Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 13
________________ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ભાષામાં કાલગ્રસ્ત અથવા તો તદન અપરિચિત બની ગયેલા શબ્દો પણ આમાં સંગ્રહ પામ્યા છે. વળી જેના મૂળ વિશે સંશય હોય તેવા કેટલાક શબ્દોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ ૭૮૩ ગાથામાં લગભગ ૩,૯૭૮ શબ્દો આ કોશમાં સંગૃહીત થયા ભાવન-વિભાવના મહેન્દ્રસૂરિએ એવો ઉલ્લેખ કર્યો છે કે પોતાના ગુરુ હેમચંદ્રાચાર્ય પાસે વિશાળ ગ્રંથસંગ્રહ હતો અને તેમાં ધવંતરિનો ‘નિઘંટુ' ગ્રંથ પણ હતો. ‘નિર્ધશેષ ના છ કાંડ મળે છે અને આ એક પ્રકારનો વૈદકશાસ્ત્રને માટે ઉપયોગી એવો વનસ્પતિકોશ છે. આ કોશ છે કાંડમાં વહેંચાયેલો છે અને તેની કુલ શ્લોકસંખ્યા ૩૯૬ છે. આ કોશમાં વૃક્ષ, ગુલ્મ, લતા, શાક, તૃણ અને ધાન્ય એમ છ કાંડ છે. ક્રમશઃ કાંડના શ્લોકોની સંખ્યા ઓછી થતી જાય છે. પ્રથમ ક્રૂસાઇg: ની શ્લોકસંખ્યા ૧૮૧, દ્વિતીય ગુન્માણની શ્લોકસંખ્યા ૧૦૫, તૃતીય તતાશાજપુતની શ્લોકસંખ્યા ૪૪, ચતુર્થ TTTTTની શ્લોકસંખ્યા ૩૪, પાંચમા તુવેરની શ્લોકસંખ્યા ૧૭ અને છઠ્ઠા ધાન્યાહુની શ્લોકસંખ્યા ૧૫ છે. હેમચંદ્રાચાર્યના બીજા કોશો જેટલો આ શબ્દકોશ જાણીતો બન્યો નથી. ત્રણ સંસ્કૃત કોશોની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે સંસ્કૃત શબ્દશાસ્ત્રને વ્યાપમાં લેવા પ્રયાસ કર્યો છે. કોશરચનાની પાછળ ગુજરાતના સરસ્વતીપૂજ કોને સહાયરૂપ થવાની તેમની ભાવના તરવરે છે. વળી ધન્વતરિ, વ્યાડિ અને ધનપાલના કોશો કાળક્રમે નષ્ટ થયા, પરંતુ એનું દોહન આજે હેમચંદ્રાચાર્યના કોશ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એ દૃષ્ટિએ પણ આ શબ્દકોશનું મહત્ત્વ ગ્રંથની વૃત્તિમાં મળતી કુમારપાળની પ્રશસ્તિની ૧૦૫ ઉદાહરણગાથાઓ એવો સંકેત આપે છે કે રાજવી તરીકે કુમારપાળનું વર્ચસ્વ પ્રવર્તતું હતું તે સમયે આ ગ્રંથની રચના થઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે આમાં જયસિંહ સિદ્ધરાજ માટે લખેલી ગાથાઓ બહુ ઓછી છે. ચૌલુક્ય તરીકે કુમારપાળને સંબોધન કરીને એની પ્રશસ્તિ કરતાં શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે : “कासिज्जदेसलुंटणकाहाराणिज्जमाणकणयाई कासारं व बुहाणं अकारिमं देसि चालुक्य ||" (દ.ના.મા., ૨.૨૮) * કાસિજ્જ ( કાલ નામે પ્રદેશ) દેશ લુંટી પખાલવાળાઓ મારફતે આણેલા સુવર્ણન જાણે સામાન્ય સીસાનાં પતરાં હોય તેમ, હે ચૌલુક્ય, તું વિદ્વજનોને આપે છે.” આ ગ્રંથનાં ‘રયણાવલિ', ‘દેસીસદસંગ્રહો’, ‘દેશીનામમાલા” અને ‘દેશીશબ્દસંગ્રહ’ જેવાં નામો મળે છે. આમાં કુલ ૩,૯૭૮ શબ્દો આપવામાં આવ્યા છે, જેમાં ૧૦0 તત્સમ શબ્દો, ૧૮૫૦ ગર્ભિત તદ્ભવ શબ્દો, પ૨૮ સંશયયુક્ત તદ્દભવ શબ્દો અને ૧૫૦૦ દેશી શબ્દો છે. ‘દેશીનામમાલા”નું સંશોધન સૌપ્રથમ ડૉ. બુલરે કર્યું. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પાસે અનેક દેશ્ય કોશો હતા અને એ કોશોનો ઉલ્લેખ એની વૃત્તિમાં મળે છે. આમ છતાં અત્યારે તો હેમચંદ્રાચાર્યનો ‘દેશીનામમાતા’ એ એકલો જ સારો કોશ ગણી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ના આઠમા અધ્યાયમાં મળતા પ્રાકૃત વ્યાકરણને લક્ષમાં રાખીને હેમચંદ્રાચાર્યે ‘દેશીનામમાળા'ની રચના કરી, વ્યાકરણના નિયમાનુસાર શબ્દો સિદ્ધ થતાં ન હોય તેમ છતાં ભાષામાં પ્રયોજાતા હોય એવા શબ્દોનો હેમચંદ્રાચાર્યે ‘દેશીનામમાલા'માં સંગ્રહ કર્યો. સંસ્કૃત કે પ્રાકૃત સાથે સંબંધ ન ધરાવતા દેશ્ય ભાષાઓના શબ્દસંગ્રહ ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃત

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101