Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૦૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ મરીને નરકે ગયો. - x x- ભિક્ષા વડે યતિ કહ્યો. ઘરે રહે તે ગૃહસ્થ, નિરતિચાર પણાથી અને સમ્યક્ ભાવાનુગતથી વ્રતના પરિપાલનથી તે સુવતી દેવલોકમાં જાય છે. મુખ્યતા એ મુક્તિનો હેતુ છતાં વ્રતના પરિપાલનથી જધન્યથી સ્વર્ગમાં જાય તેવું જણાવે છે. - x- આના વડે વ્રત પરિપાલના જ તત્ત્વથી સુગતિનો હેતુ કહેલ છે.
વ્રતના યોગથી ગૃહસ્થ પણ દેવલોકમાં જાય છે. તે બતાવે છે. • સુત્ર - ૧૫૧ -
શ્રદ્ધાવાન ગૃહસ્થ સામાણિકના બધાં અંગોને આચરે. બંને પક્ષમાં પૌષધનતને એક રાત્રિ માટે પણ ન છોડે.
• વિવેચન : ૧૫૧ -
ગૃહસ્થ, સમ્યકત્વ શ્રુત અને દેશવિરતિ રૂ૫ સામાયિકને તથા તેના નિઃશંક્તા, કાળે અધ્યયન, અણવતાદિ રૂપ અંગો. શ્રદ્ધા - જેને રૂચિ છે તેવો શ્રદ્ધાવાન, કાયામન - વચનથી સેવે છે. ધર્ને પોષે તે પૌષધ આહાર પૌષધાદિ, તેને કૃષ્ણ અને શુકલ બંને પક્ષમાં ચૌદશ, પૂનમ આદિ તિથિમાં એક રાત્રિ પણ ન છોડે, ઉપલક્ષણથી એક દિવસ પણ ન છોડે. દિવસ વ્યાકુળતાથી ન કરી શકે તો રાત્રિમાં પણ પૌષધ કરે. સામયિકના અંગ રૂપે આ સિદ્ધ હોવા છતાં, તેના આદરને જણાવવા માટે આનું જૂદું ઉપાદાન કરેલ છે. આવા ગૃહસ્થો પણ સ્વર્ગમાં જાય છે.
- ૦ - હવે પ્રસ્તુતનો ઉપસંહાર કરતાં કહે છે - • સૂત્ર - ૧૫ર -
એ પ્રમાણે ધર્મવિલાથી સંપન્ન સતતી ગ્રહવાસમાં રહેતો હોવા છતાં દારિક શરીર છોડી દેવલોકમાં જાય છે. • વિવેચન - ૧૫ર -
આ ઉક્ત ન્યાયથી વ્રત આસેવન રૂપ શિક્ષાથી યુક્ત, દીક્ષા પર્યાય ભલે ન હોય, પણ ઘેર રહેલો હોય તો પણ શોભન વ્રતવાળો હોય તો પણ ત્વચા પર્વાદિથી અર્થાત ઔદારિક શરીરના ત્યાગથી પછી દેવલોકમાં જાય છે. આના વડે પંડિત મરણનો અવસર છતાં પ્રસંગથી બાળમરણ કહ્યું.
હવે પ્રસ્તુત પંડિતમરણનું ફળ ઉપદર્શન કહે છે - • સૂત્ર • ૧૫૩ -
જે સંવૃત્ત ભિક્ષુ છે, તેની બેમાંથી એક સ્થિતિ હોય - કાં તો સર્વ દુઃખોથી મુક્ત થાય અથવા મહાન ઋદ્ધિવાળો દેવ થાય છે.
• વિવેચન ૧૫૩ -
સંવૃત્ત - બધાં આવ્યવહારો બંધ કરીને, ભાવભિક્ષ તે બેમાંથી એક ગતિ થાય છે. -x- સર્વે દુઃખો કે જે ભૂખ, તરસ, ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગાદિથી ઉત્પન્ન થયેલ હોય, તેને ફરી ઉત્પન્ન ન થાય તે રીતે ક્ષીણ કરીને - ૪- તે સિદ્ધ થાય છે. અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org