Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 29
________________ ભાવન-વિભાવન ટૂંકાં ટૂંકાં વાક્યોથી એ બળનો ઉછાળ અનુભવાય છે. ક્યારેક તો “વહાલા દેશીઓ ને ‘ઈર્ષા, પાતક ને મહેણાંરૂપી ચાબૂકના મારથી ઉશ્કેરાઈને કામકાજે મંડી પડો. ને દેશનું નામ હતું તેવું કહેવડાવો’ એવા આશયથી પણ ધારદાર ગદ્ય પ્રયોજે છે. વર્તમાન સમયમાં જોવા મળતા કુસંપ વિશે હોય કે ફાર્બસે લખેલા ‘રાસમાળા'ના પુસ્તકની પ્રશંસા કરવી હોય ત્યારે પણ આવી ઉદ્ધોધનની શૈલી યોજે છે. ક્યાંક ‘તમે’ ‘જ્યાં' જેવા શબ્દો પર વાક્યારંભે વારંવાર ભાર મૂકીને નર્મદ પોતાની બળકટ વાણીમાં દેશબંધુઓને જાગ્રત થવા ઉલ્બોધે છે – “ઓ હિંદુઓ ! તમે કોઈ દિવસ મંડળીમાં મળી, એકમત થવાનો વિચાર નથી કીધો. તમે સુધારા-વધારાના કામમાં આગળ નથી પડ્યા, તમે દેશને, રોજ ગારે કારખાનાંઓએ પ્રખ્યાત કરવાને સ્વપ્નામાં પણ ધાર્યું નથી. તમે એટકે કેમ અટકી રહ્યા છો ? ગુજરાતી ગદ્યનું પ્રભાત લોહીથી મળતા ઊંચા સુખની શુભેચ્છા નથી, પણ ઠંડા લોહીનાં સુખથી સંતોષ છે - ત્યાં ઐક્યની, દેશદાઝની - સમજ ક્યાંથી જોવામાં આવે ?” આવી રીતે પહેલા શબ્દ પર ભાર મૂકીને નર્મદા પ્રવર્તમાન સ્થિતિ પ્રત્યે ધ્યાન ખેંચે છે, તો ઘણી વાર સતત પ્રશ્નો પૂછીને પોતાના ભાવને વેધકતાથી પ્રગટ કરતો હોય છે. ‘બાળવિવાહ’ અને ‘કવિતા' એ બે ભિન્ન વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરતાં કહે છે – બાળક છોકરાઓનો વિવાહ કરી તેઓને બંધનમાં રાખો છો - ૧૫ વર્ષનો થશે કે ગૃહસ્થાશ્રમ લઈ દોડશે. હવે એ છોકરા શું વિદ્યાભ્યાસ કરે ને પૈસા કમાય ? શું સ્ત્રીને સુખી કરી પોતે પામે ? વિચારહસ્ય તે શું જાણે ? શું શોધ કરે ને શું નામ કરે ? ૨૦ વર્ષની અંદર તે ઓછામાં ઓછા બે છોકરાંથી વીંટળાયેલી જ હોય !” જ્યાં પ્રજામાં જાતિભેદ, કુળઅભિમાન, ને ધર્મમતાભિમાન એ થકી તડાં બંધાએલા – જ્યાં એક વર્ગ ધર્મને બહાને બીજાને પોતાના તાબામાં રાખે છે ને એ બીજો અજાણ રહી ભોળા ભાવમાં તાબે થઈ રહે છે ને કુળનો જ ઉદ્યમ કરે છે - જ્યાં વર્ગોમાં પરસ્પર ખાવાપીવાનો ને કન્યા આપવા લેવાનો અટકાવ છે – જ્યાં ધર્મસંબંધી મતભેદ ઘણો હોઈને તે જનમાં પરસ્પર વિરોધ કરાવે છે - જ્યાં સૌ વર્તમાનના જ લાભને જોય છે, પણ ભવિષ્યના જોતા નથી – જ્યાં સૌ સ્વાર્થબુદ્ધિના જ દાસ થઈ રહે છે, પણ પરમાર્થબુદ્ધિને અનુસરીને વર્તતા નથી - જ્યાં જીવતા સુખ ભોગવવા ઉપર થોડી ને મુએ સુખ ભોગવવાના બોધ આપવા લેવાની બહુ કાળજી છે - જ્યાં ગરમ “કવિતા ન હોય તો સદ્ગુણ, પ્રીતિ, સ્વદેશાભિમાન, મૈત્રી એની શી દશા થાત ? આ સુંદર રમણીય જગતનો દેખાવ કેવો થાત ? આ દુનિયાનાં દુ:ખમાં અને મોતના ભયની વખતમાં આપણને દિલાસો ક્યાંથી મળત ? અને મુઆ પછી આપણે શી ઉમેદ રાખત ? કવિતાથી સઘળી વસ્તુ પ્રીતિમય થઈ રહે છે.” નર્મદના ગદ્ય પર ઍડિસન અને સ્ટીલનાં લખાણોનો પ્રભાવ હતો, તેમ ક્વચિત્ સંસ્કૃતની શિષ્ટ છટા પણ પ્રગટતી દેખાય છે. પરંતુ વિશેષતઃ તળપદી ભાષાભંગીઓથી તેણે આપણા ગદ્યની પ્રાથમિક બાંધણી તૈયાર કરી છે. તળપદી ભાષાનો એનો ઉપયોગ સ્વામી આનંદનું સ્મરણ કરાવે છે. પણ સ્વામી આનંદના ગદ્યમાં અનેક

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101