Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩/૧૦૭
૧૫૫
M
ઘીથી સિંચેલ અગ્નિ માફક તપ રૂપ તેજથી જ્વલિતત્વથી ઘી વડે તર્પિત અગ્નિ સમાન. નાગાર્જુનીયો પણ કહે છે - ચાર પ્રકારની સંપદા, મનુષ્યત્વ આદિ વિષયા પામીને આ જ લોકમાં જ્ઞાનલક્ષ્મીથી શોભે છે. તપોજનિત તેજથી યુક્ત એવો તે દીપે છે. ફળના દર્શન પણ હવે શિષ્યોપદેશ કહે છે -
સૂત્ર - ૧૦૮
કર્મોના હેતુઓને દૂર કરીને અને ક્ષમાથી યશનો સંચય કરીને તે પાર્થિવ શરીરને છોડીને ઉર્ધ્વ દિશા પ્રતિ જાય છે.
-
• વિવેચન
૧૦૮
પૃથક્ કરીને, માનુષત્વાદિ બંધક કર્મોના ઉપાદાન કારણ એવા મિથ્યાત્વ, અવિરતિ આદિને, યશ - સંયમ કે વિનય. - ૪ - ૪ - તેને ઘણો જ સંચિત કરીને, કેવી રીતે? ક્ષાંતિ, માર્દવ આદિથી, પણ શું થાય? પાર્થિવ - શીતોષ્ણાદિ પરિષહ સહિષ્ણુતાથી અને સમ દુઃખસુખપણાથી પૃથ્વીની જેમ થાય. કેમકે પૃથ્વી જ સર્વસહા છે. અથવા પૃથ્વીનો વિકાર તે પાર્થિવ, તે અહીં શૈલ છે. પણ શૈલેશી પ્રાપ્તિની અપેક્ષાથી અતિ નિશ્ચલતાથી, શૈલની ઉપમાથી કે પર પ્રસિદ્ધિથી પાર્થિવ, શરીરને છોડીને ઉર્ધ્વ દિશામાં પ્રકર્ષથી જાય છે. - - X - X- એ પ્રમાણે કરતાં ભવ્યજીવો ઉર્ધ્વ દિશામાં જાય છે. તેથી તું અતિ દૃઢ ચિત્તથી આમ આમ કરવું એમ ઉપદેશે છે તે આસન્ન ફળની પ્રાપ્તિ સૂચવે છે. જેને તદ્ભવ મુક્તિ છે, તેના માટે આમ કહ્યું, જેમને તદ્ભવ મુક્તિ નથી, તેમના પ્રતિ કહે છે .
• સૂત્ર ૧૦૯, ૧૧૦
વિશાળ શીલપાલનથી યક્ષ થાય, ઉત્તરોત્તર સમૃદ્ધિથી મહામુલત્ દીપ્તિમાન થાય છે. સ્વર્ગથી અવવાનો જ નથી તેમ માને છે... દિવ્ય ભોગોને માટે પોતાને અર્પિત કરેલો દેવ કામરૂપ વિકુર્વવા સમર્થ હોય છે. તથા ઉર્ધ્વકલ્પોમાં શતપૂર્વ વર્ષો સુધી રહે છે.
♦ વિવેચન - ૧૦૯, ૧૧૦
વિસાલિસ --વિસદેશ અર્થાત્ સ્વસ્વ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમની અપેક્ષાથી વિભિન્ન વ્રતપાલન રૂપ અનુષ્ઠાન વિશેષથી પૂજે છે. તેથી યક્ષો, અથવા તથાવિધ ઋદ્ધિના સમુદય છતાં ક્ષયને પામે છે, તે યક્ષો, ઉર્ધ્વ કલ્પોમાં રહે છે. ઉત્તરોતર • વિમાનવાસી, ઉપરના સ્થાનવર્તીઓમાં પ્રધાન, અતિશય ઉજ્જવલતાથી ચંદ્ર, સૂર્યની જેમ પ્રકાશતા, આના વડે શરીર સંપદા કહી. સુખસંપદા-મનમાં અવધારતા શબ્દાદિ વિષયથી પ્રાપ્ત - સમુત્યપન્ન રતિનો સાગર ગાઢ પણે કે અતિ દીર્ઘ સ્થિતિપણાથી. ફરી ચ્યવન અર્થાત્ તિર્યંચાદિમાં ઉત્પત્તિનો અભાવ માને છે.
-
ત્યાં કહેવાયેલ હેતુ જ સૂત્રકાર કહે છે -
અર્પિતા --પૂર્વકૃત સુકૃત વડે રહેલા. અભિલાષા કરાય છે તે કામ, દેવોના કામ તે દિવ્ય સ્ત્રીના સ્પર્શાદિ, યથા ઇષ્ટ રૂપો વડે અભિ નિર્વર્તનની શક્તિથી યુક્ત,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org