Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 184
________________ ૪/૧૫ ૧૦૩ • વિવેચન : ૧રપ - તત્ક્ષણ જ સમર્થ થતાં નથી. શું કરવાને? પ્રાપ્ત કરવાને, કોને? વિવેકને, દ્રવ્યથી બહારના સંગના પરિત્યાગ રૂપ અને ભાવથી કષાયના પરિહાર રૂપ. અકૃત પરિકમ જલ્દીથી તેનો પરિત્યાગ ન કરી શકે. અહીં બ્રાહ્મણીનું ઉદાહરણ છે - એક બ્રાહ્મણ પરદેશ જઈને શાખા પારગ થઈને પોતાના દેશમાં આવ્યો. તેને બીજા બ્રાહણે પ્રચુર પ્રલાલિત કરીને કન્યા આપી. તે લોકો પાસેથી દક્ષિણા પામતો હતો. અતિશય વૈભવ વધતાં, તેણે તેની પત્નીને માટે ઘણાં અલંકારો કરાવ્યા. તેણી નિત્ય અલંકારથી મંડિત થઈને રહેતી હતી. તેણે પત્નીને કહ્યું કે, આ પ્રત્યંત ગામ છે, તેથી આ આભારણોનું તિથિ કે પર્વમાં ધારણ કર. કદાચિત ચોર આવી જાય ત્યારે સુખેથી ગોપવી શકાય. તેણી બોલી કે હું તે વેળાએ જલ્દીથી આભુષણોને દૂર કરી દઈશ. કોઈ દિવસે ત્યાં ચોરો આવી પહોંચ્યા. તે જ નિત્ય શણગારાયેલ રહેતી સ્ત્રીના ઘરમાં પ્રવેશ્યા. તેણીને અલંકાર સહિત પકડી લીધી. તેણી પ્રણીત ભોજત્વથી માંસલ અને પુષ્ટ હાથ-પગ વાળી થઈ ગઈ હોવાથી કટક આદિ આભુષણને કાઢવા સમર્થ ન થઈ. ત્યારે ચોરોએ તેણીના બંને હાથ છેદીને કડલાં વગેરે કાઢી લીધા. લઈને નીકળી ગયા.. એ પ્રમાણે બીજા પણ પૂર્વે પરિકર્મ ન કરેલાં તત્કાલ તેનો ત્યાગ કરવા સમર્થ થતાં નથી. મલનો અપર્ધાસ તો ઘણો દૂર રહ્યો અહીં મરદેવી માતાનું ઉદાહરણ ન કહેવું. કેમ કે તે આશ્ચર્યરૂપ ઘટના છે. એવા તીવ્ર ભાવો મોટા ભાગનાને સંભવતા નથી. એ પ્રમાણે સમ્યફ પ્રવૃત્તિથી ઉઠીને “પછી છંદ નિરોધ કરીશ” એ પ્રમાણે આળસના ત્યાગમાં ઉધમ કરવો. તથા પ્રકર્ષથી - મન વડે પણ તેના અચિંતનરૂપથી ઇચ્છામદન રૂપ કામોને તજીને, સમસ્ત પ્રાણી સમૂહને સમ્યક્ રીતે જાણીને, કઈ રીતે? શત્રુ અને મિત્રને સમપણે, ક્યાંય પણ રાગ-દ્વેષ કર્યા વિના, તથા મહર્ષિ થઈને - એકાંત ઉત્સવરૂપ પણાથી મોક્ષ, તેને ઇચ્છવાના સ્વભાવ વાળા અથવા મહૈષી થઈને. એટલે કે વિષયના અભિલાષ રહિતતાથી નિયાણાયુક્ત ન થઈને આત્માનું રક્ષણ કરે. કોનાથી? કુગતિગમન આદિ અપાયોથી, તે આત્મરક્ષી કહેવાય. અથવા સ્વીકાર કરે છે આત્મહિત જેના વડે તે આદાન - સંયમ, તેનું રક્ષણ કરનાર, અપ્રમત્ત - પ્રમાદ રહિત થઈને વિચરે. અહીં પ્રમાદના પરિહાર અને અપરિહારમાં આલોક સંબંધી ઉદાહરણ - કોઈ વણિક મહિલાનું બતાવેલ છે, તે આ પ્રમાણે છે - એક વણિક સ્ત્રી હતી તેનો પતિ પરદેશ ગયેલો. શરીરશુશ્રષામાં રફતા એવી તેણી દાસ-નોકર-કર્મકર આદિને પોત-પોતાના અભિયોગમાં નિયોજતી ન હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226