Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૯૩
અધ્ય. ૫ ભૂમિકા તેના વિશેષથી કહે છે -
ભક્તપરિજ્ઞામરણ સાધ્વીઓને પણ થાય, કહ્યું છે કે- બધી આર્ચાઓ, બધાં પણ પ્રથમ સંઘપણ સિવાયના, બધાં દેશવિરતો પ્રત્યાખ્યાનથી જ મરે છે. અહીં પણ પ્રત્યાખ્યાન શબદથી ભક્તપરિજ્ઞા જ કહેલ છે. તેમાં પહેલાં પાદપોપગમનાદિથી અન્યથા જણાયેલ છે.
ઇંગિનીમરણ વિશિષ્ટતર ધૃતિ સંહનનવાળાને જ સંભવે છે, તેથી સાધ્વીઓ આદિના નિષેધથી જ બતાવે છે. પાદપોપમગન તો વિશિષ્ટતમ ધૃતિવાળાને જ હોય તેમ અભિપ્રાય છે. તેથી વજન:ષભ નારાય સંઘયણીને જ આ હોય છે. ઇત્યાદિ - x xx-x-x-(અહીંવૃત્તિકારશ્રીએ “મરણવિભક્તિ”કૃતચારગાથાઓ નોંધેલ છે. તથા ઉક્ત અર્થના માહાભ્યને જણાવતી બીજી પણ ત્રણ ગાથાની નોંધ વૃત્તિકારશ્રીએ કરેલ છે. જે અત્રે નોંધેલ નથી.)
અહીં પ્રતિદ્વાર બે માથાના વર્ણન થકી મૂલ દ્વાર ગાથામાં મરણ વિભક્તિ પ્રરૂપણાનું અનુવર્ણન કરેલ છે. હવે અનુભાવ પ્રદેશાગ્ર બે દ્વાર કહે છે -
• નિર્યુક્તિ - ૨૨૬ + વિવેચન -
અનુભાવ મરણમાં સોપક્રમ અને નિરુપક્રમ બે ભેદ કહ્યા છે. તેમાં સોપક્રમ - ઉપક્રમ સહિત એટલે કે અપવર્તનાકરણ નામથી વર્તે છે, તે, ઉપક્રમથી નિર્ગત તે નિરુપક્રમ. આ બે ભેદ છે. આ અનુભાગ કે અનુભાવ મરણ વિષયક આયુમાં કહ્યા. તેમાં સાત કે આઠ આકર્ષો વડે - X- જે પુગલ ઉપાદાન, તે અનુભાગ અતિ દેટ હોવાથી અપવર્તન કરવાને અશક્યપણાથી નિરૂપક્રમ કહેવાય છે. અને જે છે કે પાંચ કે ચાર આકર્ષો વડે આગૃહીત - દલિકો છે, તે અપવર્તનાકરણ વડે ઉપક્રમ પામે છે, તેથી સોપક્રમ છે. આ બંનેમાં પણ આયુનો ક્ષય થતાં આત્મામાં મરણ સંભવતું નથી. તતા જે જાય છે, તે આય, તેનું નિબંધક કર્મ તે આયુકર્મ. તેનો વિભાગ કરવાના અશક્યપણાથી, પ્રકૃષ્ટ દેશો એટલે પ્રદેશો, તેનું પરિમાણ તે આયુકર્મ પ્રદેશાગ્ર. અનંતાનંત સંખ્યા પરિમિતિ મરણપ્રકમમાં અને તવિષયક આયુ પ્રગલોનો ક્ષય તેને મરણ કહે છે. “ x• આત્મપ્રદેશો જ એક એક, તેના પ્રદેશથી અનંતાનંત વડે આવેષ્ટિત છે. વૃદ્ધ વ્યાખ્યા પણ છે કે - આ પ્રદેશાગ્ર તે • અનંતાનંત આયુકર્મના પગલો, જેના વડે એક એક જીવપ્રદેશ આવેષ્ટિત પરિવેષ્ટિત છે.
હવે એક સમયે કેટલા મરે તે દ્વાર કહે છે - • નિર્ણક્તિ - ૨૭ થી ૨૨૯ + વિવેચન -
આવી ચિમરણ હોવાથી બે કે ત્રણ કે ચાર કે પાંચ મરણો કહેવાનાર વિવક્ષાથી પ્રકમથી એકજ સમયમાં સંભવે છે. આના વડે આના સતત અવસ્થિતત્વ અને આ વિવેક્ષાથી તેના બે આદિ ભેદની પરિકલ્પનાથી કહે છે. એક સમયે કેટલાં મરે છે? એ ચોથા દ્વારની વિશોષથી કહેવા રૂપ વિભાષા અર્થાતુ વ્યાખ્યા, અથવા વિવિધ પ્રકારોથી ભાષણ તે વિભાષા - ભેદનું અભિધાન, તેનાથી વિસ્તાર જાણવો. આ જ અર્થને પ્રગટ કરતાં કહે છેSril 13 For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Ca
h
ternational