________________
શ્રીસર્વજ્ઞને નમસ્કાર |
1122
[ અરિહંતોને નમસ્કાર સિદ્ધોને નમસ્કાર આચાર્યોને નમસ્કાર ઉપાધ્યાયને નમસ્કાર લેકમાંના સર્વ સાધુઓને નમરકાર
આ પાંચ નમરકાર સર્વ પાપોનો નાશ કરનારા છે અને સર્વ મંગલામાં પ્રથમ મંગલરૂપ છે. ૧]
MAE19
૧ તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના પોતાના જીવનના બનાવમાં પાંચવાર હસ્તોત્તરા નક્ષત્ર આવેલ હતું (હસ્તત્તરા એટલે ઉત્તરાફાલ્યુની નક્ષત્ર). તે જેમકે ૧ હરતારા નક્ષત્રમાં ભગવાન ચવ્યા હતા અને ચવીને ગર્ભમાં આવ્યા હતા. ૨ હરતારા નક્ષત્રમાં ભગવાનને એક ગર્ભસ્થાનમાંથી ઉપાડીને બીજા ગર્ભરથાનમાં ફેરવવામાં આવ્યા હતા. ૩ હરતારા નક્ષત્રમાં ભગવાન જન્મ્યા હતા. ૪ હરતત્તરા નક્ષત્રમાં ભગવાને મુંડ થઈને ઘરથી નીકળી અનગારપણું–મુનિપણું–વીકારી પ્રવ્રયા લીધી. ૫ હસ્તત્તરા નક્ષત્રમાં ભગવાનને અનંત. ઉત્તમોત્તમ, વ્યાધાત–પ્રતિબંધવગરનું, આવરણ રહિત, સમગ્ર અને પ્રતિપૂર્ણ એવું કેવલ વરજ્ઞાન અને કેવલ વરદર્શન પેદા થયું. ૬ સ્વાતિનક્ષત્રમાં ભગવાન પરિનિર્વાણ પામ્યા.
સં. ના. ૩. વિ. - ખીરસાસૂત્ર-પા
Formonale UDS