Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૦૦
ઉત્તરાધ્યયન મૂલગ-સટીક અનુવાદ/૧ પ્રાણીઓ પોતાના કર્મોના ફળ જ ભોગવે છે. તે આવા કામ ભોગોમાં અનુરાગ કરીને આલોક કે પરલોકમાં વિવિધ બાધારૂપ ક્લેશને પામે છે. જે રીતે કામ ભોગાનુરાગથી ક્લેશને પામે છે, તે જણાવવા કહે છે -
• સૂત્ર - ૧૩૬
પછી તે બસ અને સ્થાવર જીવો પ્રતિ દંડનો પ્રયોગ કરે છે. પ્રયોજનથી કે નિઝાયોજનથી પ્રાણી સમૂહની હિંસા કરે છે.
વિવેચન - ૧૩૬ -
કામભોગાનુરાગથી ધૃષ્ટતાવાળા દંડે છે . જેના વડે આત્માના સર્વસ્વ સંયમ અપહરણ થાય તે દંડ - મનોદંડાદિ, તેમાં પ્રવર્તે છે. કોનામાં? તાપ આદિથી ઉપતમ થઈ છાયાદિક પ્રતિ સરકે છે, તે બસ- બેઇંદ્રિયાદિ, તથા શીત આતપ આદિથી ઉપડત થવા છતાં સ્થાનાંતર પ્રતિ ન સરકી શકે તે સ્થાનશીલ એવા સ્થાવરો છે. તેમની, ધન વગેરેની પ્રાપ્તિરૂપ પ્રયોજન તેને માટે અથવા અનર્થ - જે પોતાના માટે કે સુહદાદિને માટે ઉપયોગમાં આવતું નથી તે. અનર્થને માટે દંડ આરંભ કેમ કરે? તેનું દૃષ્ટાંત -
એક પશુપાલ હતો, રોજ મધ્યાન થતાં બકરાને મોટાન્યગ્રોધ વૃક્ષને આશ્રિત રાખતો. - x- કોઈ દિવસે ત્યાં એક રાજપુત્ર આવ્યો. પશુપાલે ઝાડના પાંદડાનો છેદ કરીને રહ્યો. એ પ્રમાણે તેણે વટવૃક્ષને પ્રાયઃ છિદ્ર પાંદડાવાળું કરી દીધું. રાજપુત્ર તે વૃક્ષની છાયાને આશ્રીને રહ્યો અને જુએ છે કે, તે વડના બધાં પાંદડા છિદ્રિત છે. તેથી તેણે તે પશુપાલને પૂછ્યું- આ પાંદડાકોણે છેધા, તેણે કહ્યું- મેં, આ ક્રીડાપૂર્વક છિદ્રિત કર્યા છે. તેના વડે તેને ઘણાં દ્રવ્યજાતથી લોભાવીને કહ્યું કે હું જેની કહું, તેની આંખ છેડવાને તું સમર્થ છે? તેણે કહ્યું- સારી રીતે અભ્યાસ કરીને હું સમર્થ થઈ શકું. તેને નગરમાં લઈ જઈ, રાજમાર્ગમાં રહેલ ઘરમાં રાખ્યો. તે રાજપુત્રનો ભાઈ રાજા હતો. તે તે માર્ગેથી જ અશ્વ દોડાવવા નીકળતો. રાજપુત્રના કહેવાથી રાજાની બંને આંખ ફોડી નાંખી. પછી તે રાજપુત્ર રાજા થયો. પછી પશુપાલને પૂછ્યું કે - બોલ, તને શું આપું? પશુપાલે કહ્યું કે હું જ્યાં રહું છું, તે ગામ મને આપો. રાજાએ તે ગામ આપ્યું પછી તેણે તે ગામમાં શેરડી અને તુંબીને રોપી. તુંબ નિષ્પન્ન થતાં તેને ગોળમાં પકાવીને, તે ગોળતુંબક ખાઈને ગાવા લાગ્યો.
આ દૈષ્ટાંતમાં વડના પાંદડા છેધાં તે અનર્થદંડ અને આંખોને ફોડી તે અર્થદંડ છે. દંડ આરંભ કહ્યો. તે શું આરંભમાત્ર જ રહે છે, તેથી કહે છે - તે પ્રાણીના સમૂહને વિવિધ પ્રકારે હણે છે. આના વડે ત્રણ દંડનો વ્યાપાર કહ્યો. શું કામ ભોગાનુરાગ ક્ત આટલું જ કરે કે બીજું પણ કંઈ કરે?
• સુત્ર - ૧૩૭ -
જે હિંસક, બાલ, મૃષાવાદી, માયાવી, ચુગલીખોર, તથા શઠ હોય ! છે. તે મધ અને માંસનું સેવન કરીને એમ માને છે કે તે જ શ્રેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org