો અસ્વીકાર કરીને ‘ફિરાક' રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. એમણે કારાવાસ પણ સ્વીકાર્યો, પરંતુ કારાવાસ એમને માટે કાવ્યશાળામાં પલટાઈ ગયો. અહીં સમર્થ સાહિત્યસ્વામીઓ સાથે પરિચય થયો જ , પરંતુ મૌલાના મોહમ્મદ અલી, મૌલાના ‘હસરત મોહાની અને મૌલાના અબ્દુલકલામ આઝાદ' સાથે રહેવાની તક મળી અને આથી જ વિખરાયેલી જિંદગી ગુમરાહ થવાને બદલે એક સુંદર ઘાટ પામી. ‘ફિરાક’ એક શે 'રમાં કહે છે : પ્રયોગશીલ સર્જક ફિરાક અહલે-જિન્દા કી યે મજલિસ હૈ સુબૂત ઇસકા ‘ફિરાક કિ ખબર કેર ભી યે શીરાજા ૧૪ પરેશાં૧૫ ન હુઆ. ઈ. સ. ૧૯૨૭માં કારાવાસમાંથી મુક્ત થયા બાદ તેઓએ ઉર્દૂ સાહિત્યના અધ્યાપક તરીકે કામગીરી બજાવી. આની સાથોસાથ એમ. એ. થયા અને અલ્હાબાદ યુનિવર્સિટીમાં ઈ. સ. ૧૯૩૦માં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા, જ્યાં તેઓએ નિવૃત્તિપર્યંત કામ કર્યું. ‘ફિરાક” ગોરખપુરીને અલ્હાબાદમાં પ્રો. નાસરી સાથે સંબંધ થયો અને એનાથી એમની સાહિત્યિક ગતિવિધિ વેગીલી બની. ફિરાકને બાળપણમાં ભારતીય સંતવાણીના સંસ્કારો મળ્યા. એ પછી એમણે ગાલિબ, મીર, મોમીન અને મુસહફી જેવા સર્જ કોના સર્જનનો ગાઢ સહવાસ સેવ્યો. ગાલિબ પાસેથી જીવનનું નીતર્યું દર્શન પામ્યા. વેદનાના લાવારસનો ધગધગતો અનુભવ મીરની પાસેથી મળ્યો, જ્યારે ઊર્મિનો ઊછળતો આવેગ મુસહફી પાસેથી પામ્યા. પાશ્ચાત્ય સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. આમ ‘ફિરાક 'ના સર્જ કચિત્તમાં સમૃદ્ધ સાહિત્યધારાઓનો ત્રિવેણીસંગમ રચાયો. આટલી વિશાળ સાહિત્યઉપાસનાને કારણે જ ‘ફિરાક'નું સર્જકચિત્ત ઉર્દૂ સાહિત્યકારોમાં નોખું તરી આવે છે. ‘ફિરાકના આગમન પહેલાં ઉર્દૂ કવિતા પ્રણયના લાગણીવેડાથી નીતરતી હતી અને જીવનની નક્કર વાસ્તવિકતાથી ઘણી વેગળી હતી. આંસુથી ખરડાયેલા પોચટ પ્રણયના ચીલે ચાલતી ઉર્દૂ કવિતા એકસુરીલી અને બંધિયાર બની ગઈ હતી. માત્ર શરાબ અને શબાબના સાંકડા વિષયવર્તુળમાં ઘૂમતી હતી. આવે સમયે ઉર્દૂ કવિતામાં નવીન વિચાર, નોખી વિભાવના અને નવા નવા પ્રયોગોથી ચીલો ચાતરવાનું ૧૩. જે નિવાસી, ૧૪. સિલાઈ (પુસ્તકની), ૧પ. વિખરાઈ ૧. સૂતેલા નસીબને, ૨. ખભો, ૩. ઢંઢોળવું, ૪. જાદુઈ, ૫. પ્રમાદ, . બંને લોક – આ લોક અને પરલોક, ૩. શક્તિ, ૮ ફૂટી નીકળશે, ૯, અમૃતજળનાં, ૧૦. ઝરણાંઓ, ૧૧. ચિનગારી, ૧૨. પથ્થરને

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101