Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 35
________________ ભાવન-વિભાવન સંદર્ભસૂચિ ૧. ‘નર્મદનું મંદિર', ગદ્યવિભાગ : સં. વિશ્વનાથ ભટ્ટ, પૃ. ૩ ૨. ‘વીર નર્મદ', લે. વિશ્વનાથ ભટ્ટ, પૃ. ૧૦૦ ૩. ‘મારી હકીકત', લે. કવિ નર્મદાશંકર, ૧૯૯૬, પ્રથમ આવૃત્તિનું પુનર્મુદ્રણ, પૃ. ૩૨ ૪. ‘નર્મદનું મંદિર', ગદ્ય વિભાગ : સં. વિશ્વનાથ ભટ્ટ, પૃ. ૩ ૫. ‘ડાંડિયો', ૧૫ જૂન-૧૮૯પનો અંક, લખનાર ‘મિત્ર' ૬. ‘નર્મદનું મંદિર', ગદ્યવિભાગ - ‘આજ કાલ', સં. વિશ્વનાથ ભટ્ટ, પૃ. ૩૬૫-૩૬૩ ૭. ‘ડાંડિયો', ઈ. સ. ૧૮૬૭, ૧૫મી માર્ચ, અંક ૧, પૃ. ૭ ૮. ડાંડિયો', ૧૮૬૯, ૧લી મે ત્રણ જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિપુલ, વૈવિધ્યમય અને કવિત્વપૂર્ણ સર્જન માટે વિક્રમના ૧૮માં સૈકામાં થયેલા, તપગચ્છની વિમલ શાખાના જૈન સાધુ જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન નોંધપાત્ર ગણાય. એમણે ગુજરાતી ભાષામાં એટલી બધી કૃતિઓની રચના કરી હતી કે એથી એમ કહેવાતું કે સંસ્કૃતમાં જેમ હેમચંદ્રાચાર્ય તેમ પ્રાકૃતમાં એટલે કે દેશી ભાષાઓમાં જ્ઞાનવિમલસૂરિ છે. વૈવિધ્યની દૃષ્ટિએ જોઈએ તો એમની કૃતિઓ કથાત્મક, તત્ત્વવિચારાત્મક, બોધાત્મક અને સ્તુત્યાત્મક - એમ બધા પ્રકારની છે. આ કૃતિઓમાં એમના પાંડિત્ય ઉપરાંત છંદ, અલંકાર આદિ કવિકૌશલની પ્રૌઢિનો પણ પરિચય થાય છે. એમણે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી - એમ ત્રણે ભાષાઓમાં ગ્રંથો રચ્યા. ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં મહત્ત્વપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101