Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 198
________________ અધ્ય. ૫ ભૂમિકા ૧૯૭ સંભવતા પંડિતમરણાદિથી જાણવો કેમકે તેની જ પ્રત્યેક ઉપદેશમાં પ્રવૃત્તિ છે. હવે ઉક્તાર્થ સંક્ષેપદ્વારથી ઉપદેશ સર્વસ્વ કહે છે - અકામ મરણ અર્થાત્ અપ્રશસ્ત એવા બાળ મરણાદિને છોડીને, ભક્તપરિસાદિ પ્રશસ્ત મરણે મરવું. નામ નિષ્પન્ન નિક્ષેપો ગયો. હવે સૂત્રાનુગમનમાં સૂત્ર કથન - ૦ સુણ - ૧૦૯ - સંસાર એક સાગર જેવો છે, તેનો પ્રવાહ વિશાળ છે, તેને તરી જવો સ્તર છે. જેને કેટલાંક તરી ગયા છે, તેમાં એ મહાપાએ આ પ્રમાણે સ્પષ્ટ કરેલ છે - • વિવેચન - ૧૦૯ - જેમાં જળ વિધમાન છે તે અવર્ણવ. તે દ્રવ્યથી સમદ્ર અને ભાવથી “સંસાર' છે, તેમાં - મહાન ઓધ - પ્રવાહ છે. તે દ્રવ્યથી જળ સંબંધી અને ભાવથી ભવપરંપરા રૂપ છે અથવા પામીને અત્યંત આકુલ કરવાના હેતુ રૂપ ચરકાદિમત સમૂહ છે. આવા મહૌધમાં - મહાપણું તેના અગાધપણાથી અને અષ્ટપારપણાથી માનેલ છે. તે શું છે? તે કહે છે - એક એટલે રાગ દ્વેષ આદિ સહભાવ વિરહિત અર્થાત ગૌતમ આદિ તેનો પાર પામેલ છે. તે દુઃખે કરીને પાર પામવો શક્ય છે. અથવા અહીં દુત્તર એ ક્રિયા વિશેષણ છે. સમુદ્રની જેમ તેને પણ બીજા ગુરુક વડે સુખેથી તરી શક્તા નથી. તેથી એક કહ્યું અથવા એક એ સંખ્યાવચન છે. અથવા એક જ, જિનમત સ્વીકારેલા પણ ચરક આદિ મત આકુલિત ચિત્તવાળા બીજા નહીં. આ ગૌતમ આદિ તરણ પ્રવૃત્તિમાં એક તું તથાવિધ તીર્થકર નામકર્મના ઉદયથી અનુત્તર આમ વિભૂતિ અદ્વિતીય અર્થાત તીર્થકર, તેજ એક માત્ર ભરતક્ષેત્રમાં સંભવે છે. મહાપ્રજ્ઞ - નિરાવરણપણાથી અપરિમાણ પ્રજ્ઞા કેવલજ્ઞાન રૂપ જેની છે તે મહાપ્રા. તે શું છે? તે કહે છે - હવે કહેવાનાર હૃદયમાં વિપરિવર્તમાનતાથી પ્રત્યક્ષ પ્રકમથી તરણ ઉપાય, સ્પષ્ટ- અસંદિગ્ધ, પૂછાય તે પ્રશ્ન - પ્રખવ્ય અર્થ રૂપ. તે ઉદાહત કર્યો છે. સૂત્રમાં કહે છે કે - મહાપ્રવાહ વાળો સમુદ્ર હોવાથી દુરુતાર છે, તેના કિનારાને પ્રાપ્ત. એક - ઘાતિકર્મ યુક્તતાથી રહિત, ત્યાં - દેવ મનુષ્યદાનિી પર્ષદામાં, એક અને અદ્વિતીય એવા તીર્થકર જ. બાકી પૂર્વવતુ. તેમણે જે કહ્યું, તે જણાવે છે - • સૂત્ર - ૧૩૦ - મારણાંતિકના બે સ્થાનો કહેલા છે - કામમરણ, સકામમરણ. • વિવેચન - ૧૩૦ - અહીં જે વિધમાન છે અને બીજે કહેલ નથી. તેવા બે સ્થાનો રહેલાં છે - X- જે પૂર્વેના તીર્થકરોએ પણ કહેલ છે. આના વડે તીર્થકરોના પરસ્પર વચનો વિરુદ્ધ નથી તેમ દર્શાવ્યું છે. તે કેવા સ્વરૂપે છે? મરણ એ જ અંત- સ્વ સ્વ પર્યન્ત, તે મરણાંત, તેમાં થાય તે મારણાંતિક. તે જ નામથી બતાવે છે - અકામમરણ, ઉક્ત રૂપ અને અનંતર કહેવાનાર રૂપ છે - x- અને સકામમરણ છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226