Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 193
________________ ૧૯૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ (શંકા) ગૃધપૃષ્ઠના પણ આત્મઘાતરૂપતથી વૈહાસમાં અંતભવ ન થાય? (સમાધાન) આ વાત બરોબર છે. માત્ર અલ્પસત્વવાળાથી આવા અધ્યયસાયને કરવો અશક્ય છે, તે જણાવવા માટે આવો ભેદ પાડેલ છે. - x• x- આ બંને મરણો આત્મા વિઘાતકારી અને આત્મપીડાહતુક છે, તો આગમથી તેનો વિરોધ ન આવે? આથી જ ભક્ત પરિજ્ઞાદિમાં પીડા ના પરિહારને માટે સંલેખના વિધિ અને પાનક આદિ વિધિ ત્યાં-ત્યાં જણાવેલ છે. બંનેમાં દર્શનમાલિચથી શંકાથી કહે છે - આ અનંતરોક્ત બંને - ગૃધપૃષ્ઠ અને વૈહાયસ મરણ કારણ અને પ્રકારમાં દર્શનમાલિન્ય • પરિહારાદિકમાં ઉદાયિ રાજાને મારનાર ને કારણે તેવા પ્રકારે આચાર્યવત તીર્થકર, ગણધરાદિ વડે અનુજ્ઞાત છે. આના વડે સંપ્રદાય અનુસાર દર્શાવતા તેથી અન્યથા કથનમાં શ્રુતની આશાતના થાય. • • • હવે અંત્ય ત્રણ મરણ કહે છે - • નિર્યુક્તિ - ૨૫ + વિવેચન - ભક્તપરિજ્ઞા, ઇંગિની અને પાદોપગમન એ ત્રણ મરણો છે. જે અનુક્રમે કનિષ્ઠ, મધ્યમ અને ઉત્કૃષ્ટ વૃતિ- સંઘયણથી વિશેષિત છે. - ભક્ત - ભોજન, તેની પરિજ્ઞા - 3 પરિજ્ઞા વડે જાણે કે - આ અમારા વડે અનેક પ્રકારે પૂર્વે ખવાયેલ છે, અવધ છે. પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે આગમ વચન જાણી ચારે આહારનો જાવજીવ પરિત્યાગરૂપ પ્રત્યાખ્યાન કરે તે ભક્તપરિજ્ઞા કહેવાય છે. ઈગ્ય? - પ્રતિનિયત પ્રદેશમાં જ આ અનશનક્રિયામાં ચેષ્ટા કરે, તે ઇંગિની. પાદપ - નીચે પ્રસરેલમૂલ વડે પીએ છે તે અર્થાત વૃક્ષ, તેની જેમ તે પાદપોપ, તેને પ્રાપ્ત કરે તે પાદપોપગમ. એટલે જેમ વૃક્ષ ક્યાંક ક્યારેક પડ્યા પછી તે સમકે વિષમ સ્થાનને વિચાર્યા વિના નિશ્ચલ જ રહે, તેમ આ અનશન કરનાર સાધુ જે જેવી રીતે સમ-વિષમ દેશમાં અંગકે ઉપાંગ જેમ હોય તેને ચલિત ન કરે. પણ નિશ્ચલનિષ્પતિકર્મ રહે (ઝાડના હુંઠાની જેમ નિશ્ચલ રહે) આ પ્રમાણે અનશનથી ઉપલક્ષિત મરણો કહ્યા. આનું સ્વરૂપ - સપરિકર્મ અને અપરિકર્મ ઇત્યાદિ સૂત્રકાર સ્વયં ત્રીશમાં અધ્યયનમાં કહેશે. દ્વારના નિર્દેશથી અવશ્યક કંઈક કહેવું જોઈએ, એમ માનીને આ કહે છે - કનિષ્ઠ એટલે લઘુ જધન્ય. મધ્યમ - લઘુ અને જ્યેષ્ઠની મધ્યે. જ્યેષ્ઠ - અતિશય વૃદ્ધ, ઉત્કૃષ્ટ. આની વૃતિ - સંયમ પ્રતિ ચિત્ત સ્વાથ્ય, સંહનન - શરીર સામર્થ્ય હેતુ વજૂઋષભનારાયાદિ. સપરિકમેતા અને અપરિકમેતા આદિ વિશેષથી વિશિષ્ટ. આ ત્રણે ને માટે એક્ટ વિધાન કરતાં કહે છે - ધીરે પણ મરવાનું છે, કાપુર પણ અવશ્ય કરવાનું છે, તો પછી ધીરપણાથી મરવું જ શ્રેષ્ઠ છે. સંસારરૂપી રંગભૂમિમાં ધૃતિ બલ રૂપ સન્નબ્દબદ્ધ થઈ મોહમલ્લને હણીને હું આરાધનાપતાકા હરીશ. અંતિમકાળમાં અંતિમ તથકરતા ઉદાર ઉપદેશવતુ હું નિશ્ચયપથ્ય એવા અભ્યધત મરણને સ્વીકારું છું.-x- સુવિહિતો સમ્યક્ પ્રકારે આ પ્રત્યાખ્યાનનું પાલન કરીને વૈમાનિક કે દેવ થાય મોક્ષે જાય છે. તો પણ વિશિષ્ટ - વિશિષ્ટતર - વિશિષ્ટતમ ધૃતિવાળાને જ તેની પ્રાપ્તિ થાય છે. તેથી કનિષ્ઠત્ત્વ આદિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226