________________
૧ ૧
(૨) બીજો ખંડ :
બીજા ખંડમાં સંત-મહાત્માઓનાં ચરિત્રોનું સંક્ષેપમાં આલેખન કર્યું છે. જેમનાં ચરિત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે તેઓ બધા ઇતિહાસપ્રસિદ્ધ છે. જે મહાત્માઓએ પોતાના જીવનકાળ દરમિયાન વિશિષ્ટ સાધના કરી હોય, જેમના વ્યક્તિત્વમાં ભક્તિનું તત્ત્વ સ્પષ્ટપણે તરી આવતું હોય, જેઓએ પોતાના જમાનાના સમાજ ઉપર વિશેષ પ્રભાવ પાડ્યો હોય અને એવું સત્સાહિત્ય નિર્માણ કરેલું હોય કે જે સદીઓ સુધી ભક્ત-સાધકોને પ્રેરણાનો સ્ત્રોત બની રહે, તેવા મહાત્માઓના ગુણાનુવાદ આ ખંડમાં કર્યા છે. તેઓ બહુવિધ વ્યક્તિત્વવાળા છે, મહાકવિ છે, ભક્ત છે, જ્ઞાની છે, યુગપ્રધાન છે, તાર્કિક છે, વાદી છે, રિદ્ધિ-સિદ્ધિના ધારક છે, સિદ્ધાંતજ્ઞ છે, ન્યાય, ભાષા, અલંકાર, છંદ, શાસ્ત્રાદિ વિદ્યાઓના પારગામી છે અને તે તે કાળના રાજ્યકર્તા પુરુષોના પ્રતિબોધક પણ છે. આવા મહાપુરુષોનાં જીવનચરિત્રો ભક્તસાધકોને ખરેખર દીવાદાંડી સમાન બની રહો અને આપણા સૌના જીવનવિકાસમાં વિશેષ પ્રેરણાના સ્ત્રોત થાઓ ! (૩) ત્રીજો ખંડ ઃ
આ ખંડમાં ભક્તિપોષક અને પ્રેરણાદાયી પદો, ભજનો અને ધૂનોનું સંકલન કરવામાં આવ્યું છે, જેની વિષયવાર યાદી અનુક્રમણિકામાં આપેલી છે. લેખનપદ્ધતિ :)
(અ) ભક્તિમાર્ગના આચાર્યોને અનુસરીને વ્યવહારનયની મુખ્યતાથી આ ગ્રંથમાં સાદી ભાષામાં આલેખન કરેલું છે જેથી, ભક્તજનોને સમજવામાં સરળતા રહે અને શ્રદ્ધાનું બળ વધે. વળી આ પદ્ધતિને અનુસરવાથી પ્રાર્થનામાં કે પ્રાયશ્ચિત્તમાં ઈષ્ટદેવ કે શ્રીસદ્દગુરુ સાથે કેવી રીતે આત્મીયતા સ્થાપવી એનો પણ ખ્યાલ આવી શકે છે. જ્યારે જ્યારે ભગવાને કૃપા કરી અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org