Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૬
આવ્ય. ૫ ભૂમિકા પરતંત્રતા જણાવી છે. તે કહે છે-દવ્ય એટલેદ્રવ્ય આવી ચિમરણ. ક્ષેત્ર આવી ચિમરણ ત્યિાદિ પાંચ કહ્યા. તે આ પ્રમાણે
દ્રવ્ય આવી ચિમરણ તે જે નારક, નિપંચ, મનુષ્ય અને દેવના ઉત્પત્તિ સમયથી આરંભીને પોત-પોતાના આયુ કર્મના દલિકોનો અનુરામય અનુભવથી જે વિઘટન, તે નારકાદિ ભેદથી ચાર પ્રકારે છે. એ પ્રમાણે નરકાદિ ચાર ગતિની અપેક્ષાથી તે વિષયના ક્ષેત્રમાં પણ ચારભેદ જ છે. તેથી તેના પ્રાધાન્યની અપેક્ષાથી ક્ષેત્ર આવી ચિમરણ પણ ચાર ભેદે છે.
કાળમાં જેમ આયુકાળ ગ્રહણ કરાય છે. અા કાળ નહીં. કેમકે તેનો દેવાદિમાં અસંભવ છે, અને તે દેવાયુષ્ક કાળાદિ ભેદથી ચાર પ્રારે છે. તેથી તેના પ્રાધાન્યની અપેક્ષાથી કાળ આવી ચિમરણ પણ ચાર ભેદે છે. તેમના જ નારકાદિના ચતુર્વિધ આયુક્ષયના લક્ષણથી ભાવ પ્રાધાન્યની અપેક્ષાથી ભાવ આવીચિ મરણ ચાર ભેદે જ કહેવું. -૦- હવે અવધિમરણ કહે છે -
• નિતિ - ૨૧૬/૧ + વિવેચન •
જેમ આવી ચિમરણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ભાવ ભેદથી પાંચ પ્રકારે છે, તેમ અવધિમરણ પણ જાણવું. તેનું સ્વરૂપ કહે છે - જેઓ હાલ મૃત છે,
તે ફરી મરશે. અર્થાત અatધ - મર્યાદા, તેથી જે નારકાદિ ભવ નિબંધનથી આયુકર્મ દલિકો અનુભવીને મરે છે. જો ફરી તેને જ અનુભવીને મરશે ત્યારે તે દ્રવ્ય અવધિમરણ, ગ્રહિત અને છોડેલા કર્મચલિકોનું પુનઃગ્રહણ સંભળે ચે કેમકે પરિણામનું વૈચિધ્ય છે. એ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ કહેવું. પશ્ચાદ્ધથી આત્યંતિકમરણ કહે છે -
• નિર્યુક્તિ - ૨૧/ર + વિવેચન -
એ પ્રમાણે જ અવધિમરણવત્ આત્યંતિક મરણ પણ દ્રવ્ય આદિ ભેદથી પાંચ પ્રકારે છે, વિશેષ આ પ્રમાણે છે - તે દ્રવ્યાદિ ફરી મરતા નથી. અર્થાત્ જે નરકાદિ આયુષ્કપણે કર્મલિકો અનુભવીને મરે છે કે મર્યા છે. તે ફરી તેને અનુભવીને મરશે નહીં. આ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ કહેવું. ત્રણે પણ આ અવીચિ - આત્યંતિક મરણો પ્રત્યેક પાંચે દ્રવ્યાદિના નારકાદિગતિના ભેદથી ચાર પ્રકારે હોવાથી વશ ભેદો થયા.
હવે વલન મરણ કહે છે - • નિર્યુક્તિ - ૨૧ જ વિવેચન -
સંયમ વ્યાપાર વડે કે તેમાં વિષણ. તે સંયમયોગવિષણ અતિ દુશ્વર તપશ્ચરણ આચરવાને સમર્થન છે અને વ્રતને છોડવાને અસમર્થ છે. આનાથી અમને કઈ રીતે મુક્તિ મળે, તેમ વિચારતા કરે છે. જે તેની વલન - સંયમથી નિવર્તમાનોનું મરણ તે વલન્મરણ. ભગ્નવત પરિણતીવાળા વ્રતીને જ તે છે તેમ વિશેષિત કરે છે કેમ કે બીજાને સંયમ યોગોનો જ અસંભવ છે. તે વિષાદ કેમ છે? તેના અભાવે તે છે.
પશ્ચાદ્ધથી વશાત કહે છે- ચક્ષ આદિ ઇંદ્રિયના વિષયો- મનોજ્ઞ રૂપાદિ ઇંદ્રિય વિષયો તેને વશ પ્રાપ્ત તે ઇંદ્રિય વિષયવશગત, સ્નિગ્ધ દીપકલિકાના અવલોકનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org