Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 204
________________ ૨૦૩ પ/૧૪૨, ૧૪૩ • વિવેચન : ૧૪૩, ૧૪૩ - જેમ શકટ. જેના વડે ધાન્યાદિ વહન કરવા શક્ય છે કે, તેના વડે ચરનાર તે શાકટિક - ગાડાં વાળો, જાણવાં છતાં ખાડા-ટેકરા રહિત સ્થાનને છોડીને, મહાન એવા માર્ગે- ઉપલાદિથી સંકુલ હોય તો પણ જાય, ત્યાં જતાં અક્ષ - ધૂરીનો વિનાશ થાય ત્યારે વિચારે છે કે “મારા જ્ઞાનને ધિક્કાર છે” જે જાણવા છતાં આવા દુઃખો પામ્યો. તેનો ઉપનય કહે છે - તે ગાંડાવાળાની માફકક્ષાંતિ આદિ યતિધર્મ કે અદાચારને છોડીને, ધર્મરહિત કે ધર્મપ્રતિપક્ષ એવા અધર્મ- હિંસાદિને સ્વીકારીને બાલ- અભિહિત રૂપવાળો મૃત્યુને મુખમાં જઈને ભાંગેલી ધુરીની જેમ શોક કરે છે. પોતાના કર્મોથી અહીં જ મારણાંતિક વેદના રૂપ ફળને અનુભવતા આત્મામાં શોક કરે છે કે મેં જાણવા છતાં આવા અનુષ્ઠાન કેમ કર્યા? ત્યાર પછી તે શું કરે? તે કહે છે - સૂત્ર - ૧ર૪ મૃત્યાના સમયે તે જ્ઞાની પરલોકના ભયથી સંશસ્ત થાય છે, એક જ દાવમાં હારી જનાર જુગારી માફક શોક કરતો કામ મરણે મારે છે. • વિવેચન - ૧૪ - આતંકની ઉત્પત્તિમાં જે શોક કરતો કહ્યો, ત્યાર પછી તે મરણાંતમાં રહેલો, રાગાદિ આકુલિત ચિત્તવાળો ભયભીત થાય છે. કોનાથી? ગતિગમનના માર્ગથી, આના વડે અફામત્વ કર્યું. તે આ રીતે ડરતો મરણથી કઈ રીતે મૂકાય છે? કે નથી મૂકાતો? ઇચ્છારહિત મરણ તે અકામમરણ, તેનાથી પ્રાણાને ત્યાજે છે. કોની જેવો થઈને? ગારીની જેમ, એક જ દાવમાં હારી ગયેલા જુગારી જેમ શોક કરે છે. તેમ આ અજ્ઞાની બીજા કટુ વિપાકોથી મનુષ્યના ઘણાં સંકલેશવાળા ભોગોથી દિવ્યસુખ હારી ગયો, એમ શોક કરતો મરે છે. હવે આ અર્થનું નિગમન કરતાં કહે છે - • સત્ર • ૧૪૫ • આ જ્ઞાની જીવોના અકામ મરણનું પ્રતિપાદન કરેલ છે. હવે પડિતોનું કામ મરણ મારી પાસેથી સાંભળો - • વિવેચન - ૧૦૫ - અનંતર જે દુષ્કૃત કર્મોનું પરલોકથી ડરેલાનું જે મરણ કહ્યું તે કામમરણ, બાળ' નું જ પ્રકર્ષથી તીર્થંકરાદિ એ પ્રતિપાદિત કર્યું. પંડિતમરણની પ્રસ્તાવનાને માટે કહે છે - અકામ મરણ પછી હવે હું પંડિતો સંબંધી અકામ મરણને કહીશ. તે મારી પાસેથી સાંભળો - • સૂત્ર - ૧૪૬ - જેવું મેં પરંપરાથી આ સાંભળેલ છે કે - સયત અને જિતેન્દ્રિય પાત્માઓને મરણ અતિ પ્રસન્ન અને આઘાતરહિત હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226