________________
ર
ભાવન-વિભાવન
સામ્બ સદાશિવ' બોલતો નિવૃત્તિધર્મ સ્વીકારે છે અને સંરક્ષક પક્ષની સ્થાપના કરે છે. આ માટેનાં એના ‘ધર્મવિચારનાં લખાણોમાં નર્મદના ગદ્યની બીજી વિશિષ્ટતા દેખાય છે. શાંત, સ્વસ્થ અને પક્વ બુદ્ધિનો ઠરેલ નર્મદ જોવા મળે છે. આ લખાણોમાં નર્મદમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં પક્વતા, પ્રૌઢિ અને શાસ્ત્રજ્ઞાનના સંસ્કાર જોવા મળે છે. આરંભની શૈલીની સ્વાભાવિક તાજગીને બદલે આ નિબંધોની શૈલી ક્યાંક કૃત્રિમ કે આડંબરી બની રહે છે, પરંતુ એના ગદ્યમાં સુગ્રથિતતા, સુઘડતા અને સૂત્રાત્મકતાની છાપ ઊપસી આવે છે.
પોતાના પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભ’ (ઈ. સ. ૧૮૫૦)માં ‘સભાસદ્ ગૃહસ્થોને' ઉદ્દેશીને બોલનારો નર્મદ ‘આર્યોદ્ધોધન’ (ઈ.સ. ૧૮૮૨) નિબંધમાં ‘આર્યબંધુઓને નહીં, બલ્કે ‘ભો આર્ય !’ને ઉદ્દેશીને કહે છે –
“જાણ, અનેક નિયમપાલણમાં જે આ મનુષ્ય – સંસારનાં તેના કરતાં પરલોકનાં તે જ ઉત્તમ છે. જે બુદ્ધિ આ સંસારના જ અર્થકામમાં મગ્ન તે અધમ, પછી ગમે તેવી તે દેખીતી બળવાળી રાક્ષસી હોય; જે બુદ્ધિ આ સંસ્થાને જોઈ ઉદાસી રહી ઈશ્વર ભણી લક્ષ રાખે ને સંસારી અર્થકામમાં શુભ નિયમે માત્ર કર્તવ્ય કરે તે માધ્યમ, પછી ગમે તેવી નબળી સ્થિતિમાં મનુષ્યને દાખવે તોપણ; અને જે બુદ્ધિ સંસારથી અલગ કરી ઈશ્વરપ્રાપ્તિના નિત્ય ઉદ્યોગમાં રાખે તે ઉત્તમ છે. આ સંસાર આધિ-ઉપાધિએ દુઃખ દેનારો, ભોગને માટે લલચાવી પછી રોગ આણનારો એવો છે. વિદ્યા પણ તે જ ઉત્તમ કે જે ઈશ્વરપ્રાપ્તિ કરાવે...”
“જાણ, સિદ્ધાંત કે ચર્ચ મતિ તદ્યા મતે તથા નીચા,
ગુજરાતી ગદ્યનું પ્રભાત
93
જે જે પ્રકારે થવાનું છે તે તે પ્રકારે થશે, બીજે પ્રકારે નહિ. માટે ધીરો પડ ને ધીરજ ન રહે અને ભોગની જ ઇચ્છા છે તો સત્કર્મનું અનુષ્ઠાન કર; ભાગ્ય હશે તો આ જન્મ, ફળ પામીશ, ને નહિ તો બીજે જન્મે, પણ શુભ કર્મનું ફળ શુભ તે પામીશ જ - કર્મ પ્રમાણે ફળ ને કર્મ પ્રમાણે બુદ્ધિ (જન્મ જન્મના સંબંધમાં) એમ છે, તોપણ રૂડી બુદ્ધિએ વિચારી ક્રિયમાણ કર."
યુવાન નાયકના જુસ્સાને બદલે પ્રૌઢ વિચારકની શાંતિ અનુભવાય છે. ચિંતનાત્મકતા અને પર્યેષકતા એ આ ગઘનાં મુખ્ય લક્ષણો છે, જેનો વિકાસ નર્મદ પછી ઝાઝું જીવ્યો નહીં, તેથી વિશેષ જોવા મળતો નથી, પણ એ જ શૈલી નવો ઉન્મેષ ધારણ કરીને પંડિતયુગમાં સારી પેઠે ખીલે છે. સૌથી વિશેષ તો વીર નર્મદનું તેજસ્વી વ્યક્તિત્વ, એની વિશિષ્ટતાઓ સાથે તેના ગદ્યમાં ઊતર્યું છે. *Style is the index of personality' એ ન્યાયે સમર્થ ગદ્યસ્વામીઓને ઓળખવામાં આવે છે. નર્મદ એની ગદ્યશૈલી પરથી તરત ઓળખાઈ જાય છે. ગોવર્ધનરામ, ન્હાનાલાલ, બ. ક. ઠાકોર અને ગાંધીજીનાં લખાણો પર તે દરેકની વિશિષ્ટ વ્યક્તિત્વની મુદ્રા દૃઢ અંકિત થયેલી જોવા મળે છે. આ સમર્થ મહાનુભાવોનો પ્રશસ્ત પુરોગામી નર્મદ હતો એ જ એનું અનન્ય ગદ્યસ્વામિત્વ સિદ્ધ કરવા પૂરતું નથી શું ?