Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
વાત કરવા બેઠા ત્યારે અટ્ટને તે ખેડૂતને પૂછ્યું - તારી જીવિકા શું છે? ઇત્યાદિ પછી અટ્ટને તેને સુખી કરવાનું કહ્યું, કર્યાસ મૂલ્ય આપ્યું તેણી સંતુષ્ટ થઈ, ઉજ્જૈનીમાં ગયા. તેને પોષીને યુદ્ધાદિ શીખવાડ્યા. ફરી માસ્ત્યિક મલ્લનું યુદ્ધ થયું. પહેલાં જીત્યો, બીજો હાર્યો. રાજાએ બીજા દિવસે ફરી યુદ્ધ જાહેર કર્યું. બંને પણ પોત-પોતાના આલયે
ગયા.
૧૬૦
બંને મલ્લોને પોત-પોતાના સ્વામીઓએ પ્રોત્સાહિત કર્યા. બીજે દિવસે સમયુદ્ધ થયું. ત્રીજે દિવસે ફરી યુદ્ધ થતાં અટ્ટનની સલાહ મુજબ ફલહિમલ્લ જીતી ગયો. સત્કાર પુરસ્કાર પામીને ઉજ્જૈની ગયો.
ત્યાં યુદ્ધનો વ્યાપાર છોડીને રહે છે. તે વૃદ્ધ થયો છે એમ જાણીને સ્વજન વર્ગ વડે પણ પરાભવ પામ્યો, હવે આ કોઈ કાર્યને માટે ક્યાંય કોઈને ઉપયોગી નથી. પછી તે માનથી તેમને પૂછ્યા વિના કૌશાંબી નગરી ગયો. ત્યાં એક વર્ષ નિર્વ્યાપારતાથી રહીને નીકળી ગયો. પણ રસાયણ ઉપર જીવતા બલિષ્ઠ થયો. યુદ્ધમાં પ્રવર્તો. નિરંજન નામના રાજમલ્લને હણ્યો. -X-X- રાજાએ આ ‘અટ્ટન’ છે તેમ જાણીને સંતુષ્ઠ થઈને તેનો પૂજા સત્કાર કર્યો. આમરણ પર્યન્તનું ધન પણ આપ્યું. તેનો સ્વજનવર્ગ પણ તે સાંભળીને તેની પાસે આવી ગયો. પગે પડીને પ્રીતિપૂર્વક દ્રવ્યના લોભથી આશ્રિત થઈને રહ્યા.
ત્યાર પછી અટ્ટને વિચાર્યું કે - આ બધાં મને દ્રવ્યના લોભથી આશ્રય કરે છે. હવે ફરી મારો પરાભવ ન થાઓ. હું વૃદ્ધત્વથી ગ્રસ્ત થયો છું. હવે ગમે તેટલાં પ્રયત્નો છતાં હું યૌવન કરવાને સમર્થ નથી. તેથી હજી જ્યાં સુધી ચેષ્ટાવાળો છું, ત્યાં જ દીક્ષા લઈ લઉં. એમ વિચારીને દીક્ષા લીધી.
એ પ્રમાણે વૃદ્ધત્વ યુક્ત અટ્ટનની જેમ બીજાને પણ ભાઈ આદિ વડે કોઈ શરણ નથી કે વૃદ્ધત્વથી રક્ષણ નથી. આ અર્થને વિશેષથી કે વિવિધપણે જાણીને તથા આ કહેવાનારને જાણ. જેમ લોકો પ્રમાદવાળા છે, તે ત્રાણ રૂપ ન થાય. - ૪ - અનેક પ્રકારે હિંસનશીલ, પોત પોતાના ઉત્પત્તિ સ્થાનોમાં અનાકુળ રહેલાં પ્રાણીઓની હિંસા કરે છે, તે વિહિંસા. તે પાપસ્થાનોથી અનુપરત. - x - એ પ્રમાણે આ પ્રમાદાદિ વિશેષણ યુક્ત લોકો સ્વકૃત આવા પ્રકારના કર્મો વડે નરકાદિ યાતના સ્થાનોમાં જશે કે ગ્રહણ કરાશે.
અથવા એ પ્રમાણે અસંસ્કૃત જીવિત છોડ, પ્રમાદી ન થા તેમ ગુરુ વડે કહેવાતા છતાં કદાચિત શિષ્ય એમ કહે કે - બહુરત જન પ્રમત્ત છે, તેની જેમ હું પણ થઈશ, એ આશંકાથી કહે છે - હે ભદ્ર ! એ પ્રમાણે તું નરકાદિ ગતિમાં જઈશ. તારા જેવા વિવેકીને આવા જન વ્યવહાર આશ્રય વડે શું પ્રયોજન ? હવે અસંસ્કૃત જીવિતની વ્યાખ્યા નિર્યુક્તિથી -
M
ગુરુ
• નિયુક્તિ - ૧૮૨ + વિવેચન -
મૂળથી સ્વ હેતુથી ઉત્પન્નના વિશેષ આધાન રૂપ કરણ તે ઉતરકરણ, તેના
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International