________________
ભાવન-વિભાવન
તેને જુદું સ્થાન આપ્યું હોત તો યોગ્ય લેખાત. તેવી જ રીતે પર્યાય અને પરિવૃત્તિ બંનેને પરિવૃત્તિ નામના એક જ અલંકારમાં સમાવી લે છે, તેમાં પણ બહુ ઔચિત્ય દેખાતું નથી. વળી અહીં આ અલંકારને સમાવવાના ઔચિત્યને સિદ્ધ કરવા જરા સરખો પ્રયાસ પણ નથી કરતા. કદાચ તેઓ સંક્ષિપ્તતાના આગ્રહને વશ થઈને જ આમ કરતા હોય. આથી કંઈક ઔચિત્યભંગ થવા છતાં પોતાનું નિરૂપણ સરળ બનાવવાનો તેમનો યત્ન છે. વળી સૌંદર્યદૃષ્ટિએ ધ્યાનપાત્ર એવા સૂક્ષ્મ અલંકારનો તેઓ અનુમાનાલંકારમાં સમાવેશ કરી દે છે. વળી હેમચંદ્રાચાર્ય ઉક્તિવૈચિત્ર્ય મુજબ વિવિધ અલંકારભેદોના પ્રપંચમાં પડવા નથી ચાહતા, અને તેથી જ વિરોધ અલંકારમાં આઠ જેટલા અલંકારો મૂકી તેમણે સંક્ષેપ સાધ્યો છે. વળી છેલ્લા અલંકારોમાં તો ‘વિવેક'માં પણ તેઓ વિશદ ચર્ચા કરવાને બદલે ઝડપથી પ્રચલિત અલંકારો સમજાવતા જાય છે. અહીં તેઓ માત્ર જૂની પરંપરાને વળગીને અભ્યાસીઓને વધુ ને વધુ અલંકારોનો ખ્યાલ આપતા જણાય છે.
અલંકારવિવેચનમાં હેમચંદ્રાચાર્યનો હેતુ દિમાત્રનો નિર્દેશ કરવાનો જણાય છે. અહીં તેઓ અલંકારના વિવેચનને વર્ગીકરણના ખોટા વિસ્તારમાંથી બચાવ કરવા પ્રયાસ કરતા હોય તેમ દેખાય છે.
તે કેવળ સિદ્ધાંત અને આવશ્યક તત્ત્વોની જ ચર્ચા કરે છે. આ માટે જ તેઓ અલંકારના હાર્દભૂત મળતાપણા અને નજીકપણાને ધ્યાનમાં લઈને તે બધાને એક અલંકારના ભાગ તરીકે નિરૂપે છે અને બહુ બહુ તો તેને એક પેટાભેદ ગણવા જેટલી વિશેષતા આપે છે. આમ કરવામાં વધુ પડતો સંક્ષેપ થઈ જવાનો, કેટલાક અલંકારોની મહત્ત્વની વિલક્ષણતાને અનુચિત ગૌણત્વ આપી દેવાનો, એક અલંકાર નીચે આપેલાં ઉદાહરણોમાં ભિન્નતા જણાવવાનો અથવા તો અલંકારની
૨૩
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના વ્યાખ્યા વધુ પડતી સામાન્ય બની જવાનો દોષ સેવવાનો ભય રહે છે. આથી તેમનું વર્ગીકરણ સંપૂર્ણપણે સ્વીકાર્ય તો ન જ બની શકે.
અનેક અલંકારોને એક અલંકારમાં સમાવવાની બાબતમાં પોતાની રુચિ અને અમુક પ્રકારની વ્યક્તિગત દૃષ્ટિને હેમચંદ્રાચાર્ય અનુસરે છે, પણ આથી તેઓ પૂર્વાચાર્યોનો અનાદર કરે છે તેવું નથી. તેઓ તો તેમની ‘વિવેકપૂડાળિ’ નામની વિસ્તૃત ટીકામાં પૂર્વાચાર્યોના ઋણનો વારંવાર સ્વીકાર કરતા જણાય છે. વળી તેઓ આ ટીકામાં પોતાના સંક્ષેપને સમજાવવા પણ પ્રયત્ન કરે છે. આમ અન્ય આલંકારિકોની કોઈ પણ ટીકા કર્યા વિના પોતાની અમુક પ્રકારની રુચિ તેમજ વ્યક્તિગત દૃષ્ટિ પ્રમાણે અલંકારોનું વર્ગીકરણ કરતા હેમચંદ્રાચાર્યની પ્રશંસા કરી શકીએ તેમ છીએ.
આમાં હેમચંદ્રાચાર્યનો હેતુ અલંકારના વર્ગીકરણની પદ્ધતિમાં સૌંદર્યદૃષ્ટિએ યા અન્ય પ્રકારે નવી વ્યવસ્થા આણવાનો નથી, તેમ જ તેવો તેમનો દાવો પણ નથી. તેઓ તો પોતાના વિશિષ્ટ સમાજ માટે પૂર્વવિદ્યાઓને વિશદ રીતે રજૂ કરતો ગ્રંથ તૈયાર કરવા માગે છે અને એમાં ક્યારેક ગૌણપણે એમની પ્રતિભાનું દર્શન થાય છે ખરું.
હેમચંદ્રાચાર્યની વિશિષ્ટ કૃતિ છે સંસ્કૃત અને પ્રાકૃત ‘ચાય’. સોલંકીયુગની સંસ્કારિતાને શબ્દબદ્ધ કરતી ગુજરાતની પહેલી અને શ્રેષ્ઠ ગણાય તેવી ઐતિહાસિક કાવ્યકૃતિ ‘શબ્દાનુશાસન'નાં સૂત્રોનાં દૃષ્ટાંતો આપવા માટે ચૌલુક્યવંશની કથાને તેમણે વિષયવસ્તુ તરીકે રાખીને ‘ચાશ્રય’ કાવ્યની રચના કરી. વ્યાકરણ અને ઇતિહાસ એમાંથી એકસાથે સહજપણે સિદ્ધ થાય છે તેથી ‘હચાશ્રય' મહાકાવ્ય તરીકે ઓળખાય છે. મહાકાવ્યમાં મળે એવાં ઋતુવર્ણન, રસવર્ણન