Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે વિસ્તારથી મરણ વક્તવ્યતા વિષયક બે દ્વારગાથા કહે છે. • નિર્યુક્તિ • ૨૧૦, ૨૧૧ + વિવેચન :
મરણ વિભક્તિ- વિભાગ, તેની પ્રરૂપણા - પ્રદર્શન તે મરણવિભક્તિ પ્રરૂપણા કરવી. અનુભાગ- રસ, તે તદ્ વિષયક આયુ કર્મનો. કેમકે તેમાં જ તેનો સંભવ છે. - - પ્રદેશ • તદ્ વિષય આ કર્મ પુદગલ રૂપ અગ્ર - પરિમાણ, તે પ્રદેશાગ્ર જાણવો. કેટલાં મરણો સ્વીકારે? ચિતે - પ્રાણીઓ પ્રાણનો ત્યાગ કરે છે. એક સમયમાં કતિત્વ - કેટલીવાર, એક એક કહેવાનાર ભેદમાં “મરણે મરે છે તે જોડવું. - - કેટલી સંખ્યાવાળો ભાગમટે છે? સર્વે જીવોને પ્રતિસમય કે નિરંતર. અંતર - વ્યવધાન, અંતર સહિત વર્ષે તે સાંતર. આમાંના કેટલા નિરંતર અને કેટલાં સાંતર છે? તથા એક એકનો કેટલો પરિમાણ કાળ સંભવે છે? આ બંને ગાવાનો અક્ષરાર્થ કહ્યો.
ભાવાર્થ તો નિર્યુક્તિકાર પોતે કહેશે. તેમાં પહેલું દ્વાર કહે છે - ૦ નિર્યુક્તિ - ૨૧૨, ૨૧૩ + વિવેચન -
૧. આવી ચિમરણ, ૨. અવધિમરણ, ૩. અત્યંત મરણ, ૪. વલન મરણ, ૫. વશારૂંમરણ, ૬. અંતઃશલ્મ મરણ, . તદ્ભવ મરણ, ૮. બાલ મરણ, ૯. પંડિત મરણ, ૧૦. મિશ્રમરણ, ૧૧. છદ્મસ્થ મરણ, ૧૨. કેવલિમરણ, ૧૩. વૈહાયસમરણ, ૧૪. ગૃધપૃષ્ઠ મરણ, ૧૫ - ભક્ત પરિસામરણ, ૧૬. ઇંગિનીમરણ, ૧૭. પાદપોપગમન મરણ. હવે બહુ ભેદ દર્શનથી કોઈને અશ્રદ્ધા ન થાય, તેથી સંપ્રદાય ગર્ભ નિગમન કહે છે -
• નિર્યુક્તિ - ૨૧૪ + વિવેચન -
સત્તર સંખ્યામાં, વિશેષ અભિવ્યક્તિને માટે કરાય છે. તે વિધાનો - ભેદો, મરણ વિષયક. પૂજ્ય તીર્થકર, ગણધર આદિ કહે છે - પ્રતિપાદિત કરે છે. સમ્યગુ દર્શન જ્ઞાન આદિ વડે યુક્ત તે - ગુણકલિત. અમે કહેતા નથી. વક્ષ્યમાણ ગ્રંથ સંબંધન અર્થ કહે છે - મરણોના અભિધાનોની પછી ઉપદર્શનનો અર્થથી વિભાગ તે નામ વિભક્તિ, તેને કહે છે - અનંતર ક્રમથી. પ્રતિજ્ઞાત ને કહે છે :
• નિર્યુક્તિ - ૨૧૫ + વિવેચન -
અનુસમય નિરંતર અવીચિ સંક્ષિત તે પાંચ ભેદે છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ અને સંસાર. -૦- સમયને આશ્રીને, આ વ્યવહિત સમયને આશ્રીને પણ હોય, તેવી ભ્રાંતિ ન થાય, તેથી કહે છે - નિરંતર, આંતર નહીં. કેમકે અંતરાલ અસંભવ છે. તે આવા પ્રકારે કેમ છે? “અવીચિ સંજ્ઞિત''. પ્રતિસમય અનુભવાતું આયુષ્ય, બીજા આયુષ્યના દલિકોના ઉદયથી પૂર્વ પૂર્વ આયુ દલિકોની વિસ્મૃતિ (નાશ) રૂપ અવસ્થા જેમાં છે. તેથી આવી ચિ. તેનાથી આવીચિ એવી સંજ્ઞા થઈ, તેનાથી આવીચિ સંક્ષિત.
અથવા વીચિ - વિચ્છેદ, તેના અભાવથી વીચિ, તેનાથી સંજ્ઞિત. ઉભયમાં પ્રકમથી મરણ, અથવા “સંજ્ઞિત' શબ્દ બધાં સાથે જોડાય છે. તેથી અનુસમય સંજ્ઞિક - નિરંતર સંજ્ઞિત. અવીચિ સંક્ષિત તે કાર્થિક છે. તે આવી ચિમરણને પાંચ પ્રકારે ગણધરાદિ એ પ્રતિપાદન કરેલ છે. આના વડે For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International