Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
જ્ઞાન
આદિ. ગણ - કોટિક આદિ. ક્રિયા - પરલોક છે, આત્મા છે. ધર્મ - શ્રુત અને ચાસ્ત્રિરૂપ, મતિ આદિ, આચાર્ય - અનુયોગાચાર્ય. ગણી - ગણાચાર્ય, અનાશાતના - મન, વચન, કાયા વડે અપ્રતીપ પ્રવર્તન. ભક્તિ - અભ્યુત્થાનાદિ રૂપ. બહુમાન · માનસિક અતિ પ્રતિબંધ. વર્ણ - પ્રશંસા કરવી. તેના વડે સંજ્વલના - જ્ઞાનાદિ ગુણની ઉદ્દીપના તે વર્ણ સંજ્વલના
-
શ્રુતના ચાર પરિમાણ અર્થાત્ તેનો ચાર ભેદે નિક્ષેપ બધે અવશ્ય કરવો. - x -X- નિક્ષેપ - ન્યાસ, તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યથી કે દ્રવ્યરૂપ શ્રુત ન દ્રવ્યશ્રુત. આગમથી જ્ઞાતા પણ ઉપયોગરહિત હોય. નોઆગમથી કહે છે - ગોપવે છે, (શું?) અતિક્લિષ્ટ કર્મોદયથી અભિહિત અર્થને ગોપવે અથવા કુપ્રયુક્તિથી દૂર લઈ જાય તે જમાલિ આદિ નિહવ છે. . - - ભાવશ્રુત પણ આગમથી અને નોઆગમથી બે ભેદે છે - તેમાં આગમથી એટલે ભાવથી કે ભાવરૂપ શ્રુતતે ભાવશ્રુત. શ્રુતના વિષયમાં ઉપયુક્ત જ હોય. જે શ્રુત પદને જાણે તેમાં ઉપયોગ રાખવો તે ભાવશ્રુત, કેમકે તેનો ઉપયોગ અનન્યપણાથી છે.
--
ઓધ અને નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપનો અવસર પ્રાપ્ત થયો છે. તો પણ હાલ સૂત્ર કહેતા નથી - × - પરંતુ ‘અનુગમ' બે ભેદે છે નિર્યુક્તિ અનુગમ અને સૂત્રાનુગમન, તેમાં પહેલાં નિક્ષેપ નિર્યુક્તિ, ઉપોદ્ઘાત નિયુક્તિ અને સૂત્ર સ્પર્શિક નિયુક્તિ અનુગમ વિધાન ત્રણ ભેદે છે. તેમાં નિક્ષેપ નિયુક્તિ અનુગમ ઉત્તર આદિ નિક્ષેપ પ્રતિપાદનથી કહેલો જ છે. ઉપોદ્ઘાત નિર્યુક્તિ અનુગમ બે દ્વાર ગાથાથી જાણવો. તે આ પ્રમાણે - ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમ, ક્ષેત્ર, કાળ, પુરુષ, કારણ, પ્રત્યય, લક્ષણ, નય, સમવતારણા અનુમત છે. શું? કેટલા ભેદે? કોના? ક્યાં, કેમાં?, કઈ રીતે?, કાળ કેટલો થાય?, કેટલાં સાંતર અવિરહિત ભવાકર્મા સ્પર્શના નિરુક્તિ છે? આ બંને ગાથાનો અર્થ સામાયિક નિયુક્તિથી જાણી લેવો.
-
સૂત્ર સ્પર્શિક નિયુક્તિ સૂત્ર અવયવ વ્યાખ્યાન રૂપત્વથી સૂત્રના હોવાથી સંભવે છે, તેથી સૂત્રાનુગમમાં જ ત્યાં કહેશે. · x " x - x* હવે સૂત્ર - અનુગમ. તેમાં અલીક, ઉપઘાતજનકત્વ આદિ દોષ રહિત. નિર્દોષ સારત્વાદિ ગુણ યુક્ત સૂત્ર કહેવું જોઈએ. તે આ છે -
• સૂત્ર - ૧
જે સંયોગોથી મુક્ત છે, અનગાર છે, ભિક્ષુ છે. તેમના વિનય ધર્મનું અનુક્રમથી નિરૂપણ કરીશ, તેને મારી પાસેથી ધ્યાનથી સાંભળો.
૭ વિવેચન ૧
આની સંહિતાદિ ક્રમથી વ્યાખ્યા - તેમાં અસ્ખલિત પદોનું ઉચ્ચારણતે સંહિતા તે અનુગત જ છે. કેમકે સૂત્રાનુગત તપપણે છે. ‘પદ' સ્વબુદ્ધિથી કહેવા. પદાર્થ
6
આ છે - અન્ય સંયુક્ત કે અસંયુક્તના સચિત્તાદિ વસ્તુના દ્રવ્યાદિ વડે સંયોજનને ‘સંયોગ’ કહે છે. તે સંયુક્ત સંયોગાદિ ભેદથી અનેક પ્રકારે કહેવાશે. તેથી માત્રાદિ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org