________________
પાંચ
ભાવન-વિભાવન લેવા માંડ્યા. તેઓ એવી દૃઢ માન્યતા ધરાવે છે કે કલાકારે એની સાહિત્યિક રુચિની ઓળખ માટે એની સર્જનાત્મકતાને અનુકુળ વાતાવરણ સર્જવાને માટે આવા વિવાદોમાં જાતે જ ઝુકાવવું જોઈએ. પાકિસ્તાનમાં ઇસ્લામી અને રુહાની (આધ્યાત્મિક) સાહિત્યનો જોરશોરથી નારો પોકારવામાં આવ્યો, ત્યારે એમણે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ રીતે પ્રગટ કર્યો. ‘ફિરાક’ની ગણના સામ્યવાદમાં વિશ્વાસ ધરાવનારા પ્રગતિશીલ સાહિત્યકારોમાં થતી હતી, પરંતુ જ્યારે એમણે જોયું કે પ્રગતિશીલ સાહિત્યકાર સંકુચિતતાનો શિકાર બને છે અને સમૃદ્ધ પ્રાચીન વારસાની ઉપેક્ષા કરે છે ત્યારે તેમણે ચેતવણી આપતાં કહ્યું કે, વિશ્વના સૌથી પ્રાચીન પુસ્તક ઋગ્વદથી માંડીને ટેનિસન, સ્વીનબર્ન, ટૉલ્સ્ટૉય, ટાગોર, ગાલિબ અને ઇકબાલના સાહિત્યમાં જે કલાત્મક ચમત્કાર છે, એનાથી પ્રગતિશીલ સાહિત્યકાર, વિમુખ રહેશે તો તે માત્ર પ્રગતિશીલતાના ઉદ્દેશને આધારે મહાન સાહિત્યનું સર્જન કરી શકશે નહીં. પ્રાચીન સાહિત્યના આત્માને એમણે આત્મસાત્ કરવો જોઈએ, માત્ર પ્રાચીન સાહિત્યના અધ્યયનથી આ પ્રાપ્ત થશે નહીં, બલકે આ માટે એના આત્મા સુધી પહોંચવું પડશે. તેમણે કહ્યું કે જો પ્રાચીન સાહિત્યના હાર્દને પામી શકીશું નહીં તો આપણું સાહિત્ય પ્રગતિશીલ હોવા છતાં કપાયેલા પતંગ જેવું દિશાશૂન્ય બની રહેશે.
- ઉર્દૂ સાહિત્ય પર ‘ફિરાક'નો એટલો પ્રભાવ પડ્યો કે કેટલાક એના સર્જનકાળને ‘ફિરાક યુગ' તરીકે ઓળખાવે છે. ઉર્દૂ ગઝલમાં તેઓ નવું જ રૂપ લઈ આવ્યા. ઉર્દૂ સાહિત્યમાં ‘ફિરાક’ના પ્રદાનને એના જ એક શે'રથી જોઈએ તો -
હજાર બાર જમાના ઈધર સે ગુજરા હૈ નઈ-નઈ સી હૈ કુછ તેરી રહગુજર ફિર ભી !
વાર્તાકાર ધૂમકેતુ
ઈ. સ. ૧૯૨૬માં ‘તણખા મંડળ-૧' પ્રગટ થતાં ગુજરાતી નવલિકા વિચાર, વિષય, લાગણી અને સહ-અનુભૂતિના નવા ફલક પર પ્રયાણ આદરે છે. અગાઉની ભદ્ર અને સુખી સમાજ આસપાસ વીંટળાયેલી, દાગી-તકિયે બેસીને વિચારતા પ્રશ્નોને ચર્ચતી કે વાગોળતી તેમ જ સમાજસુધારાના સમર્થનાથે કે ક્યારેક પ્રચારાર્થે પ્રયોજાતી નવલિકાની ત્રિજ્યા ધૂમક્તના આ વાર્તાસંગ્રહથી વિસ્તરે છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતી નવલિકામાં ‘મલયાનિલ'ની ‘ગોવાલણી' જેવી એક-બે વાર્તાઓ મળતી હતી અને જ્યારે કનૈયાલાલ મુનશી, ધનસુખલાલ મહેતા કાચી-પાકી ટૂંકી વાર્તાઓનો ફાલ આપતા હતા ત્યારે ધૂમકેતુએ એમની નવલિકામાં ધ્વનિતત્વની માવજત, પ્રમાણભાન, પાત્રનાં વર્તનો વચ્ચેની સુસંગતતા વિશે સૌ પ્રથમ સંભાનતા દાખવી. રોમેન્ટિક શૈલી ધરાવતા આ ભાવનાશાળી સર્જકે પાત્રો અને