Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 203
________________ ૨૦૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ વિચારતો, “મે કંઈ શુભાયરિત કરેલ નથી.' પણ સદા અજર-અમર વત્ ચેષ્ટિત કરેલ છે. તેમ વિચારતો ચિત્તમાં આતંકથી અને શરીરે પણ ખેદ પામે છે. - X* Xઆ જ અર્થને વિશેષથી કહે છે - ૦ સૂત્ર - ૧૪૦ મેં તે નરક સ્થાનો સાંભળેલા છે, જે શીલરહિત કુરકર્મી અજ્ઞાની જીવોની ગતિ છે અને જ્યાં તીવ્ર વેદના થાય છે. - • વિવેચન ૧૪૦ - મેં એવું સાંભળેલ છે કે સીમંતક આદિ નરકમાં એવા સ્થાનો છે, જેમાં પ્રાણીના અતિ સંપીડિત અંગોને દુઃખે ખેંચીને બહાર કઢાય છે, અથવા રત્નપ્રભાદિ પૃથ્વી રૂપ નરકમાં સીમંતક, અપ્રતિષ્ઠાન, કુંભી, વૈતરણી આદિ સ્થાનો છે અથવા સાગરોપમ આદિ સ્થિતિ રૂપ સ્થાનો છે. ત્યાં પરિતાપ કરાય છે. કોને ? અવિધમાન અસદાયારીને, તે નરકનામની ગતિ છે, તેવું મેં સાંભળેલ છે. ત્યાં અજ્ઞાની, હિંસા-મૃષા ભાષક આદિ દુરકર્મીને. જ્યાં પ્રગાઢ - અતિ ઉત્કટતાથી અને નિરંતર પ્રકર્ષવાળી વેદના વેદાય છે. આ વેદના શીત, ઉષ્ણ, શાલ્મલી આશ્લેષણાદિ છે. તેને થાય છે કે મારા આચરણથી આ ગતિ મળે છે. ૦ સૂત્ર - ૧૪૧ - જેવું મેં પરંપરાથી સાંભળેલ છે કે તે નરકોમાં ઔપપાતિક સ્થાન છે, આયુ ક્ષીણ થયા પછી, કૃત કર્માનુસાર. ત્યાં જતા પ્રાણી પરિતાપ કરે છે. ૦ વિવેચન - ૧૪૧ - નરકમાં ઉપપાત થવો તે ઔપપાતિક. સ્થાન - સ્થિતિ, જે પ્રકારે થાય છે. તેવું મેં પરંપરા એ અવધારેલ છે, ગુરુ વડે કહેવાયેલ છે. તેનો આશય આ છે - જો ગર્ભજન્ય હોય તો છેદ, ભેદ આદિ નાક દુઃખ ન થાય, ઔપપાતિકત્વમાં અંતર્મુહૂર્ત પછી તેવી વેદનાનો ઉદય થાય છે. - - ૪ - પોતાના કરેલાં કર્મો વડે. અથવા ધારીને કરેલાં કર્મો વડે. તેવા કર્મોથી જ અનુક્રમે નરકમાં જાય છે અથવા જે-તે કર્મો વડે જવાની ગતિને અનુરૂપ તીવ્ર - તીવ્રતરાદિ અનુભવવાળા તે સ્થાનમાં જાય છે. તે બાળ આયુષ્ય ઘરનાં પરિતાપ પામે છે કે - હું મંદભાગ્ય એવો શું કરું કે મેં આવા અનુષ્ઠાનો કર્યા. આ વાતને દૃષ્ટાંતથી દૃઢ કરે છે - - Jain Education International - ૦ સૂત્ર - ૧૪૨, ૧૪૩ જેમ કોઈ ગાડીવાળો સમતલ મહાપણને જાણવા છતાં તેને છોડીને વિષમ માર્ગે ચાલતા ગાડીની ઘૂરી તૂટી જતાં શોક કરે છે તે જ પ્રકારે ધર્મને ઉલ્લંઘીને, અધર્મ સ્વીકારનાર, મૃત્યુના મુખમાં પડેલો બાળજીવ ગાડીવાળાની જેમ શોક કરે છે. - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226