Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 36
________________ ભાવન-વિભાવના રચનાઓ આપી. જ્ઞાનવિમલસૂરિનું સાહિત્ય બહુધા સાંપ્રદાયિક પરિપાટીનું છે, પરંતુ એ મર્યાદા જાળવીને પણ , એમણે અલંકારરચના, પદ્યબંધ, દૃષ્ટાંતબોધ વગેરેની જે શક્તિ બતાવી છે તે પ્રશય છે. જ્ઞાનવિમલસૂરિની કૃતિઓમાંથી અને એમના સમકાલીનોની નોંધમાંથી એમના જીવન વિશે સારી એવી માહિતી સાંપડે છે. એમનો જન્મ વિક્રમ સંવત ૧૯૯૪માં મારવાડના ભિન્નમાલ નગરમાં થયો હતો. તેઓ વીશા ઓશવાલ જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ વાસવ શેઠ અને માતાનું નામ કનકાવતી હતું. બાળપણમાં એમનું નામ નાથુમલ હતું. માત્ર આઠ વર્ષની વયે વિક્રમ સંવત ૧૭૦૨માં એમણે તપગચ્છની વિમલ શાખામાં પંડિત વિનયવિમલગણિના શિષ્ય પંડિત ધીરવિમલગણિ પાસે દીક્ષા લીધી. દીક્ષા સમયે એમનું નામ ‘નયવિમલ” રાખવામાં આવ્યું. આ પછી એમણે કાવ્ય, તર્ક, ન્યાય, શાસ્ત્રાદિમાં નિપુણતા મેળવી. તેઓએ શ્રી અમૃતવિમલગણિ તથા શ્રી મેરુવિમલગણિ પાસે વિદ્યાભ્યાસ કર્યો. વિક્રમ સંવત ૧૭૨૭ મહા સુદ દશમને દિવસે મારવાડના સાદડી પાસેના ઘાણેરાવ ગામમાં ઉત્સવપૂર્વક આચાર્ય વિજયપ્રભસૂરિએ એમને પંન્યાસપદ આપ્યું. ત્યાર બાદ વિક્રમ સંવત ૧૭૪૮ ફાગણ સુદ પાંચમને ગુરુવારના દિવસે શ્રી નવિમલગણિને આચાર્યપદની પ્રાપ્તિ થઈ અને તેમના વિશાળ જ્ઞાનને લીધે તેમનું નામ જ્ઞાનવિલમસૂરિ રાખવામાં આવ્યું. શ્રી જ્ઞાનવિમલસૂરિએ સુરત, ખંભાત, રાજનગર (અમદાવાદ), પાટણ, રાધનપુર, સાદડી, ઘાણેરાવ, શિરોહી, પાલીતાણા, જૂનાગઢ વગેરે સ્થળોએ વિહાર કર્યો. એમની વિહારભૂમિ મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને સૌરાષ્ટ્રનો પ્રદેશ હતી. શત્રુંજય તીર્થની એમણે અનેક વખત યાત્રા કરી હતી. જ્ઞાનવિમલસૂરિની રચનાઓમાં પણ શત્રુંજયતીર્થ પ્રત્યેની એમની દૃઢ આસ્થા સ્થળે સ્થળે પ્રગટ થાય છે. એમણે સંસ્કૃત જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન ભાષામાં ‘ઘરનવ્યકિરવૃત્તિ:', ‘શ્રપાનથરિત્ર' અને ‘રિવાર વાત્રીનનરસુતિવૃત્તિ' જેવા ગ્રંથોની રચના કરી છે. જ્ઞાનવિમલસૂરિની સંસ્કૃત ભાષાની નિપુણતાનો ખ્યાલ એમના જીવનપ્રસંગમાંથી પ્રાપ્ત થાય છે. એક વાર તપાગચ્છના આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ શત્રુંજય તીર્થમાં પધાર્યા હતા, ત્યારે તેઓ તીર્થનાયક આદીશ્વર ભગવાન સમક્ષ ચૈત્યવંદન કરવા ગયા, પરંતુ એ સમયે શ્રી નયવિમલગણિ ત્યાં આવ્યા અને તાત્કાલિક નવાં કાવ્ય રચીને સ્તુતિ કરવા લાગ્યા. એમની કવિત્વશક્તિ જોઈને આનંદિત થયેલા આચાર્યશ્રીએ નવિમલગણિને “આવો જ્ઞાનવિમલસૂરિ ” કહીને સૂરિપદની યોગ્યતા દર્શાવી આદરપૂર્વક બોલાવ્યા. શ્રી નવિમલગણિએ નમ્રતાથી ‘મપ્રરની' એમ કહ્યું. આ પછી આચાર્યશ્રીએ નયવિમલગણિને ચૈત્યવંદન કરવાનું કહ્યું. સામાન્ય રીતે જે સૌથી વધુ પૂજ્ય હોય તે ચૈત્યવંદન કરે તેવી પ્રણાલિકા હોવાથી અન્ય સાધુજનો ખેદ પામ્યા, પરંતુ એમને સમજાવતાં આચાર્યશ્રીએ કહ્યું, “ભલે મારા પદને કારણે હું પૂજ્ય ગણાઉં, પરંતુ મારામાં નવિમલગણિ જેવું જ્ઞાન અને કવિત્વશક્તિ સતાંશે પણ નથી. તેઓ જ્ઞાનવૃદ્ધ છે તેથી એમને આદર આપું છું.” શ્રી નવિમલગણિએ તત્કાલ નવાં કાવ્યો રચીને ૪૫ કાવ્યો વડે ચૈત્યવંદન કર્યું. જ્ઞાનવિમલસૂરિનું વિપુલ સાહિત્યસર્જન જોતાં એમનો સમકાલીનો પ્રત્યેનો આદર પણ પ્રગટ થાય છે. એમણે આનંદઘન અને યશોવિજયની કૃતિઓ પર ટબા રચ્યા છે. આનંદઘન ચોવીસીનો રબો લખવા માટે એમણે સુરતના સૂર્યમંડન પાર્શ્વનાથના દેરાસરમાં છ મહિના સુધી ધ્યાન ધર્યું હતું અને એ પછી આનંદઘનજીનાં ચોવીસ સ્તવનો પર સ્તબક રચ્યો. એ જ રીતે ‘નવપદની પૂજામાં જ્ઞાનવિમલની પૂજા સાથે યશોવિજય અને દેવચંદ્રની પૂજા પણ સંકલિત રૂપે મળે છે.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101