________________
૧૨
સદગુરુએ આશીર્વાદ આપ્યા” એમ લખ્યું હોય ત્યારે આવા બનાવો શિષ્યની પાત્રતાની પરિપક્વતાથી, પુણ્યયોગના ફળરૂપે, યોગાનુયોગે બનેલા સહજ બનાવો જાણવા. વસ્તુનું મૂળ સ્વરૂપ આ પ્રમાણે હોવા છતાં, ભક્તિમાર્ગની આરાધનાના ક્રમિક વિકાસમાં શુદ્ધ અવલંબનની અને વિશિષ્ટ સત્સંગની ઉપયોગિતા જ નહિ, પણ અનિવાર્યતા સ્વીકારીને એક પછી એક, ઉપર ઉપરનાં સોપાનોનું અવલંબન લઈને સાધક કેવી રીતે આગળ વધે છે તેનું પણ સ્પષ્ટ આલેખન કર્યું છે. આ મુદ્દાનો વિસ્તાર “લઘુતા” અને “પ્રાર્થના'ના પેટાવિભાગોના આલેખનમાં જોઈ લેવા વાચકોને વિનંતી છે. ઉત્તમ કક્ષાની ભક્તિ એ વાંચવાનો, જાણવાનો, સમજવાનો, કહેવાનો કે લેખનનો વિષય નથી કારણ કે તે અતિ સૂક્ષ્મ છે, અનુભવરૂપ, વિરલ છે અને કોઈ સુપાત્રના જીવનમાં દીર્ધકાળની દઢ શ્રદ્ધા અને અભ્યાસના ફળરૂપે પ્રગટે છે; જેથી, અત્રે તે વિષે મૌન ભજવું શ્રેયસ્કર જણાય છે.
(બ) વિષયનું પ્રતિપાદન મધ્યમ વિસ્તારથી કરેલું છે. (ક) પારિભાષિક શબ્દોનો ઉપયોગ તદ્દન ઓછો કરવામાં આવ્યો છે.
(ડ) બિનસાંપ્રદાયિક અને પ્રયોગરૂપ આધ્યાત્મિક સાધનાના દૃષ્ટિકોણને જ સર્વત્ર મુખ્ય રાખવામાં આવ્યો છે. ત્રીજા ખંડમાં જયાં વિવિધ સંત-મહાત્માઓની કૃતિઓનું અવતરણ કરેલું છે ત્યાં, આધ્યાત્મિક દૃષ્ટિની મુખ્યતા રાખીને અત્રે પૃષ્ઠ ૧૫ ઉપર બતાવ્યા પ્રમાણે તે તે શબ્દોના અર્થ કરવા અને સમજવા વાચકોને વિનંતી છે. સંપ્રદાયબુદ્ધિને વશ થઈ પોતાના મત-પંથના કોઈ ભગવાન, સંત-મહાત્મા કે અન્ય કોઈ વ્યક્તિવિશેષ પ્રત્યે જ પ્રીતિ કરવી એ સાચા સાધકની દૃષ્ટિ નથી. પરંતુ ગુણોની અધિક્તાને લઈને, તે તે પુરુષોના વ્યક્તિત્વની સાચી ઓળખાણ કરીને, તેમના ગુણોમાં અનુરક્ત થઈ તેવા ગુણો પોતે પણ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવો તે જ પારમાર્થિક ભક્તિ છે. આ વાત ફરી ફરી વિચારી, સાધકે દૃષ્ટિરાગ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org