Book Title: Bhaktimargni Aaradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ “આજ્ઞાનું આરાધન એ ધર્મ, આજ્ઞાનું આરાધન એ તપ” એ પ્રકારે કહ્યો છે. અહીં તો સદ્ગુરુએ બતાવેલા માર્ગ ઉપર સીધી લીટીમાં (નાકની દાંડીએ) ચાલ્યા જ જવાનું છે. શ્રદ્ધા, નિષ્ઠા, ઉદ્યમ અને સરળતા સહિત સમર્પણભાવ આવતાં યોગ્ય ફળની પ્રાપ્તિ નિશ્ચિત જ છે; કારણ કે આ રસ્તે કોઈ દ્વિધા નથી, તે અનુભવસિદ્ધ માર્ગ છે અને પૂર્વે અનેક મહાત્માઓને તેના દ્વારા કલ્યાણની પ્રાપ્તિ થયેલી છે. પ્રસ્તુત ગ્રંથનું આયોજન : આ ગ્રંથને ત્રણ ખંડમાં વહેંચવામાં આવ્યો છે - (૧) પ્રથમ ખંડ - નવધા ભક્તિ (૨) બીજો ખંડ - સંત મહાત્માઓનાં ચરિત્રો (૩) ત્રીજો ખંડ – પ્રેરણાત્મક પદો, ધૂનો, ભજનો. (૧) પ્રથમ ખંડ : આ ખંડમાં ભક્તિમાર્ગની ભૂમિકા સહિત નવધા ભક્તિનું વર્ણન છે. પ્રારંભમાં ભક્તિનું સ્વરૂપ જણાવ્યું છે. ત્યાર પછી ભક્તિ માટે જેમનું અવલંબન લેવાનું છે તેવા શ્રી દેવ-ગુરુ-ધર્મનું સંક્ષેપમાં સ્વરૂપ બતાવ્યું છે. ભક્તિની સાધનાના મુખ્ય વિષયને આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવા માટે, નવ પ્રકારની ભક્તિ દ્વારા તેને રજૂ કર્યો છે. એક પછી એક પ્રકારની ભક્તિ દ્વારા કેવી રીતે સાધકની મલિનતા દૂર થાય છે, કેવી રીતે તે સદ્ગુણસંપન્ન બને છે, કેવી રીતે તેની દષ્ટિ તાત્ત્વિક, સૂક્ષ્મ અને સૂક્ષ્મતર થતી જાય છે અને છેલ્લે ભક્ત-ભગવાનની પારમાર્થિક એક્તાનું સ્વરૂપ લાધતાં કેવી રીતે તેનામાં “અનન્ય', “પરા” કે “સ્વરૂપ' ભક્તિ પ્રગટે છે તેનું આલેખન કર્યું છે. Jain Education International Jain Education Jnternational For Private & Personal Use Only For Private & Personal use only www.jainelibrary.org w jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 208