Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪/૧૨૦
193
દીપ અને અગ્નિ વડે ગુફાના અંધકારમાં મોહિત થઈ અહીં-તહીં બધે પરિભ્રમણ કરે છે, તેમાં અપ્રતિકાર મહાવિષવાલા સર્વે ડંસ દીધો. ઉંડી ખીણમાં જઈને તે પડ્યો. ત્યાં જ તે મૃત્યુ પામ્યો.
એ પ્રમાણે અનંત ભવોની અપેક્ષાથી પ્રાયઃ તેના અપગમ રહિતતાથી, જેના વડે મોહાય તે મોહ - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય રૂપ, તેના વડે - અનંત મોહને કારણે નૈયાયિક એટલે, મુક્તિ જેનું પ્રયોજ છે તેવો સમ્યક્ દર્શાનાદિ મોક્ષમાર્ગ, જોવા છતાં - ઉપલભ્ય થવા છતાં, અદૃષ્ટ અર્થાત્ તેના દર્શન ફળનો અભાવ થાય છે. અથવા અદ્રષ્ટ જ થાય છે.
અહીં એવું કહે છે કે - જેમ તે ગુફાની અંદર પ્રમાદથી નાશ પામેલા દીપની જેમ પહેલાં ઉપલબ્ધ વસ્તુતત્વ છતાં પણ દીપના અભાવે તે અદૃષ્ટ થાય છે. તેમ આ પ્રાણી પણ કંઈક કર્મના ક્ષયોપશમાદિથી સમ્યક્ દર્શનાદિક મુક્તિ માર્ગને ભાવ પ્રકાશદીપથી શ્રુત જ્ઞાન રૂપ જોવા છતાં ધન આદિની આસક્તિથી તેના આવરણના ઉદયથી અદૃષ્ટ જ થાય છે. તથા તે ધન માત્ર તેના રક્ષણ માટે જ થતું નથી. તેમ નહીં, પણ ત્રાણ હેતુ પ્રાપ્ત કથંચિત્ સમ્યક્ દર્શનાદિને પણ હણે છે.
આ પ્રમાણે ધનાદિ સકલ કલ્યાણકારી થશે, તે આશંકામાં તેનું કુગતિ હેતુત્વ અને કર્મોનું અવંધ્યત્વ દર્શાવીને જે કરે તે કહે છે.
૦ સૂત્ર - ૧૨૧ -
આશુપ્રજ્ઞ જ્ઞાની સુતેલા લોકો મધ્યે પણ પ્રતિક્ષણ જાગતો રહે પ્રમાદમાં એક ક્ષણને માટે પણ વિશ્વાસ ન કરે. સમય ભયંકર છે. શરીર દુર્બળ છે. તેથી ભારેંડ પક્ષીવત્ પ્રમાદી થઈ વિચરણ કરે.
• વિવેચન
૧ -
સુતેલા - દ્રવ્યથી ઉંઘતા અને ભાવથી ધર્મ પ્રતિ અજાગ્રત એવા - x + સુતેલા પણ અને જાગતા પણ શું ? પ્રતિબુદ્ધ - દ્રવ્યથી જાગતા અને ભાવથી યથાવસ્થિત વસ્તુ તત્ત્વના અવગમથી જીવવાનો - પ્રાણ ધારણનો સ્વભાવ જેનો છે. તેવા પ્રતિબુદ્ધ જીવી તેઓ સૂતા હોવા છતાં અવિવેકી-ગતાનુગતિકપણાથી ન સૂતેલા. પરંતુ પ્રતિબુદ્ધ એવા જ જાવજીવ રહે, તેમાં દ્રવ્ય નિદ્રાના પ્રતિષેધમાં અગડદત્તનું દૃષ્ટાંત છે. તે આ
પ્રમાણે -
ઉજ્જૈનીમાં જિતશત્રુ રાજા, અમોધરથ નામે રથિક, તેની યશોમતી નામે પત્ની અને તેને અગડદત્ત નામે પુત્ર હતો. અગડદત્ત નાનો હતો ત્યારે જ તેના પિતા મૃત્યુ પામ્યા. તેણે પોતાની વારંવાર રડતી માતાને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું કે આવા અમોધ પ્રહારી રથિક તારા પિતા હતા ત્યારે અગડદત્તે પૂછ્યું કે, એવું કોઈ છે કે જે મને આ વિધા શીખવે. માતાએ કહ્યું કે કૌશાંબી દૃઢપ્રહારી નામે તારા પિતાનો મિત્ર છે. તે શીખવી શકે. અગડદત કૌશાંબી ગયો. તેણે દૃઢપ્રહારી આચાર્યને જોયા.
ત્યારપછી તેમણે પોતાનો પુત્રવત્ ગણી અગડદત્તને બધી વિધાકળાઓ શીખવી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org